યુદ્ધશાસ્ત્ર

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command)

વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command) : પરમાણુ-યુદ્ધ ફાટી ન નીકળે તેની તકેદારી રાખવા માટે રચવામાં આવેલ ખાસ હકૂમત. તે SACના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે અને તેની રચના 1946માં અમેરિકાના હવાઈ દળ હસ્તક કરવામાં આવી છે. 1947માં નવેસરથી રચવામાં આવેલા અમેરિકાના હવાઈદળમાં આ હકૂમત ભેળવી દેવામાં આવી હતી. તેમાં કુલ…

વધુ વાંચો >

વ્હાઇટ પ્લાન

વ્હાઇટ પ્લાન : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા સર્જવા માટે અમેરિકા દ્વારા રજૂ થયેલી યોજના. બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં અસ્થિરતા અને અરાજકતા જોવા મળ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકાર દ્વારા સ્થિર નાણાકીય વ્યવસ્થા સ્થપાય…

વધુ વાંચો >

શરણાગતિ

શરણાગતિ : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષકારો પૈકી કોઈ એક પક્ષે પોતાની સંપૂર્ણ હાર ઔપચારિક રીતે કબૂલ કરી બીજા પક્ષને તાબે થવાની ઘોષણા. આવી ઘોષણા સાથે યુદ્ધનો તાત્કાલિક અંત આવે છે અને પરાજિત પક્ષ વિજયી પક્ષ સામે પોતાનાં સૈનિકો, શસ્ત્રો તથા યુદ્ધમાં વપરાતાં અન્ય અયુદ્ધકારી કે બિનલડાયક સાધનો સુપરત કરવાની તૈયારી બતાવે…

વધુ વાંચો >

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ

શસ્ત્રો, શસ્ત્રદોટ અને શસ્ત્રનિયંત્રણ શસ્ત્રો : શત્રુપક્ષ પર હુમલો કે આક્રમણ કરી તેને ઈજા કે હાનિ પહોંચાડવા માટે, હિંસક સંઘર્ષમાં શત્રુનો પરાજય કરવા માટે, શત્રુનો તથા તેના શસ્ત્રસરંજામનો નાશ કરવા માટે તથા તેના દ્વારા થતા હુમલા કે આક્રમણથી પોતાના સૈનિકો અને શસ્ત્રસરંજામનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારનાં આયુધો.…

વધુ વાંચો >

સર્વાંગીણ યુદ્ધ

સર્વાંગીણ યુદ્ધ : કોઈ પણ સંઘર્ષ કે યુદ્ધમાં શરમજનક પરાજય ટાળવા માટે દેશ પાસેના બધાં જ ભૌતિક અને માનવસાધનોનો ઉપયોગ કરવા અંગેની વ્યૂહરચના અને રણનીતિ. મહાભારતની કથામાં વર્ણવેલું છે કે જ્યારે પાંડવો બધું જ હારી જતા હોય છે ત્યારે અંતિમ વિજય પ્રાપ્ત કરવા માટે તેઓ પોતાનું સર્વસ્વ હોડમાં લગાવી દે…

વધુ વાંચો >

સાંગ

સાંગ : શૂળીના આકારનું ભાલાને મળતું બરછી જેવું લોઢાનું એક હથિયાર. આ અણીદાર શસ્ત્રની લંબાઈ સામાન્ય રીતે આશરે 1.93 મી.ની સળંગ, સાંધા વગરની હોય છે. તેના છેવાડે જે પાનું હોય છે તે સામાન્ય રીતે 0.23 મી.નું હોય છે, જેની પહોળાઈ શરૂઆતમાં 0.04 મી.ની હોય છે. તેનો પકડવાનો દાંડો લગભગ 1.70…

વધુ વાંચો >

સેનાનિર્વાહ-તંત્ર

સેનાનિર્વાહ–તંત્ર : દેશના લશ્કરનો બિનલડાયક વિભાગ, જે યુદ્ધ દરમિયાન લડાયક વિભાગ(combatants)ને તેની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરતો હોય. ફ્રાન્સમાં 1789માં રાજ્યક્રાંતિ થઈ ત્યાં સુધી વિશ્વના કોઈ પણ દેશમાં તેના લશ્કરના લડાયક અને બિનલડાયક એવા કોઈ વિભાગ પાડવાની પ્રથા ન હતી; પરંતુ ત્યારબાદ યુદ્ધના યોગ્ય સંચાલન માટે તેમજ દેશના લશ્કરનું તર્કશુદ્ધ…

વધુ વાંચો >

સ્ટેન એડિથ

સ્ટેન, એડિથ (જ. 12 ઑક્ટોબર 1891, બ્રેસ્લૉ, જર્મની; અ. 9/10 ઑગસ્ટ 1942, ઑશ્ચવિટ્ઝ, પોલૅન્ડ) : મૂળ જૂડેઇઝમ – યહૂદીઓના એકેશ્વર ધર્મનાં, પરંતુ પાછળથી રોમન કૅથલિક બનેલા અને કઠોર વ્રતધારી કાર્મેલાઇટ સાધ્વી, તત્વચિંતક અને આધ્યાત્મિક લેખનમાં રુચિ ધરાવનાર લેખિકા. ઉપનામ ટેરેસા બેનિડિક્ટા ઑવ્ ધ ક્રૉસ. (લૅટિનમાં ટેરેશિયા બેનિડિક્ટા અ ક્રૂસ.) મૂળ…

વધુ વાંચો >

સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite)

સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite) : નાઇટ્રોગ્લિસરીન અને ગનકોટન (guncotton) (નાઇટ્રોસેલ્યુલોઝ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ) ધરાવતો ઉચ્ચ વિસ્ફોટક. સ્વીડિશ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે 1867માં ઔદ્યોગિક દૃષ્ટિએ ઘણા અગત્યના એવા ડાઇનેમાઇટની શોધ કરી હતી. ડાઇનેમાઇટના ચાર મુખ્ય પ્રકાર છે : (i) સીધું (સરળ, straight) ડાઇનેમાઇટ, (ii)…

વધુ વાંચો >

હવાઈ દળ

હવાઈ દળ : યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષો દરમિયાન આકાશમાર્ગે દેશનું રક્ષણ કરનાર તથા શત્રુપક્ષનો વિનાશ નોતરનાર લશ્કરની એક લડાયક શાખા અથવા પાંખ. પ્રાથમિક સ્વરૂપે તેની શરૂઆત પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન થઈ હતી. પછી વીસમી સદીના અંત સુધીમાં તે લશ્કરની એક સ્વતંત્ર અને મહત્વની શાખા બની ગઈ હતી, તે એટલે સુધી…

વધુ વાંચો >