યુદ્ધશાસ્ત્ર

તટસ્થતા

તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે…

વધુ વાંચો >

તલવાર

તલવાર : સામસામી લડાઈમાં પ્રાચીન કાળથી વપરાતું ધાતુનું બનેલું શસ્ત્ર. તેના ધારદાર પાનાની લંબાઈ, પહોળાઈ તથા આકાર ભિન્ન ભિન્ન હોય છે. ચપ્પાં, ખંજર તથા છરા કરતાં તલવારની લંબાઈ વધારે હોય છે. તેના હાથા કે મૂઠને રક્ષણાત્મક વેષ્ટન હોય છે. ઈ. સ. પૂ. 3000 વર્ષમાં કાંસ્ય યુગ દરમિયાન ખંજર અને તલવાર…

વધુ વાંચો >

તલવારબાજી

તલવારબાજી : શત્રુ પર આક્રમણ અને શત્રુના ઘાથી પોતાનું રક્ષણ કરવા માટે લોહાનું બનેલું શસ્ત્ર. તેનું એક તરફનું પાનું ધારદાર હોય છે. પ્રાચીન કાળથી તલવારબાજી યુદ્ધની કૌશલ્યપૂર્ણ પદ્ધતિ તેમજ લોકપ્રિય દ્વંદ્વસ્પર્ધા રહી છે. જ્યારે આધુનિક શસ્ત્રો ન હતાં ત્યારે ભૂતકાળના યુદ્ધમાં ‘તલવાર’ જ મુખ્ય શસ્ત્ર ગણાતું. ઇતિહાસમાં ઘણા રાજાઓ, રાણીઓ…

વધુ વાંચો >

તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ

તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ (જ. 10 નવેમ્બર 1888, પુસ્તોમા ઝોવો, રશિયા; અ. 23 ડિસેમ્બર 1972, મૉસ્કો) : વિશ્વના પ્રથમ પરાધ્વનિક વિમાનની ડિઝાઇન અને રચના કરનાર રશિયાના વૈજ્ઞાનિક ઇજનેર. મૉસ્કોની ટૅક્નિક્લ કૉલેજમાંથી 1918માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે જ તેમણે ગ્લાઇડરની ડિઝાઇન કરી એ પ્રમાણે ગ્લાઇડરો બનાવ્યાં અને પ્રાયોગિક ધોરણે તેમનાં ઉડ્ડયન પણ…

વધુ વાંચો >

તોપ

તોપ : લશ્કરની પરિભાષામાં ગોળા ફેંકવાની નળીના અંદરના ભાગમાં 30 મિમી. અથવા તેનાથી વધુ વ્યાસ ધરાવતું શસ્ત્ર. તોપ તરીકે ઓળખાતાં તમામ યુદ્ધ આયુધોનાં વિકાસ, સંચાલન તથા જાળવણીના કૌશલને તોપવિદ્યા (gunnery) કહેવામાં આવે છે. આધુનિક તોપોમાં પ્રવેગક તરીકે સ્ફોટક દારૂગોળાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ અગાઉના પ્રક્ષેપકોમાં વળ, તાણ અને પ્રતિભાર(counter…

વધુ વાંચો >

ત્રિશૂળ

ત્રિશૂળ : ત્રણ ફળાં, પાંખડાં કે અણીઓ ધરાવતું ભારતનું પ્રાચીન કાળનું શસ્ત્ર. ત્રિશૂળને ભગવાન શિવ સાથે મુખ્યત્વે જોડવામાં આવ્યું છે. ત્વષ્ટાએ સૂર્યના વૈષ્ણવ તેજમાંથી સર્જ્યું હોવાનો ઉલ્લેખ મત્સ્ય અને વિષ્ણુપુરાણમાં થયો છે. વાલ્મીકિએ રામાયણમાં ત્રિશૂળને જોરથી ઘુમાવી શત્રુ પર ફેંકવાનો ઉલ્લેખ કર્યો છે. મોંહે-જો-દડોના ઉત્ખનનમાંથી મળેલું ત્રિશૂળ તેનો પ્રાચીન કાળથી…

વધુ વાંચો >

દાહકો

દાહકો (incendiaries) : યુદ્ધમાં ઉપયોગમાં લેવાતાં આગ લગાડવા માટેનાં વિનાશકારી સાધનો. તે મુખ્યત્વે યુદ્ધ દરમિયાન અને ક્યારેક આગ લગાડવા અથવા ભાંગફોડ માટે કામમાં લેવાય છે. વિવિધ ઘટકોનો ઉપયોગ કરી તે બનાવવામાં આવે છે. કેટલાંક દાહકો હવાના સંપર્કને કારણે આપોઆપ સળગી ઊઠે છે, જ્યારે બીજાં કેટલાંક દાહકો જુદા જુદા ઘટકો ભેગા…

વધુ વાંચો >

ધીખતી ધરા નીતિ

ધીખતી ધરા નીતિ : યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના. આ નીતિ વડે ધસી આવતા શત્રુના સૈન્ય સામે પીછેહઠ કરતાં પહેલાં શત્રુને આગળ વધવા માટે ઉપયોગી નીવડે તેવી સાધનસામગ્રીનો નાશ કરવામાં આવે છે અને તે દ્વારા શત્રુની આગેકૂચમાં અવરોધો ઊભા કરવા માટે ભૂમિભાગ પણ વેરાન કરવામાં આવે છે. સામાન્ય…

વધુ વાંચો >

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ)

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા…

વધુ વાંચો >

નાકાબંધી

નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…

વધુ વાંચો >