યુદ્ધશાસ્ત્ર

નાકાબંધી

નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…

વધુ વાંચો >

નાગરિક ખુવારી

નાગરિક ખુવારી : જુઓ, ખુવારી.

વધુ વાંચો >

નિ:શસ્ત્રીકરણ

નિ:શસ્ત્રીકરણ : યુદ્ધ બાદ પરાજિત દેશને નિ:શસ્ત્ર કરવાની પ્રક્રિયા. અગાઉના વખતમાં કોઈ ટુકડી કે ટોળી કે આક્રમક હુમલાખોર લડાઈમાં સામા પક્ષને હરાવે ત્યારે તેને નિ:શસ્ત્ર બનાવી દેવાતો અને તેના માણસોને તાબેદાર કે ગુલામ તરીકે રખાતા અથવા મારી નખાતા. તેમને છોડી મૂકવાનું તો ભાગ્યે જ બનતું. અર્વાચીન સમયમાં પહેલા કે બીજા…

વધુ વાંચો >

નૌકાદળ

નૌકાદળ : યુદ્ધ માટે ઉપયોગમાં લેવાતી સૈન્યયુક્ત નૌકાઓનો કાફલો. પ્રારંભમાં નૌકાદળમાં દેશના સમગ્ર વહાણના સમૂહને સામેલ કરવામાં આવતો. ભલે અન્યથા એ ચીજ-વસ્તુઓની હેરફેર માટે અથવા માછલી પકડવા માટે પણ હોય. આધુનિક સમયમાં નૌકાદળમાં યુદ્ધ માટે તૈયાર રાખવામાં આવતાં યુદ્ધજહાજો અને અનેક પ્રકારની લડાયક નૌકાઓ ઉપરાંત તેનાં પર કામ કરતા લશ્કરના…

વધુ વાંચો >

ન્યાય્ય યુદ્ધ

ન્યાય્ય યુદ્ધ : યુદ્ધને લગતા નિયમો મુજબ લડવામાં આવતું યુદ્ધ. તેમાં યુદ્ધનું કારણ અને તેનું સંચાલન બંને ન્યાયપુર:સરનાં હોવાં જોઈએ એવો ભાવ રહ્યો છે. કયા સંજોગોમાં યુદ્ધનો આશ્રય ન્યાયી ગણાય અને ન્યાયી યુદ્ધ કેવી રીતે લડી શકાય, તેને લગતો સિદ્ધાંત મુખ્યત્વે મધ્યકાલીન ઈસાઈ વિચારમાંથી આવ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય કાયદાના વિકાસ(હ્યુગો…

વધુ વાંચો >

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા. 1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ…

વધુ વાંચો >

પાયદળ

પાયદળ : પગપાળા સૈનિકોવાળી લશ્કરની પાંખ. સદીઓ સુધી વિશ્વના દરેક દેશના લશ્કરમાં આ પાંખમાં ભરતી કરાયેલા સૈનિકોની સંખ્યા અન્ય પાંખોના સૈનિકોની સંખ્યા કરતાં ઘણી વધારે રાખવામાં આવતી. યુદ્ધની ભૂમિ પર તેમનું સ્થાન પ્રથમ હરોળમાં હોવાને કારણે દુશ્મનના આક્રમણનો પહેલો આઘાત તેમના પર પડતો હોય છે અને તેને લીધે સૌથી વધારે…

વધુ વાંચો >

પિસ્તોલ

પિસ્તોલ : નજીકથી પ્રહાર કરી શકાય તેવું સુવાહ્ય હથિયાર. વજનમાં તે હલકું (આશરે 907 ગ્રા.) હોવાથી માત્ર એક હાથમાં પકડીને નિશાન પર તે તાકી શકાય છે. નિશાનબાજીનું ક્ષેત્ર નાનું કે મર્યાદિત હોય અથવા નજીકમાં હોય કે સ્થિર હોય તો જ તેનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. નિશાનબાજ નિષ્ણાત હોય તો…

વધુ વાંચો >

પીછેહઠ

પીછેહઠ : યુદ્ધના મોરચા પરથી સૈનિકોની ટુકડીઓ પાછી ખેંચી લઈ તેમનું સુરક્ષિત પ્રદેશમાં સ્થળાંતર કરવા અંગેની રણનીતિ. તે ફરજિયાત પણ હોઈ શકે અથવા તે વ્યૂહાત્મક પણ હોઈ શકે છે. નિકટવર્તી અથવા આસન્ન પરાજયથી બચવા માટે જ્યારે લશ્કર પીછેહઠ કરે છે ત્યારે તેને ફરજિયાત પીછેહઠ કહેવાય; પરંતુ તે સિવાય કેટલાક અન્ય…

વધુ વાંચો >

પેન્ટાગોન

પેન્ટાગોન : અમેરિકાના લશ્કરી વડામથક તરીકે ઉપયોગમાં લેવાતી વિશાળ પંચકોણી ઇમારત. તે વૉશિંગ્ટન, ડી.સી. પાસે વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન પરગણામાં પોટૅમિક નદીના પશ્ચિમ કિનારે આવેલ છે. લશ્કરી વડામથક તરીકે અહીંયાં અમેરિકાની સેનાની ત્રણેય પાંખો : ભૂમિદળ, નૌકાદળ તથા હવાઈ દળનાં મુખ્ય કાર્યાલયો છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બાંધકામમાં વપરાતા લોખંડની અછત વર્તાતી…

વધુ વાંચો >