મૃગેન્દ્ર વૈષ્ણવ
પીપર
પીપર : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરેસી (વટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus amplissima Smith. syn. F. tsiela Roxb. ex Buch-Ham. (સં. પ્લક્ષ, પિપ્પરી, જટી, કણિનિકા, જટતિ, પર્કટી, પિપ્પલપાદપ, ગૃહદવારપરશ્વ; હિં. પાકરી, પાખર, પિલખન, પાકર; બં. પાકુડગાછ; મ. પિંપરી; ગુ. પીપર, પીંપરી, પીપળ; ક. વસુરીમાળા, જુવ્વીમારા; તે કાલજુવ્વી, ગર્દભાંડે; મલ.…
વધુ વાંચો >પીપળો
પીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરૅસી (વટાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus religiosa Linn. (સં. અશ્વત્થ, પિપ્પલ, ચલપત્ર, બોધિદ્રુ, કુંજરાશન, ચૈત્યવૃક્ષ, બોધિવૃક્ષ; હિં. પીપલ, પીપ્લી, બં. અશ્વત્થ, આશુદ; મ. પીંપળ, અશ્વત્થ; ગુ. પીપળો, તા. અશ્વત્થમ, અરસુ; તે. અશ્વત્થમુ, બોધિ; મલ. અશ્વત્થમ્, અરચુ, આયલ; ક. અશ્વત્થ, અરબીમાળા; ફા. દરખ્તે…
વધુ વાંચો >પીલુ
પીલુ : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સાલ્વેડોરેસી (પીલ્વાદિ) કુળની વનસ્પતિ. તેની Salvadora oleoides Dene (સં. મહાપીલુ, ગુડફલ, સ્રંસી, હિં. બડા પીલુ, જાલ પીલુ, મ. દિયાર, ગોડ પીલુ, ખાબ્બર, કિંકણેલ પીલુ, ગુ. મોટા પીલુ, મીઠી જાળ, મીઠી જાર, ખાંખણ, તા. કાર્કેલિ, કોહુ, કાલવા, ઉઘાઈ, અ. ઈરાક, ફા. દખર્તેમિરવાટ) અને S. persica…
વધુ વાંચો >ફર (fir)
ફર (fir) : વનસ્પતિની અબાઇસ પ્રજાતિની વિવિધ સદાહરિત શંકુવૃક્ષ (conifer) જાતિઓ. તેમનું યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકાના પર્વતીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ધ્રુવ-પ્રદેશમાં તેની જાતિઓ સમુદ્ર-તલે (sea-level) થાય છે. ભારતમાં વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસ મુજબ, Abies pindrow Royle અને A. spectabilis Spach. નામની બે જાતિઓ થાય છે. આ બંને…
વધુ વાંચો >ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા)
ફૉરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (વનસંશોધન સંસ્થા) : ભારતમાં વન અંગેનાં સંશોધનો સાથે સંકળાયેલી સંસ્થા. આ કાર્ય ભારતમાં લગભગ 1906માં આરંભાયું હોવાનો ઉલ્લેખ છે. આ કામગીરી દહેરાદૂન ખાતે ‘ઇમ્પીરિયલ ફૉરેસ્ટ કૉલેજ’ નામના વન મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સંસ્થામાં વનવિજ્ઞાન(forestry), વનપ્રબંધ (forest management), વનપ્રાણીશાસ્ત્ર, વનવનસ્પતિશાસ્ત્ર, વનઅર્થશાસ્ત્ર અને વનરસાયણશાસ્ત્ર…
વધુ વાંચો >મધ
મધ : મધમાખીઓ દ્વારા વિવિધ પુષ્પોમાંથી ચુસાયેલા રસમાંથી તૈયાર થયેલ સ્વાદિષ્ટ અને સુગંધિત પદાર્થ (સં. મધુ.; મ. ગુ. મધ; હિં. મધુ., શહદ; ક. જેનુ તપ્પ; તે. તેની મલા; ત. તેન; અં. હની; લૅ. મેલ). મધપૂડામાં વસતી કામદાર માખીઓ ઇયળમાંથી બહાર નીકળ્યા પછી શરૂઆતના દિવસોમાં મધપૂડાનું સફાઈનું, ઇયળોને ખોરાક આપવાનું, મધપૂડામાં…
વધુ વાંચો >મેહૉગની
મેહૉગની : દ્વિદળી વર્ગમાં આવેલા મૅલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Swietenia mahagoni Jacq. (બં. મહગોની; તે. મહગોની ચેટ્ટુ, મહગોની ચેક્કા; ત. મહ્ગોની સીમીનુક્કુ; મલ. ચેરીઆ મહગોની, મહગોની; અં. જમૈકા મેહૉગની ટ્રી) છે. તેની બીજી જાતિ S. macrophylla King. (બં. બારા-મહગોની; મલ. મહગોની; અં. હાડુરાસ, કોલંબિયન, મેક્સિન, બ્રાઝિલિયન, પેરુવિયન…
વધુ વાંચો >રગતરોહિડો
રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય…
વધુ વાંચો >રતનજોત
રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી…
વધુ વાંચો >રબર (વનસ્પતિશાસ્ત્ર)
રબર (વનસ્પતિશાસ્ત્ર) પ્રત્યાસ્થ, વાયુરોધક… પદાર્થ અપનારી દ્વિદળી વર્ગમાં આવેલા યુફોબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hevea brasiliensis (H. B. K.) Muell. (અં. પેરા રબર ટ્રી, કૂચુક ટ્રી) છે. તે 18 મી.થી 30 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું વિશાળ વૃક્ષ છે. તેના થડનો ઘેરાવો 2.4 મી.થી 3.6 મી. જેટલો…
વધુ વાંચો >