મૃગેન્દ્ર વૈષ્ણવ

ગોરાડુ

ગોરાડુ : કાંપજન્ય (alluvial) જમીનનો એક પ્રકાર. ગુજરાત પ્રદેશની જમીન સાત પ્રકારની છે : કાળી, કાંપવાળી, રાતી, ક્ષારવાળી અને ખારી, રણની રેતાળ, જંગલની ફળદ્રૂપ અને ડુંગરાળ. તેમાં કાંપવાળી જમીનના ત્રણ પેટાવર્ગો છે : ભાઠાની ગોરાડુ અને રેતાળ; પોચી, રેતાળ (બેસર) અને રતાશ પડતી માટીવાળી તે ગોરાડુ જમીન. કાંપના ઝીણા રજકણો…

વધુ વાંચો >

ઘાસ

ઘાસ : એકદળીય (monocot) પોએસી કુળની વનસ્પતિ. તેની જગતભરમાં 14 જનજાતિઓ (tribes), 600 ઉપરાંત પ્રજાતિઓ (genus) અને 9,000 ઉપરાંત જાતિઓ (species) જોવા મળે છે. ઘાસ માનવીને અત્યંત ઉપયોગી છે. સમગ્ર જગતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ચારા અને દાણાની કુલ ખપતના લગભગ 53 % જેટલો જથ્થો ઘાસમાંથી મળી રહે છે. એકંદરે જોતાં,…

વધુ વાંચો >

ચંદન (સુખડ)

ચંદન (સુખડ) : દ્વિદળી વર્ગના સેન્ટેલેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Santalum album Linn. (સં. હિં. મ. ચંદન; ક. શ્રીગંધમારા; તે. ચંદનમુ; તા. મલા. ચંદનમારં; ફા. સંદલ; અ. સંદલે, અબાયદ; અં. સેંડલવૂડ) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું (8–10 મી. ઊંચું) અર્ધ-પરોપજીવી (semi-parasite), સદાહરિત (evergreen) અને પાતળી શાખાઓ ધરાવતું વૃક્ષ…

વધુ વાંચો >

ચિનાર

ચિનાર : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેટેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Platanus orientalis Linn. (કા. ચિનાર, બુના, બોનીન; અં. ઑરિયેન્ટલ પ્લેન) છે. તે વિશાળ, સુંદર પર્ણપાતી વૃક્ષ છે. તેની ઊંચાઈ 30 મી. જેટલી અને ઘેરાવો 12 મી. જેટલો હોય છે. તે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં સતલજની પશ્ચિમે 1200–2400 મી.ની ઊંચાઈએ થાય…

વધુ વાંચો >

ચિમેડ

ચિમેડ : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia absus Linn. (સં. અરણ્યકુલ્લિથકા; મ. ઈવળા, રાનકુળીથ, રાનહુલગે; હિં. બનકુલથી, ચાક્ષુ; બં. વનકુલથી; ક. કણ્ણકુટકીનબીજ; ફા. ચષ્મક; અ. ચશ્મિઝજ, તશ્મિજ; અં. ફોરલીવ્હડ કેસિયા) છે. તે ટટ્ટાર, એકવર્ષાયુ, 25–60 સેમી. ઊંચી, કડક, ભૂખરા ચીકણા રોમ વડે આવરિત શાકીય…

વધુ વાંચો >

જલવિસ્તાર વ્યવસ્થાપન

જલવિસ્તાર વ્યવસ્થાપન : કોઈ પણ જલવિસ્તારમાં ઉપલબ્ધ જલસ્રાવમાંથી વર્ષાનુવર્ષ મહત્તમ ઉત્પાદન મેળવી શકાય તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતું ભૂમિવિકાસ અને જલસ્રાવનું વ્યવસ્થાપન. જો કોઈ વિસ્તારમાં જલ અને ભૂમિવિકાસની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં ન આવે તો તેનાં પરિણામોનો મહત્તમ લાભ મળતો નથી કારણ કે કોઈ પણ જલસ્રાવક્ષેત્રમાં પડતા…

વધુ વાંચો >

ટર્મિનાલિયા

ટર્મિનાલિયા : દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ 135 જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં…

વધુ વાંચો >

ટીમરુ

ટીમરુ : સં. तिन्दुक, હિં. तेंदु, ગુ. ટીંબરવો, ટીમરુ, મ. टेंभुरणी. વનસ્પતિના દ્વિદળી વર્ગના એબેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Diospyros melanoxylon Roxb. છે. ઉષ્ણકટિબંધનાં શુષ્ક તેમજ ભેજયુક્ત પર્ણપાતી જંગલોમાં સાગ, હળદરવો, સાદડ અને આમળાંની સાથે  ઊગતું મધ્યમ કદથી માંડીને વિશાળ કદના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ 18.0થી…

વધુ વાંચો >

ટ્રેગસ

ટ્રેગસ : એકદળી વર્ગના તૃણાદિ (Poaceae) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ, જેનું વિતરણ મુખ્યત્વે આફ્રિકાના ઉષ્ણ પ્રદેશોમાં, ભારતમાં અને વિશ્વના અન્ય ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. વાંદરિયા ઘાસ (Tragus biflorus schult. Syn. T. racemosus Hook. F.) તરીકે ઓળખાતી આ પ્રજાતિ 15 સેમી. સુધી ઊંચે વધે છે. તૃણ ભૂપ્રસારી અને ચોમાસા દરમિયાન…

વધુ વાંચો >

ટ્રેગિયા

ટ્રેગિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું સ્વરૂપ આરોહી (climber) કે વેલામય (twiner) હોય છે અને તે દંશીરોમ (stinging hairs) ધરાવે છે. તે વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અમેરિકામાં મળી આવે છે.  ભારતમાં તેની લગભગ 10 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Tragia involucrata, Linn. (સં. घुस्पर्शा, હિં.…

વધુ વાંચો >