મૃગેન્દ્ર વૈષ્ણવ

રાજન (રેઝીન)

રાજન (રેઝીન) : ટર્પેન્ટાઇનનું તેલ મેળવવા ઓલિયોરેઝિનનું નિસ્યંદન કરતાં પ્રાપ્ત થતો ઘન અવશેષ. તે ચીડ અથવા ચીલ કે ચીડ પાઇન તરીકે ઓળખાવાતી અનાવૃત બીજધારી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ Pinus roxburghii sarg. syn. P. longafolia છે. તે વિસ્તારિત પર્ણમુકુટ ધરાવતું ઊંચું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી ભૂતાન સુધી…

વધુ વાંચો >

રાયણ

રાયણ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Manilkara hexandra (Roxb.) Dubard syn. Mimusops hexandra Roxb. (સં. રાજાઘ્ની; હિં. ખીરની; મ. ખીરાણી, રાંજની; બં. ક્ષીરખોજુર, કશીરની; ક. ખીરણીમારા; ગુ. રાયણ, ખીરણી; તે. મંજીપાલા, પાલા; ત. પાલ્લા, પાલાઈ; મલ. પાલા) છે. તે નાનાથી માંડી મધ્યમ કદનું વિસ્તારિત…

વધુ વાંચો >

રાળ (resin)

રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો…

વધુ વાંચો >

રુદ્રાક્ષ

રુદ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા એલિયોકાર્પૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elaeocarpus ganitrus Roxb. syn. E. sphaericus (Gaertn.) K. schum. (સં., મ., તે., ત., ક., મલ., ગુ. રુદ્રાક્ષ) છે. તે પૂર્વ હિમાલયમાં નેપાળ, બિહાર, બંગાળ, આસામ અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ અને મુંબઈના વનપ્રદેશોમાં થાય છે. તે સદાહરિત મધ્યમ કદનું…

વધુ વાંચો >

વનવિદ્યા (Forestry)

વનવિદ્યા (Forestry) વનવાવેતર, વનસંરક્ષણ, વનવિકાસ અને વનપ્રબંધ અંગેનું પ્રયુક્ત વિજ્ઞાન. વન સૌથી વિશાળ, જટિલ અને સૌથી મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. તે મુખ્યત્વે વૃક્ષ-જાતિઓ દ્વારા આચ્છાદિત હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં વનોનાં કદ અને જૈવ વિભિન્નતાઓ (biodiversities) જુદાં જુદાં હોય છે. પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 2 જેટલા ભાગમાં વન પથરાયેલાં…

વધુ વાંચો >

વન્ય પેદાશો

વન્ય પેદાશો : વનમાંથી પ્રાપ્ત થતી પેદાશો. વનસ્પતિ-સૃદૃષ્ટિ પ્રાણી માત્ર માટે આહારવિહારનો અગત્યનો સ્રોત હોવાથી વન્ય પેદાશો માનવી માટે ઉપયોગી છે. એક રીતે જોઈએ તો જળ પણ એક ખૂબ અગત્યની વન્ય પેદાશ ગણાય. વનવિસ્તારની ભૂમિ વિશાળ જળશોષક વાદળી જેવું કામ આપે છે અને વરસાદી જળને સમુદ્રમાં વહી જતું અટકાવી જળસ્તરને…

વધુ વાંચો >

સાગ

સાગ દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

સીસમ (સીસુ)

સીસમ (સીસુ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પેપિલિયોનૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dalbergia sissoo Roxb. (સં. શિંશપા, કૃષ્ણસારા; મ., હિ. સીસમ, સીસુ; બં. શિસુ; ક. કરીયઇબ્બડી, બીટીમારા; તા. સીસુ, ઈટ્ટી; મલા. વિટ્ટી; તે. જીટ્ટેગુચેદ્રુ; અં. સીસુ) છે. તે પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને ઘણી વાર વાંકું પ્રકાંડ…

વધુ વાંચો >