માનસશાસ્ત્ર

સહજવૃત્તિ (instinct)

સહજવૃત્તિ (instinct) : ચોક્કસ ઉદ્દીપક પરિસ્થિતિ દરમિયાન, પ્રાણીની વિશિષ્ટ ઉપજાતિમાં દેખાતું, લાક્ષણિક, જટિલ અને સ્વાભાવિક પ્રતિક્રિયા આપવાનું પ્રબળ વલણ. દા.ત., પ્રજોત્પત્તિની ઋતુમાં કેટલીક માદા અમેરિકન શાહમૃગીઓ ભેગી થઈને પહેલાં એક અને પછી વારાફરતી બીજા માળાઓમાં થોડાં થોડાં ઈંડાં મૂકે છે. ઉનાળા અને ચોમાસામાં મધમાખીઓ ષટ્કોણ આકારનાં ખાનાંઓવાળો મધપૂડો બનાવે છે…

વધુ વાંચો >

સહસંવેદન (synaesthesia)

સહસંવેદન (synaesthesia) : સહસંવેદન એક એવી અનૈચ્છિક પ્રક્રિયા, જેમાં એક ઇંદ્રિય ઉદ્દીપિત થવાથી ઉત્પન્ન થતા સંવેદન સાથે બીજી ઇંદ્રિયમાં પણ સંવેદન ઊપજે છે. તેના માટેના અંગ્રેજી શબ્દ ‘synaesthesia’માં ‘syn’ એટલે ‘એકસાથે’, અને ‘Aesthesia’ એટલે ‘સંવેદનોનું જોડાવું તે’. ગીટારનો ધ્વનિ સંભળાય ત્યારે વ્યક્તિને શ્રવણ-સંવેદન તો થાય જ, પરંતુ સાથે તેને કોઈક…

વધુ વાંચો >

સહોદર-સ્પર્ધા (sibling rivalry)

સહોદર–સ્પર્ધા (sibling rivalry) : એક જ માતાની કૂખે કે ઉદરે જન્મેલાં બાળકો વચ્ચે થતી સ્પર્ધા. માતાપિતાનું ધ્યાન, સમર્થન કે સ્નેહ મેળવવા માટે, પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે કે જુદી જુદી સિદ્ધિ મેળવવા માટે મર્યાદિત પ્રમાણમાં સહોદરો વચ્ચેની સ્પર્ધા તો ઘણાં કુટુંબોમાં થતી હોય છે. પણ આવી સ્પર્ધા એ કુટુંબ માટે…

વધુ વાંચો >

સંકલ્પના-નિર્માણ (concept-formation)

સંકલ્પના–નિર્માણ (concept-formation) : કોઈ વસ્તુ કે ઘટનાના ગુણધર્મોને મનમાં છૂટા પાડીને પછી એ ગુણધર્મોને બધી યોગ્ય વસ્તુઓમાં કે ઘટનાઓમાં લાગુ પાડવાની ક્રિયા. સંકલ્પનાનું નિર્માણ એક શીખવાની ક્રિયા છે; દા.ત., (1) વસ્તુઓની સંકલ્પના : સાઇકલ, ગાડું, હોડી, કાર – આ દૃષ્ટાંતો ઉપરથી ‘વાહન’ની સંકલ્પનાનું નિર્માણ થાય છે. વાહન ઊર્જાનો ઉપયોગ કરે…

વધુ વાંચો >

સંમોહન (hypnotism)

સંમોહન (hypnotism) : એક મનશ્ચિકિત્સા-પ્રક્રિયા. જગતમાં બનતી કેટલીક ઘટનાઓ રહસ્યમય લાગતી હોય છે; પરંતુ જ્યારે બનતી ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કાર્ય-કારણની સ્પષ્ટતા કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ ઘટના રહસ્યમય રહેતી નથી. તે એક વૈજ્ઞાનિક તથ્ય બની જાય છે. જગતમાં ચમત્કાર જેવી કોઈ બાબત જ નથી, ફક્ત તેના કાર્ય-કારણ…

વધુ વાંચો >

સંલગ્નતા (affiliation)

સંલગ્નતા (affiliation) : મૈત્રીપૂર્ણ જૂથમાં જોડાઈને તેમાં ભાગ લેવાનું, (બને ત્યાં સુધી સરખી વયના) અન્ય લોકો સાથે મૈત્રીપૂર્ણ સહચાર સાધવાનું અને બને તેટલા વધારે મિત્રો બનાવીને તેમને ચાહવાનું અને વફાદાર રહેવાનું મનોવલણ. આ પ્રેરણા અન્ય લોકો સાથે થતા અનુભવોમાંથી ઉદ્ભવે છે અને ધીમે ધીમે વ્યક્તિમાં વિકસતી જાય છે. તેથી એને…

વધુ વાંચો >

સંવેદનવંચિતતા (sensory deprivation)

સંવેદનવંચિતતા (sensory deprivation) : એક કે વધુ સંવેદના-ઇન્દ્રિયો(જ્ઞાનેન્દ્રિય)ને મળતી ઉત્તેજનાઓને નિર્ણયપૂર્વક (deliberately) ઘટાડવી કે દૂર કરવી તે. આંખે પાટો બાંધવો કે કાનમાં પૂમડાં નાખવાં એ જોવાની અને સાંભળવાની ઇન્દ્રિયોને તેમને માટેની ઉત્તેજનાઓથી અલગ પાડવાની સાદી રીતો છે. વધુ સંકુલ સંયોજનાઓ(devices)માં ગંધ, સ્પર્શ, સ્વાદ, ઉષ્મા-સંવેદના (thermoception) તથા ગુરુત્વાકર્ષણ અંગેની સંવેદનાને પણ…

વધુ વાંચો >

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training)

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training) : સંવેદનશીલતાના બે અર્થ થાય છે : (1) મનુષ્ય સહિત સર્વ પ્રાણી-જાતિઓને લાગુ પડતો જૈવ અર્થ, અને (2) માત્ર માનવોને લાગુ પડતો આંતર-વૈયક્તિક અર્થ. પહેલા અર્થ પ્રમાણે સંવેદનશીલતા એટલે મનુષ્યોનાં અને પ્રાણીઓનાં ઉદ્દીપકો ઝીલીને તેમાંથી યથાર્થ સંવેદનો પ્રાપ્ત કરવાની અને તેમાં રહેલા…

વધુ વાંચો >

સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome)

સંસ્કારબદ્ધ સંલક્ષણ (culturebound syndrome) : કેટલાક માનસિક અને શારીરિક લક્ષણોવાળા વિકારો, જે ફક્ત કોઈ ચોક્કસ સમાજ કે સંસ્કારજૂથમાં જોવા મળે છે તે. તેમને સંસ્કાર-વિશિષ્ટ (culture specific) સંલક્ષણો કહે છે. આ વિકારોમાં કોઈ શારીરિક અવયવ કે ક્રિયા વિકારયુક્ત હોતાં નથી અને તે ચોક્કસ સમાજોમાં જ જોવા મળે છે : જોકે મોટાભાગના…

વધુ વાંચો >

સાક્ષાત્કાર

સાક્ષાત્કાર : ઇષ્ટ/આધ્યાત્મિક તત્ત્વની અપરોક્ષ અનુભૂતિ. માનવ પોતાના જીવનમાં કશુંક ઇષ્ટ પામવા ઇચ્છે છે. નિજ સ્વરૂપનું પરિવર્તન ઇચ્છે છે. તે માટે તે વિવિધ સાધનો અપનાવે છે. જીવનમાં ખરેખર પ્રાપ્ત કરવા જેવો જો કોઈ પરમ ઉદ્દેશ હોય તો તે છે પરમ તત્ત્વના સાક્ષાત્કારનો – આધ્યાત્મિક અનુભવના તત્ત્વદર્શનનો. કોઈ પણ સાધનની કૃતાર્થતા…

વધુ વાંચો >