માનસશાસ્ત્ર

વૂડવર્થ, રૉબર્ટ એસ.

વૂડવર્થ, રૉબર્ટ એસ. (જ. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; અ. 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક…

વધુ વાંચો >

વૃત્તિવિરેચન (catharsis)

વૃત્તિવિરેચન (catharsis) : ભૂતકાળના આઘાત આપનારા પ્રસંગોને મનમાં ફરીથી અનુભવીને, સંબંધિત આવેગોનો સંઘરાયેલો બોજો હળવો કરવાની, અને એ દ્વારા પોતાના તણાવો અને ચિંતાઓને દૂર કરવાની પ્રક્રિયા; દા. ત., એક બાળક માબાપની જાણ વિના મિત્રો સાથે નાળામાં નહાવા જાય અને અચાનક પાણીમાં તણાવા માંડે. એને મિત્રો માંડમાંડ બચાવી લે. આને લીધે…

વધુ વાંચો >

વૃદ્ધાવસ્થા (old age)

વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક…

વધુ વાંચો >

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich)

વેબર, અર્ન્સ્ટ હેઇન્રિખ (Weber Ernst Heinrich) (જ. 24 જૂન 1795, લિપઝિગ, વિટનબર્ગ; અ. 26 જાન્યુઆરી 1878) : જાણીતા જર્મન મનોવિજ્ઞાની. વિજ્ઞાન તરીકે માનસશાસ્ત્રની શરૂઆત ખરેખર ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. આમ છતાં, નવા મનોવિજ્ઞાનનો પાયો નાંખવાનું શ્રેય ત્રણ જર્મન મનોવૈજ્ઞાનિકો વેબર, ફેકનર તથા વિલ્હેમ વુન્ટને ફાળે જાય છે. વેબર…

વધુ વાંચો >

વૉટસન, જે. બી.

વૉટસન, જે. બી. (જ. 9 જાન્યુઆરી 1879, ગ્રીન વિલે, દક્ષિણ કોરોલિના યુએસ.; અ. 1958) : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી મનોવિજ્ઞાની. મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન, મનના વિજ્ઞાન અને તે પછી ચેતનાના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતું હતું ત્યારે અમેરિકામાં જ્હૉન બ્રૉક્સ વૉટસને તેને વર્તનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાવી તેના અભ્યાસ માટેનો એક…

વધુ વાંચો >

વ્યક્તિત્વ (personality)

વ્યક્તિત્વ (personality) મનસા, વાચા, કર્મણા મનુષ્યની વ્યક્તિ તરીકેની જે આગવી મુદ્રા પ્રગટ થાય છે તે. તમામ માનવીઓ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. છતાં દરેક જણ બીજા દરેક જણથી કેટલીક બાબતોમાં ભિન્નતા પણ ધરાવે છે. જુદા જુદા માણસો એક જ પરિસ્થિતિનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે; એટલું જ નહિ, એક…

વધુ વાંચો >

વ્યામોહ (paranoia)

વ્યામોહ (paranoia) : જેમાં વ્યક્તિને મતિભ્રમો (delusion) થાય, એના વાસ્તવિકતા સાથેના સંપર્કને ક્ષતિ પહોંચે, પણ એના મનોવ્યાપારો છિન્નભિન્ન કે વિકૃત ન બને કે એના વ્યક્તિત્વમાં સખત ઊથલપાથલો ન થાય એવી મનોવિકૃતિ. ‘વ્યામોહ’ એ નામ મનોવૈજ્ઞાનિક ક્રેપલિને પ્રચલિત કર્યું હતું; પણ હાલમાં અમેરિકન મનોચિકિત્સકોના મંડળે બહાર પાડેલી, મનોવિકૃતિઓને સમજવા માટેની ચોથી…

વધુ વાંચો >

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ : વ્યક્તિની સચેતતા અને તેની વિવિધ સ્થિતિઓ. સજાગતા અથવા ચેતના અથવા બોધસ્તરની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે ઊંડી ચર્ચાનો વિષય રહી છે. સજાગતા અને અજાગ્રતતા, ચેતન અને જડ, મન અને શરીરના સંબંધ વિશેની ચર્ચાઓમાંથી તત્વજ્ઞાનમાં એકતત્વવાદ, દ્વૈતવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, ચૈતન્યવાદ, યંત્રવાદ જેવી અનેક વિચારધારાઓ ઊપજી…

વધુ વાંચો >

સજાતીયતા (homosexuality)

સજાતીયતા (homosexuality) : સમાન લિંગની વ્યક્તિઓ (પુરુષ અને પુરુષ અથવા સ્ત્રી અને સ્ત્રી) વચ્ચે ઊપજતા જાતીય આકર્ષણ અને જાતીય સમાગમ સુધીના સંબંધો. પુરુષ અન્ય પુરુષમાં અથવા સ્ત્રી અન્ય સ્ત્રીમાં કામુક રસ લે અને એની સાથે પ્રગટ કામુક વ્યવહારો કરે તે સજાતીયતા. આધુનિક મત પ્રમાણે, જે વ્યક્તિની પ્રાથમિક મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક…

વધુ વાંચો >

સલાહ (counselling)

સલાહ (counselling) : વ્યક્તિની પોતાને વિશેની અને પોતાના પર્યાવરણ વિશેની સમજ વધારવામાં અને તેને પોતાનાં મૂલ્યો અને લક્ષ્યો વિકસાવવામાં મદદ કરનારી ક્રિયા. સલાહક્રિયામાં બે પક્ષો હોય છે : (1) અસીલ અથવા સલાહાર્થી અને (2) સલાહકાર. સલાહ માંગનારને સલાહાર્થી અને આપનારને સલાહકાર કહે છે. વ્યવસ્થિત કે મનોવૈજ્ઞાનિક સલાહ, સગાંઓ-મિત્રો-વડીલો વગેરેની ભલામણો,…

વધુ વાંચો >