માનસશાસ્ત્ર
બિને-સાયમન બુદ્ધિકસોટીઓ
બિને-સાયમન બુદ્ધિકસોટીઓ : ફ્રેંચ મનોવિજ્ઞાની બિનેએ સાયમનની મદદથી તૈયાર કરેલી મનોમાપનની કસોટીઓ. આલ્ફ્રેડ બિનેએ 1905માં પ્રથમ બુદ્ધિકસોટી તૈયાર કરી મનોવિજ્ઞાનમાં માપનના ક્ષેત્રે એક હરણફાળ ભરી એમ કહેવાય. બિને અને તેના સહકાર્યકરો વર્ષો સુધી બુદ્ધિમાપન માટે સંશોધન કરતા રહ્યા. હસ્તાક્ષરમાપન જેવી ઘણી બધી રીતો અજમાવી જોઈ; પણ આ બધાંને અંતે લાગ્યું…
વધુ વાંચો >બુદ્ધિ અને બુદ્ધિમાપન
બુદ્ધિ અને બુદ્ધિમાપન મનની એક શક્તિ અને તેનું માપન. બુદ્ધિ મનની એક શક્તિ ગણાય છે. પરંતુ એના સ્વરૂપ અંગે અનેક મતમતાંતર છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને મનની એક સાર્વત્રિક શક્તિ માને છે, જે દરેક મનુષ્યને તેના જન્મથી મળે છે. એ કુદરતી શક્તિ વાતાવરણની અસરથી તેના આવિર્ભાવમાં ભિન્ન દેખાય છે, પણ તેની…
વધુ વાંચો >બોધન
બોધન (cognition) : સભાન જીવનનાં લાગણી (affection) અને ક્રિયા કરવાનો સંકલ્પ (conation) એ બે પાસાં સિવાયનું ત્રીજું પાસું. જેમ કે ધ્યાન આપવું, પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું, સમજવું, સ્મરણ કરવું, કલ્પના કરવી અને સર્જવું, પ્રત્યયો (ખ્યાલો) રચીને ભાષા વડે વ્યક્ત કરવા, નિર્ણયો કરવા, સમસ્યાઓ ઉકેલવી અને તર્ક કરવા જેવી વિવિધ જ્ઞાનસંબંધી ક્રિયાઓનો…
વધુ વાંચો >બોધનાત્મક વિસંવાદિતા
બોધનાત્મક વિસંવાદિતા (cognitive dissonance) : એક એવી અણગમતી માનસિક સ્થિતિ, જેમાં વ્યક્તિ બે પરસ્પર અસંગત માન્યતાઓ અનુભવે છે. માણસ આસપાસના વિશ્વનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે. તે અત્યારે પ્રાપ્ત થતા અનુભવોને ભૂતકાળના તેમજ બીજા લોકોના અનુભવો સાથે સરખાવતો રહે છે. એ તુલના દ્વારા તે પોતાના અનુભવોમાં સુસંગતતા શોધે છે,…
વધુ વાંચો >ભય
ભય : મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ, એક પ્રકારનો આવેગ. તે મનુષ્ય સમેત તમામ પ્રાણીમાં જોવા મળે છે. ભય એટલે વાસ્તવિક અથવા પ્રત્યક્ષીકૃત (perceived) ધમકીરૂપ પરિસ્થિતિ પ્રત્યેની એવી તીવ્ર ઉત્તેજનાભરી પ્રતિક્રિયા કે જે વિવિધ આંતરિક શારીરિક ફેરફારો દ્વારા તથા પલાયન કે પરિહારના વર્તન દ્વારા પ્રગટ થાય છે. ભયના આવેગની અનુભૂતિ સ્વયંસંચાલિત મજ્જાતંત્રને સક્રિય…
વધુ વાંચો >ભયાવરોધ
ભયાવરોધ (deterrence) : કોઈ એક મહાસત્તાની પરમાણુતાકાત, જેથી પ્રતિસ્પર્ધી મહાસત્તાને હુમલો કરતાં રોકી શકાય એ પ્રકારની વ્યૂહરચના. મૂળ લૅટિન ભાષાના ‘deterrence’ શબ્દનો અર્થ છે ગભરાટ ઊભો કરવો. ‘ભયાવરોધ’ શબ્દનો વ્યાપક ઉપયોગ પરમાણુયગથી શરૂ થયો. 1949 સુધી અમેરિકા આવાં શસ્ત્રો પર ઇજારો ધરાવતું હતું અને આ ક્ષેત્રે સોવિયેત સંઘ પર સરસાઈ…
વધુ વાંચો >ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન
ભિન્નતાલક્ષી મનોવિજ્ઞાન (differential psychology) : વર્તનમાં રહેલા વ્યક્તિગત (અને કેટલાક જૂથગત) ભેદોનું વસ્તુલક્ષી ગુણાત્મક અને સંખ્યાત્મક અન્વેષણ કરતું વિજ્ઞાન. માણસોની ભિન્નતાઓ બે પ્રકારની હોય છે : (1) એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ વચ્ચેના તફાવતો અને (2) એક જ વ્યક્તિમાં જુદા જુદા સમયે પ્રગટતા તફાવતો. ચહેરાનો આકાર, કે વ્યક્તિત્વ-લક્ષણો ગુણાત્મક ભેદો…
વધુ વાંચો >ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination)
ભેદભાવ (ભેદભાવયુક્ત વ્યવહાર) (discrimination) : જે લોકો ખરેખર સમાન છે અને જેમને સમાન ગણવા જોઈએ એમના પ્રત્યેનો અસમાન વર્તાવ. અપ્રસ્તુત કારણો આપીને કે ગેરવાજબી અવરોધો સર્જીને લોકોને સરખી તક કે સરખા હક આપવાનો ઇનકાર કરવો એ ભેદભાવયુક્ત વ્યવહાર છે. બધી વ્યક્તિઓ કે બધાં જૂથો તરફ સમષ્ટિ અને સમભાવ રાખીને સમાન…
વધુ વાંચો >મતિપ્રક્ષાલન
મતિપ્રક્ષાલન (brainwashing) : વ્યક્તિને સહેતુક વિચારશૂન્ય કરી અન્ય મતનું આરોપણ કરવાની પદ્ધતિ. આ હેતુ માનસિક યાતના યા અન્ય માર્ગે સિદ્ધ કરવામાં આવે છે. આ પદ્ધતિના મુખ્ય ત્રણ તબક્કાઓ છે : પ્રથમ તબક્કામાં સજા પામનાર વ્યક્તિને તેના અન્ય તમામ સાથીઓ કે સહકર્મચારીઓથી અલગ કે તદ્દન વિખૂટી પાડી દેવામાં આવે છે. વળી…
વધુ વાંચો >મનશ્ચિકિત્સા
મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય…
વધુ વાંચો >