મહેશ ચોકસી

બૉરમૅન, ફ્રૅન્ક

બૉરમૅન, ફ્રૅન્ક (જ. 1928, ગેરી, ઇલિનૉઈ) : અમેરિકાના પ્રસિદ્ધ અવકાશયાત્રી. તેમણે  વેસ્ટ પૉઇન્ટ ખાતે તાલીમ લીધી હતી; 1951–56ના સમય દરમિયાન તેમણે વાયુદળના વિમાની તરીકે ફરજ બજાવેલી. ત્યારપછી તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં ‘એરોનૉટિકલ એન્જિનિયરિંગ’નો અભ્યાસ કર્યો. એ પછી વેસ્ટ પૉઇન્ટ તથા એરોસ્પેસ રિસર્ચ પાઇલટ્સ સ્કૂલમાં તાલીમશિક્ષણ આપ્યું. 1962માં ‘નાસા’(NASA)એ અવકાશયાત્રી…

વધુ વાંચો >

બૉરમૅન, માર્ટિન

બૉરમૅન, માર્ટિન (જ. 1900, હેલ્બર સ્ટેટ, જર્મની; અ. 1945 ?) : ચર્ચાસ્પદ બનેલા નાઝી રાજકારણી. તેમણે 1923માં, નિષ્ફળ નીવડેલા મ્યુનિકના બળવામાં ભાગ લીધો હતો. પછી તેઓ હિટલરના સૌથી નિકટના સલાહકાર બની રહ્યા. 1941માં તેઓ પક્ષના ચાન્સેલર બન્યા અને છેક છેલ્લી ક્ષણો સુધી તેઓ હિટલરની સાથે જ રહ્યા. તેમનું પોતાનું શું…

વધુ વાંચો >

બૉરૉત્રા, જ્યાં

બૉરૉત્રા, જ્યાં (જ. 1898, ફ્રાન્સ; અ. 1994) : ટેનિસના ખેલાડી. વિમ્બલડન ખાતે પુરુષોની સિંગલ્સ રમતમાં 1924માં તેઓ વિજેતા બન્યા હતા. અસાધારણ સ્ફૂર્તિ, ચપળતા તથા કૌશલ્યના કારણે તેઓ લગભગ 80 વર્ષની વયે પણ ‘વેટરન્સ ઇવેન્ટ’માં સ્પર્ધા કરી શક્યા હતા. 1927થી 1932ના સમયગાળા દરમિયાન ફ્રેન્ચ તથા ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયનશિપના વિજેતા બનવા ઉપરાંત તેઓ…

વધુ વાંચો >

બૉર્ગ, બૉર્ન

બૉર્ગ, બૉર્ન (જ. 1956; સૉડર ટ્રાલ્જ, સ્વીડન, ) : નામી ટેનિસ-ખેલાડી. ટેનિસની રમત પર લક્ષ કેન્દ્રિત કરવા 14 વર્ષની વયે તેમણે શાળાનો અભ્યાસ છોડી દીધો. 15 વર્ષની વયે તેઓ સ્વીડિશ ડૅવિસ કપ માટેની ટીમ માટે પસંદગી પામ્યા. 16 વર્ષની વયે તો તેઓ વિમ્બલડનના જુનિયર ચૅમ્પિયન બન્યા. 1976માં તેઓ વિમ્બલડન સિંગલ…

વધુ વાંચો >

બૉર્ગલ્મ (જૉન) ગટ્ઝૉન

બૉર્ગલ્મ (જૉન) ગટ્ઝૉન (જ. 1867, સેંટ ચાર્લ્સ, ઇડાહો; અ. 1941) : નિષ્ણાત શિલ્પી. વિશાળકાય શિલ્પ-સર્જનો માટે તેઓ જાણીતા થયેલા. તેમનું સૌથી વિશેષ પ્રતિષ્ઠા પામેલું મહાસર્જન તે માઉન્ટ રસ્મૉર નૅશનલ મેમૉરિયલ. વિશાળ પર્વતની એક બાજુની ગિરિમાળામાં તે ઝીણવટપૂર્વક કોતરીને કંડારવામાં આવ્યું છે. 1939માં તે પૂરું થયું. બીજાં વિશાળકાય શિલ્પોમાં અમેરિકાના કૅપિટૉલ…

વધુ વાંચો >

બૉર્ડર, એલન (રૉબર્ટ)

બૉર્ડર, એલન (રૉબર્ટ) (જ. 1955, સિડની, ઑસ્ટ્રેલિયા) : નામાંકિત ક્રિકેટ-ખેલાડી. તેમણે સિડની ખાતે શિક્ષણ લીધું હતું. 1977માં તેમણે ક્રિકેટ-ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1978–79માં ઇંગ્લૅન્ડ સામેની મૅચથી તેમણે ટેસ્ટ ક્રિકેટનો આરંભ કર્યો. 1984–85માં તેઓ કૅપ્ટનપદે નિયુક્ત થયા. તેમની નેતાગીરી હેઠળ, ઑસ્ટ્રેલિયાની ટીમ સૌથી વધુ સફળતા પામતી રહી. તેમણે 1989માં ‘ઍશિઝ’નો…

વધુ વાંચો >

બૉલ, ચાર્લ્સ ઑલિન

બૉલ, ચાર્લ્સ ઑલિન (જ. 1893, ઍબિલિન, કૅન્સાસ; અ. 1970) : નામાંકિત અને નિષ્ણાત આહારવિષયક ટૅકનૉલૉજિસ્ટ. 1919થી 1922 દરમિયાન તેઓ જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સ્કૂલમાં હતા ત્યારે જ નૅશનલ કૅનર્સ એસોસિયેશન માટે, કૅનમાં ભરેલી ખાદ્ય સામગ્રીને જીવાણુરહિત બનાવવાની પ્રક્રિયાની શોધ કરી હતી. 1922થી 1941 દરમિયાન ઇલિનૉઇસ તથા ન્યૂયૉર્ક ખાતે આવેલી અમેરિકન…

વધુ વાંચો >

બૉલ, લ્યૂસિલી

બૉલ, લ્યૂસિલી (જ. 1911, સેલારૉન, ન્યૂયૉર્ક; અ. 1989) : વિખ્યાત હાસ્ય-અભિનેત્રી. શૈશવકાળથી જ તેમણે શોખ રૂપે અભિનય કરવા માંડ્યો હતો. ત્યારપછી તેમણે મૉડલ તરીકે અને સમૂહ ગાયકવૃંદમાં કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ હોલિવુડ ગયાં. ઉત્સાહથી થનગનતી આ યુવાપ્રતિભા, તેમના લાક્ષણિક કંઠની સાથોસાથ નિર્દોષ હાવભાવ કરી શકતાં. 1951માં તેમણે ટેલિવિઝનમાં કામ કરવાનો…

વધુ વાંચો >

બૉલ, હેનરિશ

બૉલ, હેનરિશ (જ. 21 ડિસેમ્બર 1917, કૉલોન, જર્મની; અ. 1985) :  નામી લેખક અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી જર્મનીની વેદનાઓ આલેખનાર નોબેલવિજેતા નવલકથાકાર. 1937માં હાઈસ્કૂલમાંથી સ્નાતક બન્યા બાદ બુકસેલર તરીકે કામ કર્યું. 1938થી શ્રમસેવામાં દાખલ થયા અને 6 વર્ષ સુધી જર્મન લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ બાદ કૉલોનમાં…

વધુ વાંચો >

બૉસ્ટન, રાલ્ફ

બૉસ્ટન, રાલ્ફ (જ. 1939, બૉરેલ, મૅસેચુસેટ્સ) : અમેરિકાના રમતવીર. 1960ના દશકામાં લાંબા કૂદકાના તેઓ અગ્રણી ખેલાડી બની રહ્યા. તેમણે 3 ચંદ્રક મેળવવાનો એક લાક્ષણિક વિક્રમ સ્થાપ્યો. 1960માં રોમ ખાતેની ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચંદ્રક; 1964માં ટોકિયો ખાતેની રમતોમાં રજતચંદ્રક અને 1968માં મેક્સિકો ખાતેની રમતોમાં કાંસ્ય-ચંદ્રક એમ લગાતાર 3 વાર ઑલિમ્પિકોમાં ચંદ્રક-વિજેતા બન્યા…

વધુ વાંચો >