બૉર્ગલ્મ (જૉન) ગટ્ઝૉન

January, 2001

બૉર્ગલ્મ (જૉન) ગટ્ઝૉન (જ. 1867, સેંટ ચાર્લ્સ, ઇડાહો; અ. 1941) : નિષ્ણાત શિલ્પી. વિશાળકાય શિલ્પ-સર્જનો માટે તેઓ જાણીતા થયેલા. તેમનું સૌથી વિશેષ પ્રતિષ્ઠા પામેલું મહાસર્જન તે માઉન્ટ રસ્મૉર નૅશનલ મેમૉરિયલ. વિશાળ પર્વતની એક બાજુની ગિરિમાળામાં તે ઝીણવટપૂર્વક કોતરીને કંડારવામાં આવ્યું છે. 1939માં તે પૂરું થયું. બીજાં વિશાળકાય શિલ્પોમાં અમેરિકાના કૅપિટૉલ રૉટુન્ડમાં આવેલ લિંકનના મસ્તકના મહાશિલ્પનો સમાવેશ થાય છે.

મહેશ ચોકસી