મરાઠી સાહિત્ય
ધુત્તકખાણ
ધુત્તકખાણ (धूर्ताख्यान) (ઈ. સ.ની આઠમી સદી) : આચાર્ય હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના. હરિભદ્રસૂરિએ મહાભારત, રામાયણ, પુરાણ જેવા ગ્રંથોની કથાઓ પર વ્યંગ્યાત્મક પ્રહાર કરી તેમની અસાર્થકતા, અસંભવિતતા અને અવિશ્વસનીયતા સિદ્ધ કરવા કટાક્ષમય શૈલીમાં પાંચ ધૂર્તોની કથા ‘ધૂર્તાખ્યાન’માં રજૂ કરી છે. આ કલ્પિત કથા પુરાણગ્રંથોની નિસ્સારતા અને અસંગતિ દર્શાવવા તાકે છે. તેની ભાષા…
વધુ વાંચો >ધોંડ, મધુકર વાસુદેવ
ધોંડ, મધુકર વાસુદેવ (જ. 3 ઑક્ટોબર 1914, મુંબઈ; અ. 5 ડિસેમ્બર, 2007) : મરાઠી વિદ્વાન-વિવેચક, પ્રાધ્યાપક અને સંગીતજ્ઞ. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘જ્ઞાનેશ્વરીતીલ લૌકિક સૃષ્ટિ’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને શૈક્ષણિક જીવનમાં ‘દાદોબા પાંડુરંગ તારખડકર સુવર્ણચંદ્રક’ મેળવ્યો. તેમણે…
વધુ વાંચો >નગરકર, કિરણ
નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…
વધુ વાંચો >નાટ્યનિકેતન
નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને…
વધુ વાંચો >નાટ્યાચાર્ય દેવળ
નાટ્યાચાર્ય દેવળ (1967) : મરાઠી જીવનચરિત્ર. મરાઠી રંગભૂમિના વિકાસમાં ગોવિંદ બલ્લાળ દેવળનું વિશિષ્ટ સ્થાન છે. મરાઠી સંગીતનાટકની પરંપરાને એમણે ઘટ્ટ સ્વરૂપ આપ્યું અને અનેક સંગીતનાટકો લખ્યાં અને એની ભજવણી વિશે માર્ગદર્શન આપ્યું તથા અનેકને નાટ્યલેખન તથા અભિનય વિશે શિક્ષણ આપ્યું; એ કારણે એ નાટ્યાચાર્યનું બિરુદ પામ્યા. એમનાં પોતાનાં રચેલાં અને…
વધુ વાંચો >નાડકર્ણી, જ્ઞાનેશ્વર
નાડકર્ણી, જ્ઞાનેશ્વર (જ. 21 મે 1928, મુંબઈ; અ. 23 ડિસેમ્બર 2010) : મરાઠી લેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ.. ત્યારબાદ કેટલાંય વર્ષો સુધી કૉલેજમાં અધ્યાપન કર્યું અને પછી પત્રકાર બન્યા. એ ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કલા-સમીક્ષક હતા. એમના ચાર વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે : ‘પાઉસ’ (1956), ‘ભરતી’ (1958), ‘ચિદઘોષ’ (1966) તથા…
વધુ વાંચો >નામદેવ
નામદેવ (જ. 1270, નરસી નાહમણિ; અ. 1350, પંઢરપુર) : મરાઠી સંત કવિ. કુટુંબ મૂળ સતારાનું. પિતા દામાશેઠ, અને માતા ગોણાઈ. પિતા દરજીના વ્યવસાય ઉપરાંત કાપડનો વેપાર કરતા. દામાશેઠ વિઠોબાના પરમ ભક્ત. નાનપણથી જ નામદેવ ભક્તિના રંગે રંગાયેલા. વૈરાગ્યવૃત્તિ ચિત્તમાં સ્થપાયેલી. આમાંથી એમને સંસાર તરફ વાળવા રાજાઈ નામની કન્યા જોડે એમના…
વધુ વાંચો >નેમાડે, ભાલચંદ્ર
નેમાડે, ભાલચંદ્ર (જ. 27 મે 1938, સાંગલી, તાલુકા રાવેર, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યકાર તથા વર્ષ 2014ના બહુપ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ નેમાજી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લીધા બાદ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ત્યાંની જ ડેક્કન કૉલેજમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી, સમયાંતરે મુંબઈ…
વધુ વાંચો >પટવર્ધન, વસુંધરા
પટવર્ધન, વસુંધરા (જ. 18 એપ્રિલ 1917; અ. 3 સપ્ટેમ્બર 2010, પુણે) : મરાઠી લેખિકા. મરાઠી સાત ધોરણ તથા અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. ઉપરાંત તેમણે મરાઠીમાં ‘સાહિત્ય-વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી. બાળવાર્તાસંગ્રહો ઉપરાંત બે નવલકથાઓ ‘પ્રીતીચી હાક’ (1951) અને ‘નેત્રા’ (1967), ત્રણ નાટકો ‘ચારમિનાર’, ‘પુત્રવતી ભવ’ અને ‘હિરકણી’ (1954), અમેરિકાની…
વધુ વાંચો >પઠારે, રંગનાથ
પઠારે, રંગનાથ (જ. 1950, જવાલે, જિ. અહમદનગર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના જાણીતા નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમની ઉત્તમ નવલકથા ‘તામ્રપટ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી. તથા એમ. ફિલ.ની પદવીઓ મેળવી છે. 1973થી તેઓ અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ મરાઠી ઉપરાંત…
વધુ વાંચો >