ભૌતિકશાસ્ત્ર

અવપાત

અવપાત (fallout) : વાતાવરણમાંથી પૃથ્વી પર નીચે આવતો વિકિરણધર્મી (radioactive) પદાર્થો રૂપી કચરો (debris). આવા પદાર્થો ત્રણ કારણોને લીધે ઉત્પન્ન થાય છે : (1) કુદરતી, (2) ન્યૂક્લિયર અને થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ અને (3) પરમાણુ-રિયૅક્ટરમાં ચાલતી વિખંડન(fission)ક્રિયાને કારણે પેદા થતા વિકિરણધર્મી પદાર્થો. વાતાવરણમાં કૉસ્મિક કિરણોને લીધે કાર્બન અને હાઇડ્રોજનના વિકિરણધર્મી સમસ્થાનિકો પેદા…

વધુ વાંચો >

અવમંદન

અવમંદન (damping) : દોલાયમાન (oscillating) વસ્તુ કે પ્રણાલીની કંપનગતિનું લુપ્ત કે શાંત થઈ જવું તે. કંપનો કે દોલનો અટકી જવાનું કારણ પ્રણાલીની ઊર્જાનો અપવ્યયકારી બળો મારફત થતો હ્રાસ છે; દાખલા તરીકે, ગતિમાં મૂકેલ લોલક છેવટે અટકી જાય છે; વસ્તુનાં કંપનો અટકી જતાં અવાજ શમી જાય છે અને પગની ઠેસથી ઊર્જા…

વધુ વાંચો >

અવરોધ

અવરોધ (resistance) : વિદ્યુત-પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના માર્ગમાં આવતું નડતર. અવરોધનું કાર્ય વિદ્યુતપ્રવાહને અવરોધવાનું છે. આથી વિદ્યુત-પરિપથમાં અવરોધને પાર કરવા માટે  પૂરતા પ્રબળ વિદ્યુતચાલક બળ(electromotive force)ની જરૂર પડે છે. આવું વિદ્યુતચાલક બળ વિદ્યુતપ્રવાહનું નિર્માણ કરતા વિદ્યુતભારોને ઊર્જા પૂરી પાડે છે. વાહકના અવરોધને કારણે ઊર્જાનો વ્યય થતો હોય…

વધુ વાંચો >

અવશિષ્ટ વિકિરણ

અવશિષ્ટ વિકિરણ (residual radiation, restrahlen) : પારદર્શક સ્ફટિકની સપાટી ઉપર પડતા પ્રકાશની આવૃત્તિ (frequency) અને  સ્ફટિકનાં આયનોની કંપન-આવૃત્તિ (frequency of vibrations of ions) લગભગ સમાન હોય ત્યારે વરણાત્મક રીતે (selectively) પરાવર્તિત થતો પ્રકાશ. Restrahlen શબ્દ જર્મન ભાષાનો છે. પારદર્શક સ્ફટિક ઉપર પડતા પ્રકાશનો મોટોભાગ તેમાંથી પસાર થઈ જાય છે, કેટલોક…

વધુ વાંચો >

અવશોષણ

અવશોષણ (absorption) : એક દ્રવ્યનું બીજા દ્રવ્ય વડે શોષણ (દા.ત., વાયુનું પ્રવાહીમાં શોષણ, શાહીચૂસ વડે શાહીનું શોષણ વગેરે) અથવા કોઈ માધ્યમમાંથી પસાર થતા વિકિરણ(radiation)ની ઊર્જાનું તે માધ્યમ વડે થતું શોષણ. અવશોષણ દ્રવ્યના સમગ્ર જથ્થાને અસર કરે છે, જ્યારે અધિશોષણ (adsorption) ફક્ત સપાટી પૂરતું મર્યાદિત રહે છે. તરંગરૂપ (અથવા કણરૂપ) વિકિરણ…

વધુ વાંચો >

અસરકારક તાપમાન

અસરકારક તાપમાન (effective temperature) : ખગોલીય જ્યોતિ(astronomical body)ની સમગ્ર સપાટી ઉપરથી ઉત્સર્જિત થતાં બધાં વિકિરણોના માપન વડે નક્કી થતું તે જ્યોતિની સપાટીનું સરેરાશ તાપમાન. સ્ટીફન-બોલ્ટ્સમાન કે પ્લાંકના વિકિરણોના નિયમો અનુસાર, જ્યોતિ દ્વારા ઉત્સર્જિત વિકિરણોની ઊર્જા અને તેની સપાટીનું તાપમાન પરસ્પર સંકળાયેલાં છે. આમાં ધારણા એવી છે કે ખગોલીય જ્યોતિ સંપૂર્ણ…

વધુ વાંચો >

અંતિમ વેગ

અંતિમ વેગ (terminal velocity) : તરલ(વાયુ કે પ્રવાહી)માં મુક્ત રીતે અધોદિશામાં પ્રયાણ કરતા પદાર્થે ધારણ કરેલો અચળ (constant) વેગ. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી પૃથ્વી પર પડવા દેવામાં આવે ત્યારે તેના ઉપર અધોદિશામાં ગુરુત્વાકર્ષણબળ અને ઊર્ધ્વ દિશામાં હવાનું અવરોધક બળ લાગે છે. આ રીતે પતન કરતા પદાર્થનો વેગ વધતાં વધતાં છેવટે અચળ…

વધુ વાંચો >

અંતિમ હિમ-અશ્માવલિ

અંતિમ હિમ–અશ્માવલિ (terminal moraine) : હિમનદીના અંતિમ ભાગમાં તેની વહનક્રિયા દ્વારા એકત્રિત થયેલો વિભાજિત ખડક-ટુકડાઓનો ઢગ. હિમનદીના માર્ગની આડે, તેના પૂરા થતા છેક છેડાના પટ પર, જ્યાંથી બરફ પીગળીને પાણી સ્વરૂપે આગળ વહી જાય, એવી હિમનદીની પીગળતી જતી સ્થિર કિનારી પર, ખેંચાઈ આવેલો ખડક-ટુકડાઓનો જથ્થો એકત્રિત થઈને ઢગ સ્વરૂપે પથરાય…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇન, આલ્બર્ટ

આઇન્સ્ટાઇન, આલ્બર્ટ [જ. 14 માર્ચ 1879, ઉલ્મ (જર્મની); અ. 18 એપ્રિલ 1955, પ્રિન્સ્ટન (અમેરિકા)] : નોબેલ પારિતોષિકવિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ. સાપેક્ષતા (relativity) સિદ્ધાંતના સ્થાપક. જન્મને બીજે જ વર્ષે વતન ઉલ્મ છોડીને પિતા હર્મન આઇન્સ્ટાઇન મ્યુનિકમાં સકુટુંબ સ્થિર થયેલા. આલ્બર્ટ બોલતાં ઘણું મોડું શીખેલો. પ્રાથમિક શિક્ષણ કૅથલિક શાળામાં પૂરું કરીને…

વધુ વાંચો >

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન-ઊર્જા સમીકરણ

આઇન્સ્ટાઇનનું દ્રવ્યમાન–ઊર્જા સમીકરણ : આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અનુસાર દ્રવ્ય અને ઊર્જાના પરસ્પર રૂપાંતરણ (interconversion) અંગેનું સમીકરણ E = mc2, જ્યાં m = દળ કિગ્રા., c = વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ (3 x 108 મી. પ્રતિ સેકન્ડ શૂન્યાવકાશમાં), E = ઊર્જા જુલસના એકમમાં. દળ તથા ઊર્જાના સંચય (conservation) અંગેના અલગ નિયમોને બદલે દ્રવ્ય-ઊર્જા-સંચયનો…

વધુ વાંચો >