ભૌતિકશાસ્ત્ર

આઉગર અસર

આઉગર અસર : જુઓ, ઓઝુ અસર

વધુ વાંચો >

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu)

આકાસાકી, ઇસામુ (Akasaki, Isamu) (જ. 30 જાન્યુઆરી 1929, કાગોશિમા પ્રીફૅક્ચર, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને શૂજી નાકામુરા તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. આકાસાકીએ 1952માં ક્યોટો યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને 1964માં નાગોયા…

વધુ વાંચો >

આદર્શ વાયુ

આદર્શ વાયુ (perfect/ideal gas) : સામાન્ય વાયુ નિયમ, PV = KT પ્રમાણે વર્તનાર વાયુ. આ સમીકરણ અવસ્થા સમીકરણ (equation of state) તરીકે પણ ઓળખાય છે. દબાણ, કદ તથા નિરપેક્ષ તાપમાનના ફેરફાર દરમિયાન વાયુની સ્થૂળ વર્તણૂક સમજાવવા માટે તે પૂરતું છે. આ સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય, જ્યાં વાયુના જથ્થાને મોલમાં…

વધુ વાંચો >

આયનન-કક્ષ

આયનન-કક્ષ (Ionisation Chamber) : વિકિરણ(radiation)ની તીવ્રતા નક્કી કરવા અથવા વિદ્યુતભારયુક્ત કણોની ગણતરી કરવા માટે વપરાતું એક અભિજ્ઞાપક (detector). તેની રચનામાં વાયુથી ભરેલા એક નળાકારની અક્ષની દિશામાંથી પસાર થતો એક તાર હોય છે. તારની સાપેક્ષ નળાકારની દીવાલને ઋણ વોલ્ટતા (voltage) આપીને વિદ્યુતક્ષેત્ર નિભાવવામાં આવે છે. ફોટૉન કે વિદ્યુતભારયુક્ત કણ કક્ષમાં પ્રવેશે…

વધુ વાંચો >

આયનપંપ

આયનપંપ (Ion pump) : પાત્રમાંનું દબાણ 1 નૅનોપાસ્કલ જેટલું નીચું લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો એક પ્રકારનો નિર્વાતક પંપ (vacuum pump). આ પંપ 1 માઇક્રોપાસ્કલ જેટલા નીચા દબાણે ઉપયોગી છે. અન્ય રીતો વડે પાત્રમાંનું દબાણ પૂરતું નીચું લાવી અવશેષી (residual) વાયુમાં ઇલેક્ટ્રૉનનો પુંજ (beam) પસાર કરવામાં આવતાં વાયુનું આયનીકરણ થાય…

વધુ વાંચો >

આયનમંડળ

આયનમંડળ (Ionosphere) : વાયુમંડળના અંતર્ગત ભાગરૂપ ઉચ્ચસ્તર, જેમાં ઇલેક્ટ્રૉન તથા આયનો જેવા મુક્ત વીજભારિત કણોનું પ્રમાણ રેડિયોતરંગોના સંચારણ(transmission)ને અસર કરે તેટલું હોય. પૃથ્વીનું આયનમંડળ મહદંશે 60થી 600 કિમી. ઊંચાઈ સુધીના વિસ્તારમાં આવેલું ગણાય છે; જોકે તેની ઉપલી સીમા 1,000 કિમી. કરતાં પણ વધારે ઊંચાઈએ હોય છે. આયનમંડળ D, E, F…

વધુ વાંચો >

આયનયુગ્મ

આયનયુગ્મ (ion pair) : પરસ્પર વિરુદ્ધ (ધન અને ઋણ) વીજભાર ધરાવતા કણો(સામાન્ય રીતે વીજભારિત પરમાણુઓ કે અણુઓ)નું દ્વિક (duplex). ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આયનયુગ્મ એટલે તટસ્થ પરમાણુ/અણુને પૂરતી ઊર્જા આપવાથી તેનું સમક્ષણિક રીતે (simultaneously) ધન અને ઋણ વીજભારવાળા બે ટુકડાઓમાં (અનુક્રમે ધનાયન અને ઋણાયનમાં) વિભાજન થઈ, બંનેના એકસાથે રહેવાથી અસ્તિત્વમાં આવતું જોડકું.…

વધુ વાંચો >

આયનવિનિમય

આયનવિનિમય (ion-exchange) : ઘન પદાર્થના ચલાયમાન (mobile) જલયોજિત (hydrated) આયનો અને દ્રાવણમાંના સમાન વીજભારિત આયનો વચ્ચે તુલ્ય-તુલ્ય (equivalent for equivalent) પ્રમાણમાં થતી વિનિમયરૂપ રાસાયણિક પ્રક્રિયા. આયન-વિનિમયકો (exchangers) ત્રિપરિમાણમાં જાળી જેવી રચના ધરાવે છે. વિનિમયકની ઘન આધાત્રી(matrix)ને લાગેલા વીજભારિત સમૂહોનું ચલાયમાન આયનો વડે તટસ્થીકરણ થયેલું હોય છે. વિનિમયકની સ્થાયી સમૂહો ઉપરનો…

વધુ વાંચો >

આયનવિરોધ

આયનવિરોધ (આયન-પ્રતિસ્પર્ધિતા, ion-antagonism) : વિરોધાભાસી આયનોના અસ્તિત્વથી કોષવ્યવહારમાં સધાતું સમતોલપણું. ભાલ પ્રદેશના નળ સરોવરમાં દરિયાનું પાણી ઠલવાય છે અને તેની ઊંડાઈ લગભગ 1-2 મીટર હોય છે. આ ખારા પાણીમાં ડૂબેલી water cactus-Najas marina L-નામની 25 સેમી.થી 50 સેમી. ઊંચાઈવાળી વનસ્પતિની ચાદર પથરાય છે. આ વનસ્પતિ સમુદ્રનાં ખારાં પાણીમાં ખૂબ જ…

વધુ વાંચો >

આયનવૃતિક વીજધ્રુવો

આયનવૃતિક વીજધ્રુવો (ion-selectiveelectrodes, ISE) : વિવિધ આયનો પ્રત્યે વરણાત્મક (selective) સંવેદનશીલતા ધરાવતા વીજધ્રુવો. શરૂઆતમાં આ વીજધ્રુવોને ‘વિશિષ્ટ આયન વીજધ્રુવો’ (specific-ion electrodes) કહેવામાં આવતા હતા; પણ આવા વીજધ્રુવો કોઈ એક આયન માટે વિશિષ્ટ (specific) ન હોતાં બીજા આયનોની સરખામણીમાં તે કોઈ એક આયન પ્રત્યે વરણક્ષમતા (વૃતિકતા, લક્ષિતા) (selectivity) ધરાવતા હોવાથી તેમને…

વધુ વાંચો >