ભૌતિકશાસ્ત્ર

અક્ષ

અક્ષ (axis) : જેની આસપાસ બિંદુ કે પદાર્થ પરિભ્રમણ કરે અથવા સમમિત (symmetry) રીતે ગોઠવાય તેવી કાલ્પનિક કે વાસ્તવિક સુરેખા. સમતલમાં આવેલા બિંદુનું સ્થાન તેના યામો(co-ordinates)થી દર્શાવાય છે. યામની ગણતરી કરવા માટે માનક સુરેખા ઉપયોગમાં લેવાય છે, જે અક્ષ તરીકે ઓળખાય છે. બિંદુ કે રૂઢ પદાર્થ કોઈ કલ્પિત સ્થિર સુરેખાની…

વધુ વાંચો >

અક્ષવિચલન

અક્ષવિચલન (nutation of axis) : પૃથ્વીની ધરી(અક્ષ)ની વિષુવાયન (precession) ગતિમાંની અનિયમિતતા. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તે જ સમતલમાં પૃથ્વીનું વિષુવવૃત્ત નથી. ચંદ્રની કક્ષાનું સમતલ પણ પૃથ્વીના વિષુવવૃત્તના સમતલ કરતાં જુદું છે. સૂર્ય અને ચંદ્રનાં આકર્ષણ પૃથ્વીના વિષુવવૃત્તને અનુક્રમે સૂર્ય અને ચંદ્રના સમતલમાં લાવવાનો પ્રયત્ન કરે છે. પણ પૃથ્વી…

વધુ વાંચો >

અણુ

અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…

વધુ વાંચો >

અણુનીતિ

અણુનીતિ : જુઓ, પરમાણુશસ્ત્રો

વધુ વાંચો >

અતિ ઉચ્ચ દબાણ ઘટના

અતિ ઉચ્ચ દબાણ ઘટના (ultra high pressure phenomenon) : અતિ ઉચ્ચ દબાણની અસર તળે પદાર્થના ગુણધર્મોમાં થતા ફેરફારો. આધુનિક વિજ્ઞાનમાં દબાણ માપવા માટેનો એકમ બાર (bar) છે. 1 બાર = 106 ડાઇન/સેમી.2 = 0.9869 વાતાવરણ(atmosphere)નું દબાણ; 103 બાર = 1 કિ.બાર (k bar), 106 બાર = 1 મેગાબાર. એકમોની આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

અતિતરલતા

અતિતરલતા (superfluidity) : અતિ નીચા તાપમાને પ્રવાહી હીલિયમ(He)નું ઘર્ષણરહિત પ્રવાહ રૂપે વહન. ‘અતિતરલતા’ શબ્દપ્રયોગ સૌપ્રથમ રશિયન વૈજ્ઞાનિક કેપિટ્ઝાએ 1938માં યોજ્યો હતો. એક વાતાવરણના દબાણે 4.2 K તાપમાને હીલિયમ વાયુ પ્રવાહી બને છે. આ તાપમાન કોઈ પણ પદાર્થના ઉત્કલનબિંદુ કરતાં નીચામાં નીચું છે. 4.2 K અને 2.19 Kની વચ્ચે પ્રવાહી હીલિયમ…

વધુ વાંચો >

અતિવાહકતા

અતિવાહકતા (super-conductivity) : અમુક પરિસ્થિતિમાં વિદ્યુતવહન સામેનો પ્રતિરોધ (અવરોધ, resistance) સંપૂર્ણપણે ગુમાવી દેવાનો પદાર્થનો ગુણધર્મ. સામાન્યપણે વાહક ધાતુઓ(અને મિશ્રધાતુઓ)માં વિદ્યુત વહન સામે થતો પ્રતિરોધ તાપમાનના ઘટાડા સાથે ઘટે છે, એટલે કે તેમની વાહકતા વધે છે. નિરપેક્ષ (absolute) શૂન્ય(0 K)ની આસપાસ કેટલીક ધાતુઓનો વિદ્યુત પ્રતિરોધ લગભગ શૂન્ય બની જતાં તેઓ અતિવાહકતાનો…

વધુ વાંચો >

અધિરોહણ

અધિરોહણ (epitaxy) : કોઈ પદાર્થના એકાકી (single) સ્ફટિક ઉપર બીજા પદાર્થનું અત્યંત પાતળું સ્તર નિક્ષિપ્ત (deposit) કરવું તે. સ્ફટિકના પદાર્થ અને સ્તરના પદાર્થ વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. અધિરોહણ કરેલા સ્તરનું સ્ફટિકીય બંધારણ, જે સ્ફટિક ઉપર તેને નિક્ષિપ્ત કરેલ હોય તેના બંધારણથી નિયંત્રિત થાય છે. આ પદ્ધતિમાં સિલિકોન અને…

વધુ વાંચો >

અધિસ્વર

અધિસ્વર (over-tone) : પ્રાકૃતિક આવૃત્તિ(natural frequency)ની ગુણક અધિક આવૃત્તિનો આંશિક સ્વર. પદાર્થની સપાટી ઉપર કોઈ જગ્યાએ ટકોરો મારી તેને કંપન કરાવતાં તેમજ તાર કે હવાના સ્તંભને કંપન કરાવતાં તે પોતાની પ્રાકૃતિક કે મૂળભૂત (natural) આવૃત્તિના સૂર કાઢે છે અને સાથે સાથે પ્રાકૃતિક આવૃત્તિની ગુણક અધિક આવૃત્તિનો તીણો સૂર પણ સંભળાય…

વધુ વાંચો >

અનિશ્ચિતતા સિદ્ધાંત

અનિશ્ચિતતા સિદ્ધાંત (uncertainty principle) : 1927માં જર્મન વૈજ્ઞાનિક હાઇઝેનબર્ગે પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત. તે માટે તેને 1932માં નોબેલ પારિતોષિક મળેલું. આ સિદ્ધાંત પ્રમાણે : ‘‘એક જ સમયે કોઈ ભૌતિક પ્રણાલીના બે જોડિયા ચલગુણધર્મોને ચોકસાઈપૂર્વક માપી શકાય નહિ.’’ પ્રશિષ્ટ (classical) યાંત્રિકીમાં પદાર્થનાં (i) સ્થાન અને વેગમાન (ii) ઊર્જા અને સમય અને (iii)…

વધુ વાંચો >