ભૌતિકશાસ્ત્ર

આયનિક પ્રબળતા

આયનિક પ્રબળતા (Ionic Strength) : દ્રાવણમાંના આયનોને લીધે ઉત્પન્ન થતા વૈદ્યુત ક્ષેત્રનું માપ દર્શાવતું ફલન. સંજ્ઞા I અથવા μ. આયનિક દ્રાવણોના ઘણા ગુણધર્મો આયનિક વીજભારો વચ્ચેની સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા(interaction)ને કારણે ઉદભવતા હોય છે. આ ફલન એ દ્રાવણમાં રહેલા વિદ્યુતીય પર્યાવરણનું માપ છે. 1921માં લૂઈસ અને રૅન્ડલે સક્રિયતાગુણાંક અને દ્રાવ્યતા…

વધુ વાંચો >

આયનિક બંધ

આયનિક બંધ (Ionic Bond) : વિરુદ્ધ વીજભારવાળા બે આયનો સ્થિરવૈદ્યુત (electrostatic) બળ દ્વારા પરસ્પર આકર્ષાઈ એકબીજા સાથે જોડાય ત્યારે ઉદભવતો બંધ. એક તરફ ધનવિદ્યુતીય ધાતુઓ જેવી કે આલ્કલી ધાતુઓ, આલ્કેલાઇન મૃદ્ (earth) ધાતુઓ કે લેન્થેનાઇડ ધાતુઓ અને બીજી બાજુ હેલોજન, ઑક્સિજન, સલ્ફર વગેરે ઋણવિદ્યુતી અધાતુઓ આયનિક બંધ દ્વારા સંયોજનો આપે…

વધુ વાંચો >

આયનિક સંતુલન

આયનિક સંતુલન (Ionic Equilibrium) : ઓછામાં ઓછી એક આયની જાતિ (ionic species)ઉત્પન્ન થાય, વપરાય કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સ્થાનાંતરિત થાય તેવી સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. આયનિક સંતુલન નીચે દર્શાવેલ બાબતોમાં રાસાયણિક સંતુલનને મળતું આવે છે. (1) જો આયનીકરણ ઉષ્માશોષક હોય તો લ શેટેલિયરના સિદ્ધાંત અનુસાર તાપમાનમાં વધારો થતાં આયનીકરણની માત્રામાં…

વધુ વાંચો >

આયનીકરણ

આયનીકરણ (ionization) : આયનીકરણ એટલે વિદ્યુતભારયુક્ત પરમાણુ કે અણુનું નિર્માણ. પરમાણુના કેન્દ્રમાંના પ્રોટૉન ઉપરનો ધન વિદ્યુતભાર અને કેન્દ્રકબાહ્ય (extranuclear) ઇલેક્ટ્રૉન ઉપરનો ઋણ વિદ્યુતભાર સરખા હોઈ પરમાણુ સમગ્ર રીતે તટસ્થ હોય છે. આથી ઇલેક્ટ્રૉન ગુમાવતાં તે ધનભારિત અને ઇલેક્ટ્રૉન ઉમેરાતાં તે ઋણભારિત બને છે. ઇલેક્ટ્રૉન દૂર કરવા માટેની જરૂરી ઊર્જાનો આયનીકરણ-વિભવ…

વધુ વાંચો >

આયનીકરણ-ઊર્જા

આયનીકરણ-ઊર્જા અથવા આયનીકરણ વિભવ (IonizationEnergy or Ionization Potential) : નિરપેક્ષ શૂન્ય (T = 0K) તાપમાને ભૂતલ અવસ્થામાં રહેલા કોઈ એક વિનિર્દિષ્ટ (specified) પરમાણુમાંથી એક ઇલેક્ટ્રૉનને એટલે દૂર લઈ જવા માટે જોઈતી ઊર્જા કે જેથી આયન અને ઇલેક્ટ્રૉન વચ્ચે સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા (interaction) ન હોય. સંજ્ઞા IM (અથવા IE અથવા…

વધુ વાંચો >

આર્કિમીડીઝનો સિદ્ધાંત

આર્કિમીડીઝનો સિદ્ધાંત : આર્કિમીડીઝે શોધેલો ભૌતિક વિજ્ઞાનનો ઉત્પ્લાવન(buoyancy)નો નિયમ. આ નિયમ અનુસાર સ્થિર તરલ-(fluid-વાયુ કે પ્રવાહી)માં, કોઈ પણ વસ્તુને સંપૂર્ણત: કે અંશત: ડુબાડતાં, તેની ઉપર ઊર્ધ્વ દિશામાં એક ઉત્પ્લાવક બળ (buoyant force) લાગે છે; જેની માત્રા (magnitude) વસ્તુ વડે સ્થળાંતરિત થતા તરલના વજન જેટલી હોય છે. સંપૂર્ણત: ડુબાડેલી વસ્તુ માટે…

વધુ વાંચો >

આર્કિમીડીઝ સ્ક્રૂ

આર્કિમીડીઝ સ્ક્રૂ : આર્કિમીડીઝે પાણી ચડાવવા માટે શોધેલો અને પ્રાચીન સમયથી વપરાતો એક પ્રકારનો પંપ. એક સળિયાની ફરતે સ્ક્રૂના આંટાની જેમ ભૂંગળી વીંટાળીને આ તૈયાર કરવામાં આવે છે. શરૂઆતમાં આની રચનામાં લાકડું, લાકડાની નમ્ય (flexible) પટ્ટીઓ તથા પાણી ચૂએ નહિ (જલઅભેદ્ય, water-proof) તે માટે ડામર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. સમગ્ર પ્રયુક્તિને…

વધુ વાંચો >

આર્કિમીડીઝ સ્ક્રૂવાહક

આર્કિમીડીઝ સ્ક્રૂવાહક : આર્કિમીડીઝ સ્ક્રૂના સિદ્ધાંત અનુસાર કોલસા, રાખ વગેરેનું વહન કરવા માટે વપરાતું સાધન. ખાસ કરીને કોલસાથી ચાલતાં વિદ્યુતમથકોમાં આ સાધનનો ઉપયોગ થાય છે. આર્કિમીડીઝ સ્ક્રૂ, આર્કિમીડીઝ નામના ગ્રીક વૈજ્ઞાનિકે ઈસુ પૂર્વેની ત્રીજી સદીમાં શોધ્યો હતો અને વહાણોમાં ભરાઈ જતા પાણીને ઉલેચવાના પંપ તરીકે તેનો ઉપયોગ થતો હતો. આ…

વધુ વાંચો >

આર્મસ્ટ્રૉંગ,એડવિન હાવર્ડ

આર્મસ્ટ્રૉંગ, એડવિન હાવર્ડ (જ. 18ડિસે.1890, ન્યૂયૉર્ક સિટી : અ. 11  ફેબ્રુ. 1954 ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન વિદ્યુત ઇજનેર અને વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ સમાવર્તન/અધિમિશ્રણ (Frequency Modulation-FM) પદ્ધતિના મૂળ શોધક. પિતા પ્રકાશક અને માતા શિક્ષિકા હતાં. આર્મસ્ટ્રૉંગને નાનપણથી યાંત્રિક રમકડાં અને સાધનોનો શોખ. ઍટલાન્ટિક મહાસાગરની પાર બિનતારી (wireless) સંદેશા મોકલવાના માર્કોનીના પરાક્રમથી…

વધુ વાંચો >

આલ્ફા-કણ

આલ્ફા-કણ : વિકિરણધર્મી (radioactive) પરમાણુમાંથી ઉત્સર્જિત થતો ઉચ્ચ ઊર્જા ધરાવતો ધન વિદ્યુતભારિત કણ. તે બે પ્રોટૉન અને ન્યૂટ્રૉન ધરાવે છે. આથી તે 2e જેટલો વિદ્યુતભાર ધરાવે છે, જ્યાં e ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર છે અને તેનું મૂલ્ય e = 1.66 x 10-19 છે. આલ્ફા-કણનું દળ (દ્રવ્યમાન) 4.00015 a.m.u. છે (1 a. m.…

વધુ વાંચો >