ભૌતિકશાસ્ત્ર

ટેલિસ્કોપ

ટેલિસ્કોપ : જુઓ, દૂરબીન

વધુ વાંચો >

ટેસ્લા, નિકોલા

ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્  પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે…

વધુ વાંચો >

ટોકામેક

ટોકામેક : પ્લાઝ્મા માટે સંવૃત અથવા પરિભ્રમણ પૃષ્ઠ (doughnut અથવા toroid) આકારની પરિરોધ(confinement)-પ્રણાલી. પ્લાઝ્મા વિદ્યુતભારિત અને તટસ્થ કણોનો વાયુરૂપ સમૂહ છે, જે સમગ્રપણે વિદ્યુત-તટસ્થ વર્તણૂક ધરાવે છે અને તે દ્રવ્યનું ચોથું સ્વરૂપ છે. ન્યૂક્લિયર સંગલન(fusion)થી મળતી ઊર્જા અગાધ અને શુદ્ધ હોય છે. આથી  આવી ઊર્જા પેદા કરવા માટે સક્રિય પ્રયત્નો…

વધુ વાંચો >

ટૉગલ મિકૅનિઝમ

ટૉગલ મિકૅનિઝમ : નાના ચાલક બળ વડે મોટા પ્રતિરોધ (resistance) ઉપર પ્રભુત્વ મેળવવા માટેની યંત્રરચના. કડીઓ વચ્ચેના સપાટ ખૂણાને સીધા કરીને તે રચના પ્રાપ્ત કરવામાં આવે છે. સાથેની આકૃતિમાં ટૉગલ યંત્રરચના દર્શાવેલ છે. આ યંત્રરચનામાં કડી 4 અને 5 સરખી લંબાઈની છે. ખૂણો a જેમ  ઘટતો જાય તેમ કડી 4…

વધુ વાંચો >

ટોમોનાગા, શિન-ઇચિરો

ટોમોનાગા, શિન-ઇચિરો (જ. 31 માર્ચ 1906, ક્યોટો, જાપાન; અ. 8 જુલાઈ 1979, ટોકિયો) : ફાઇનમેન અને શ્વિંગર સાથે, 1965નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર જાપાની ભૌતિકશાસ્ત્રી. તેમને આ પુરસ્કાર ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાયનેમિક્સ’ના સિદ્ધાંતને સાપેક્ષવાદના વિશિષ્ટ સિદ્ધાંત સાથે સુસંગત બનાવવા, તેમાં સૂચવેલા ફેરફારો માટે આપવામાં આવ્યો હતો. ક્યોટોની યુનિવર્સિટીમાંથી 1929માં સ્નાતક થઈ 1939માં…

વધુ વાંચો >

ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ

ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ (જ. 4 ફેબ્રુઆરી 1906, સ્ટ્રીટર, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 17 જાન્યુઆરી 1997, મેસિલ્લા પાર્ક, ન્યૂ મૅક્સિકો) : પ્લૂટોનો શોધક, અમેરિકી ખગોળશાસ્ત્રી. પિતાની વાડીમાં પડેલાં યંત્રોના ભંગારમાંથી ટૉમ્બોએ 23 સેમી.નું એક ટેલિસ્કોપ બનાવીને આકાશનિરીક્ષણ ચાલુ કરી દીધું હતું. નાની વયે ટૉમ્બો  ખગોળ તરફ આકર્ષાયા હતા. ખગોળનો આ…

વધુ વાંચો >

ટૉરિસેલી, ઇવાન્જેલિસ્તા

ટૉરિસેલી, ઇવાન્જેલિસ્તા (જ. 15 ઑક્ટોબર 1608, ફાયેન્ઝા રોમાગાના, ઇટાલી; અ. 25 ઑક્ટોબર 1647, ફ્લૉરેન્સ) : બૅરોમીટરની શોધ કરનાર ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી તથા જેમનું ભૌમિતિક કાર્ય સંકલન(integral calculus)નો  વિકાસ કરવામાં સહાયભૂત નીવડ્યું હતું તે ગણિતશાસ્ત્રી. ગૅલિલિયોના લખાણમાંથી પ્રેરણા મેળવી, યંત્રશાસ્ત્ર ઉપર ગતિને લગતો ‘દ મોતુ’ નામનો પ્રબંધ (treatise) લખ્યો, જેનાથી ગૅલિલિયો પ્રભાવિત…

વધુ વાંચો >

ટૉરિસેલીનું પ્રમેય

ટૉરિસેલીનું પ્રમેય (Torricelli’s theorem) : ઇવાન્જેલિસ્તા ટૉરિસેલીએ 1643માં પ્રવાહીની ઝડપ અંગે શોધેલો સંબંધ, જે તેમના નામ ઉપરથી ટૉરિસેલીના નિયમ, સિદ્ધાંત કે સૂત્ર તરીકે પણ ઓળખાય છે. ગુરુત્વબળની અસર નીચે કોઈ ટાંકીમાંના છિદ્ર(opening)માંથી વહેતા પ્રવાહીની ઝડપ v સંયુક્ત રીતે, પ્રવાહીની સપાટી અને છિદ્રના મધ્યબિંદુ વચ્ચેના લંબ અંતર ‘h’ના વર્ગમૂળ અને ગુરુત્વ-પ્રવેગના…

વધુ વાંચો >

ટૉર્પીડો

ટૉર્પીડો : નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે 30થી 40 નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા 3,500થી 9,000 મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી…

વધુ વાંચો >

ટ્યૂબલાઇટ

ટ્યૂબલાઇટ : જુઓ, વિદ્યુતદીવા

વધુ વાંચો >