ભૂગોળ

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર

સાર્ગૅસો (સારગાસો) સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરમાં આવેલો અનિયમિત અંડાકારનો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 20°થી 40° ઉ. અ. અને 35°થી 75° પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. આ સમુદ્રનો મધ્યભાગ કૅનેરી ટાપુઓથી પશ્ચિમે આશરે 3,200 કિમી.ને અંતરે આવેલો છે. આ સમુદ્રને આજુબાજુના ખુલ્લા મહાસાગરથી અલગ પાડતી કોઈ…

વધુ વાંચો >

સાર્ડિનિયા (સામ્રાજ્ય)

સાર્ડિનિયા (સામ્રાજ્ય) : સંયુક્ત ઇટાલીનું એક વખતનું સામ્રાજ્ય તથા મધ્યસ્થ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 45´ થી 41° 15´ ઉ. અ. અને 8° 15´થી 9° 45´ પૂ. રે. 1720માં જ્યારે આ સામ્રાજ્ય સ્થપાયું ત્યારે ઍઓસ્ટા, ફેનિસ્ટ્રેલ, પિનેરોલો અને સૅલ્યુઝ્ઝોના આલ્પાઇન દુર્ગો તેમજ માર્ક્વિસ-શાસિત મૉન્ટફેરાટ સહિત સાર્ડિનિયાના ટાપુ સાથેની સૅવૉયની જાગીરને…

વધુ વાંચો >

સાર્ડિસ (Sardis)

સાર્ડિસ (Sardis) : ટર્કીના આજના ઇઝમીર નજીક આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : અંદાજે 38° 30´ ઉ. અ. અને 27° 15´ પૂ. રે.. અગાઉના સમયમાં તે લીડિયાના સામ્રાજ્યનું પાટનગર હતું. સાર્ડિસમાંથી મળી આવતા જૂનામાં જૂના અવશેષો ઈ. પૂ. 1300ના હોવાનું જણાય છે, તેમ છતાં આ શહેર તેથી પણ વધુ જૂનું…

વધુ વાંચો >

સાલ (ટાપુ)

સાલ (ટાપુ) : આટલાન્ટિક મહાસાગરમાં, આફ્રિકાના પશ્ચિમ કાંઠાથી આશરે 640 કિમી. દૂર કૅપ વર્ડેના ઈશાન છેડે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 16° 45´ ઉ. અ. અને 22° 55´ પ. રે.ની આજુબાજુનો 216 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેના પરનું વધુમાં વધુ ઊંચાઈનું સ્થળ 406 મીટર જેટલું છે. તેનું…

વધુ વાંચો >

સાલ (નદી)

સાલ (નદી) : જર્મનીમાં આવેલી એલ્બ નદીને ડાબે કાંઠે મળતી સહાયક નદી. તેની લંબાઈ 426 કિમી. જેટલી છે, તે 23,737 ચોકિમી. જેટલો સ્રાવ-વિસ્તાર આવરી લે છે. પશ્ચિમ જર્મનીના ઊંચાણવાળા ફિશ્તેલ્જબર્ગ વિભાગમાંથી તે નીકળે છે, ત્યાંથી તે ઉત્તર અને વાયવ્ય તરફ વહે છે. તેને કાંઠે આવેલાં પૂર્વ જર્મનીનાં સાલફેલ્ડ, રુડોલસ્ટૅડ, જેના,…

વધુ વાંચો >

સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage)

સાલ હિમજન્ય કક્ષા (Saale Glacial Stage) : ઉત્તર યુરોપમાં પ્લાયસ્ટોસીન કાલખંડ (વ. પૂ. 25 લાખ વર્ષ અને 10,000 વર્ષ વચ્ચેના કાળગાળા) દરમિયાન પ્રવર્તેલા હિમયુગો પૈકીની એક કક્ષા તથા તેમાં તૈયાર થયેલા નિક્ષેપોનો વિભાગ. આ કક્ષા હોલ્સ્ટાઇન આંતરહિમકાળ-કક્ષા પછીથી તથા ઇમિયન આંતરહિમકાળ-કક્ષા પહેલાં પ્રવર્તેલી. આ બંને આંતરહિમકાળ-કક્ષાઓ દરમિયાન આબોહવા પ્રમાણમાં નરમ…

વધુ વાંચો >

સાલેમિસ

સાલેમિસ : સેરોનિક અખાતમાં, ઍથેન્સની પશ્ચિમે 16 કિમી.ના અંતરે આવેલ ગ્રીસનો ટાપુ. તેનું ક્ષેત્રફળ 95 ચોરસ કિમી. છે. ત્યાંની મોટાભાગની જમીન પર્વતાળ અને ઉચ્ચ પ્રદેશ જેવી છે. ત્યાં મોટાભાગના આલ્બેનિયનો વસે છે. તેઓ દરિયાકિનારે અને ખીણોમાં ઑલિવ, દ્રાક્ષ અને અનાજ ઉગાડે છે. ઈ. પૂ. 480માં સાલેમિસ પાસે ગ્રીકો અને ઈરાનીઓ…

વધુ વાંચો >

સાલ્વીન (નદી)

સાલ્વીન (નદી) : મ્યાનમારની અગત્યની નદી. તે પૂર્વ તિબેટમાંથી નીકળે છે અને પૂર્વ મ્યાનમારમાં થઈને વહે છે અને છેલ્લે મૉલ્મીન નજીક બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. નદીની લંબાઈ 2,414 કિમી. છે અને તે પૂર્વ મ્યાનમાર અને પશ્ચિમ થાઇલૅન્ડમાંથી પસાર થાય છે. આ નદી કોતરમાં થઈને વહેતી હોવાથી તેનો વ્યાપારી જળમાર્ગ તરીકે…

વધુ વાંચો >

સાવરકુંડલા

સાવરકુંડલા : અમરેલી જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 210 20′ ઉ. અ. અને 710 15′ પૂ. રે.ની આજુબાજુનો 1214.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક સાવરકુંડલા ભાવનગરથી નૈર્ઋત્યમાં 113 કિમી.ને અંતરે તથા મહુવા બંદરથી વાયવ્યમાં 51 કિમી.ને અંતરે આવેલું છે. સાવરકુંડલા નાવલી…

વધુ વાંચો >

સાહિબગંજ

સાહિબગંજ : ઝારખંડ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે આશરે 24° 15´થી 25° 20´ ઉ. અ. અને 87° 25´થી 87° 50´ પૂ. રે. વચ્ચેનો 1,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં ભાગલપુર, ઉત્તરમાં કટિહાર, પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના જિલ્લા, દક્ષિણમાં પાકૌર જિલ્લો…

વધુ વાંચો >