સાર્ડિસ (Sardis) : ટર્કીના આજના ઇઝમીર નજીક આવેલું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : અંદાજે 38° 30´ ઉ. અ. અને 27° 15´ પૂ. રે.. અગાઉના સમયમાં તે લીડિયાના સામ્રાજ્યનું પાટનગર હતું. સાર્ડિસમાંથી મળી આવતા જૂનામાં જૂના અવશેષો ઈ. પૂ. 1300ના હોવાનું જણાય છે, તેમ છતાં આ શહેર તેથી પણ વધુ જૂનું હોવાના નિર્દેશો મળી રહે છે. ઈરાનીઓએ ઈ. પૂ. 545માં તે જીતી લીધેલું. આ શહેરનો તે પછીથી નાશ થયેલો, પરંતુ તે ફરીથી બાંધવામાં આવેલું. છેલ્લે છેલ્લે ઈ. સ. 615માં સેસાનિયન ઈરાનીઓએ તેને તારાજ કરેલું.

ગિરીશભાઈ પંડ્યા