ભૂગોળ

સરખેજ

સરખેજ : અમદાવાદ સિટી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 59´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.. તે અમદાવાદ શહેરથી પશ્ચિમ તરફ અમદાવાદ-સૌરાષ્ટ્રના માર્ગ પર આવેલું છે. સરખેજ અને તેની આજુબાજુની ભૂમિ સમતળ અને ફળદ્રૂપ છે. અહીંનાં મે અને જાન્યુઆરીનાં સરેરાશ ગુરુતમ-લઘુતમ તાપમાન અનુક્રમે 41° સે. અને…

વધુ વાંચો >

સરગુજા

સરગુજા : છત્તીસગઢના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 22o 40’થી 24o 05’ ઉ. અ. અને 81o 35’ થી 84o 05’ પૂ. રે. વચ્ચેનો 16,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સિધી (મ.પ્ર.) અને મિરઝાપુર (ઉ.પ્ર.) જિલ્લા, ઈશાન અને પૂર્વમાં પાલામૌ જિલ્લો, પૂર્વ અને અગ્નિ તરફ…

વધુ વાંચો >

સરગોધા (Sargodha)

સરગોધા (Sargodha) : પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં આવેલો વિભાગ, જિલ્લો તથા શહેર. વિભાગીય મથક તેમજ જિલ્લામથક આ શહેર ખાતે આવેલાં છે. ભૌગોલિક સ્થાન : 32o 05’ ઉ. અ. અને 72o 40’ પૂ. રે.. વિભાગ : આ વિભાગ 43,763 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. તેની રચના 1960માં કરવામાં આવેલી છે. આ…

વધુ વાંચો >

સરદારગઢ

સરદારગઢ : જૂના જૂનાગઢ રાજ્યનો પાંચમા વર્ગનો એક તાલુકો અને એ નામનું ગામ. મૂળ જૂનાગઢના નવાબના ભાયાત મુખત્યારખાને બાંટવામાંથી પોતાનો હિસ્સો મેળવી ગીદડ નામના ગામમાં વસવાટ કર્યો (1898), જે પછી ‘સરદારગઢ’ તરીકે ઓળખાયું. સૌરાષ્ટ્રના જે નાનાં દેશી રાજ્યો ને તાલુકાઓ બ્રિટિશ એજન્સીની સીધી દેખરેખ હેઠળ હતાં, તેને પ્રથમ વર્ગના રાજાઓ-રાજ્યો…

વધુ વાંચો >

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના

સરદાર સરોવર બહુલક્ષી સિંચાઈ પરિયોજના : નર્મદા નદીનાં નીર વડે ગુજરાતના વિકાસનો ધોધ વહાવતી, ભારતની વિશાળ જળસંસાધન વિકાસ-યોજનાઓ પૈકીની ગુજરાતમાં આવેલી એક યોજના. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવાં ભારતનાં પશ્ચિમી રાજ્યો માટેની સંયુક્ત સાહસરૂપ બહુહેતુક યોજના. આ માટેનો મુખ્ય બંધ ગુજરાતમાં નર્મદા નદી પર કેવડિયા ખાતે આવેલો છે. સરદાર…

વધુ વાંચો >

સરન (Saran)

સરન (Saran) : બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 25o 36’થી 26o 23’ ઉ. અ. અને 84o 24’થી 85o 15’ પૂ. રે. વચ્ચેનો 2641 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગોપાલગંજ, પૂર્વમાં ગંડક નદીથી અલગ પડતા મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લા, દક્ષિણમાં પટણા અને ભોજપુર…

વધુ વાંચો >

સરયૂ

સરયૂ : ઉત્તર (અવધ) પ્રદેશની એક પુરાણપ્રસિદ્ધ પવિત્ર નદી. ઋગ્વેદ અનુસાર તેના શાંત ને પવિત્ર કિનારે ઋષિઓ તપ-સાધના અને તત્ત્વચિંતન-યજ્ઞાદિ ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા. મહાભારત અનુસાર હિમાલયના સ્વર્ણશિખરમાંથી ઉદ્ભવેલી ગંગાની સાત ધારાઓમાંની તે એક છે. વસિષ્ઠ ઋષિ કૈલાસ તરફ જતી ગંગાને માનસરોવરમાં લઈ આવ્યા ત્યારે અહીં આવતાં એમણે સરોવર(માન)ને તોડી…

વધુ વાંચો >

સરસ્વતી (નદી)

સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…

વધુ વાંચો >

સરાઇકેલા

સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ…

વધુ વાંચો >

સરાઈ

સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું…

વધુ વાંચો >