ભૂગોળ
વાનકુવર
વાનકુવર : કૅનેડાના પશ્ચિમ ભાગમાં બ્રિટિશ કોલંબિયામાં આવેલું મોટામાં મોટું શહેર તથા કૅનેડાનું અત્યંત વ્યસ્ત રહેતું બંદર. ભૌગોલિક સ્થાન : 49° 13´ ઉ. અ. અને 123° 06´ પ. રે.. તે બ્રિટિશ કોલંબિયાના નૈર્ઋત્ય ભાગમાં યુ.એસ.-કૅનેડાની સરહદથી ઉત્તર તરફ આશરે 40 કિમી. અંતરે બુર્રાર્ડ દરિયાઈ ફાંટાના દક્ષિણ કાંઠા પર ફ્રેસર નદીના…
વધુ વાંચો >વાનકુવર, જ્યૉર્જ
વાનકુવર, જ્યૉર્જ (જ. 1758, કિંગ્ઝલીન, નૉફોક, ઇંગ્લૅન્ડ; અ. 1798) : બ્રિટિશ અભિયંતા. વાનકુવર ટાપુ (બ્રિટિશ કોલંબિયા કૅનેડા), વાનકુવર શહેર તેમજ યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલ વાનકુવર શહેરનાં નામ તેમના નામ પરથી અપાયેલાં છે. 13 વર્ષની નાની ઉંમરે તેઓ નૌકાક્ષેત્રે કુશળ દરિયાખેડુ બનેલા. કૅપ્ટન જેમ્સ કૂકની છેલ્લી બે સફરોમાં તેમને શરૂઆતનો સમુદ્ર-સફરનો…
વધુ વાંચો >વાનૌતુ (Vanuatu)
વાનૌતુ (Vanuatu) : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 16° 00´ દ. અ. અને 167° 00´ પૂ.રે.. તે 80 જેટલા ટાપુઓથી બનેલો છે. તેનો કુલ ભૂમિવિસ્તાર આશરે 12,200 ચોકિમી. જેટલો છે. વિસ્તારના ઊતરતા ક્રમમાં મુખ્ય ટાપુઓ આ પ્રમાણે છે : એસ્પિરિટુ સાન્ટો, માલાકુલા, એફૅટ, એરોમૅન્ગો અને તન્ના એફૅટ…
વધુ વાંચો >વાપી
વાપી : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 20´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. પર તાલુકામથક પારડીથી આશરે 18 કિમી. અને જિલ્લામથક વલસાડથી આશરે 27 કિમી. દૂર આવેલું છે. તે દમણની સરહદ નજીક છે. વાપી દરિયાથી નજીક આવેલું હોવાથી ઉનાળા ઓછા…
વધુ વાંચો >વાયનાડ
વાયનાડ : કેરળ રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 11° 26´ 28´´થી 11° 58´ 22´´ ઉ. અ. અને 75° 46´ 38´´થી 76° 26´ 11´´ પૂ. રે. વચ્ચેનો 2,132 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ ઘાટના ઉચ્ચપ્રદેશીય ભાગ પર આવેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સરહદે…
વધુ વાંચો >વાયવ્ય સરહદી પ્રાંત
વાયવ્ય સરહદી પ્રાંત : પાકિસ્તાનનું ઉત્તર તરફ આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 31° થી 35° ઉ. અ. અને 70°થી 74° પૂ. રે. વચ્ચેનો 74,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે અફઘાનિસ્તાન તેમજ ઈશાન અને પૂર્વમાં ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે; જ્યારે તેના અગ્નિ…
વધુ વાંચો >વાયૅલા (Whyalla)
વાયૅલા (Whyalla) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 33° 02´ દ. અ. અને 137° 35´ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે ઑગસ્ટા બંદર, પૂર્વે સ્પેન્સરનો અખાત અને પિરી (pirie) બંદર, અગ્નિ તરફ ઍડેલેડ શહેર, દક્ષિણે લિંકન બંદર તથા પશ્ચિમે મોટેભાગે શુષ્ક…
વધુ વાંચો >વારાણસી
વારાણસી : ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 20´ ઉ. અ. અને 83° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 4,036 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો આકાર અરબી ભાષાના 7 અંક જેવો છે. તેની ઉત્તરે જૉનપુર…
વધુ વાંચો >વારાંગલ
વારાંગલ : આંધ્રપ્રદેશના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 19´થી 18° 36´ ઉ. અ. અને 78° 49´થી 80° 43´ પૂ. રે. વચ્ચેનો 12,846 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કરીમનગર, પૂર્વ અને અગ્નિ તરફ ખમ્મામ, દક્ષિણમાં ખમ્મામ અને નાલગોંડા તથા…
વધુ વાંચો >વાલેટા
વાલેટા : પશ્ચિમ આફ્રિકામાં આવેલું એક વખતનું (અગિયારમીથી સોળમી સદી સુધીનું) આગળ પડતું વેપારી શહેર. આજે તે મોરિટાનિયામાં આવેલું ઔલાટા નામનું નાનકડું નગર માત્ર છે. ભૌગોલિક સ્થાન : 17° 18´ ઉ. અ. અને 7° 02´ પૂ. રે.. આ શહેરમાં તે વખતે સોનું અને ક્યારેક ગુલામોના બદલામાં તાંબું, તલવારો અને અન્ય…
વધુ વાંચો >