ભૂગોળ

યાપ ટાપુઓ

યાપ ટાપુઓ : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં કૅરોલિન ટાપુઓના એક ભાગરૂપ આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 9° 31´ ઉ. અ. અને 138° 06´ પૂ. રે. તે મધ્ય ફિલિપાઇન્સથી પૂર્વમાં આશરે 1,600 કિમી. અને જાપાનના યોકોહામાથી દક્ષિણમાં આશરે 3,200 કિમી. અંતરે આવેલો છે. આ ટાપુસમૂહ 4 મોટા અને 10 નાના ટાપુઓથી બનેલો…

વધુ વાંચો >

યારેન

યારેન : ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ગિનીથી ઈશાનમાં આવેલા ટાપુદેશ નાઉરુનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 0° 45´ દ. અ. અને 166° 55´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુદેશના જિલ્લાઓ પૈકીનો એક. યારેન નાઉરુના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. નાઉરુ અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો પણ અહીં…

વધુ વાંચો >

યાંગત્સે નદી

યાંગત્સે નદી : ચીનમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 26° 57´ ઉ. અ. અને 118° 23´ પૂ. રે.. દુનિયામાં ત્રીજા ક્રમે આવતી લાંબામાં લાંબી નદી. ચીની લોકો તેને ચાંગ જિયાંગ કે લાંબી નદીના નામથી ઓળખે છે. સમુદ્રસપાટીથી આશરે 4,880 મીટરની ઊંચાઈએ પશ્ચિમ ચીનમાં આવેલા કિંઘાઈ પ્રાંતના તાંગુલા પર્વતોમાંથી તે નીકળે…

વધુ વાંચો >

યુકાતાન

યુકાતાન : મેક્સિકોના અગ્નિ છેડા પર આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 19° 30´ ઉ. અ. અને 89° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,97,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તર તરફ મેક્સિકોનો અખાત તથા પૂર્વ તરફ કૅરિબિયન સમુદ્ર આવેલા છે. આ ભૂમિભાગમાં યુકાતાન, ક્વિન્તાના રૂ,…

વધુ વાંચો >

યુકોન

યુકોન : કૅનેડાના વાયવ્ય ભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 60°થી 70° ઉ. અ. અને 124°થી 141° પ. રે. વચ્ચેનો 4,83,450 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની દક્ષિણે બ્રિટિશ કોલંબિયા, ઉત્તર અને પશ્ચિમ દિશાએ યુ.એસ.ના અલાસ્કા રાજ્યની સીમા, ઉત્તર ભાગમાં થઈને ઉત્તર ધ્રુવવૃત્ત પસાર થાય છે, જ્યારે વધુ…

વધુ વાંચો >

યુકોન (નદી)

યુકોન (નદી) : ઉત્તર અમેરિકાના વાયવ્ય ભાગમાં આવેલી લાંબામાં લાંબી નદી. તે કૅનેડાના ભૂમિભાગમાંથી નીકળે છે અને યુકોન તથા અલાસ્કામાં થઈને વહે છે. આ નદીનો લગભગ B ભાગ અલાસ્કામાં આવેલો છે. બ્રિટિશ કોલંબિયામાં આવેલા તેના ઉપરવાસથી બેરિંગ સમુદ્રકિનારે આવેલા તેના મુખભાગ સુધીની તેની કુલ લંબાઈ 3,185 કિમી. જેટલી છે. આ…

વધુ વાંચો >

યુક્રેન

યુક્રેન : અગ્નિ યુરોપમાં આવેલો ખેતીપ્રધાન, ઔદ્યોગિક અને ખનિજ-સમૃદ્ધ પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° 00´ ઉ. અ. અને 32° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 6,03,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, દક્ષિણમાં મોલ્દેવિયા, રુમાનિયા અને કાળો સમુદ્ર તથા પશ્ચિમે પોલૅન્ડ, સ્લોવાક પ્રજાસત્તાક અને હંગેરી…

વધુ વાંચો >

‘યુ’ ખીણ 

‘યુ’ ખીણ  : ખીણનો એક પ્રકાર. યુ ખીણ એ હિમજન્ય ઘસારાનું પરિણામ છે. હિમનદીના વહનપથ-વિભાગમાં હિમજથ્થાની બંને બાજુની ટેકરીઓના ઊર્ધ્વ ઘસારાને કારણે U-આકારના આડછેદનું ખીણદૃશ્ય ઊભું થતું હોવાથી આ પ્રકારનું ભૌમિતિક નામ પડેલું છે. કાશ્મીર વિસ્તારના ઉચ્ચ હિમાલયમાં આવેલી મોટાભાગની ખીણો ‘યુ’ આકારની છે. ક્યારેક કેટલીક નદીઓના ખીણભાગો પણ છીછરા…

વધુ વાંચો >

યુગાન્ડા

યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા…

વધુ વાંચો >

યુગોસ્લાવિયા

યુગોસ્લાવિયા અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે…

વધુ વાંચો >