ભૂગોળ

મિદનાપુર

મિદનાપુર : જુઓ મેદિનીપુર.

વધુ વાંચો >

મિનિયાપૉલિસ

મિનિયાપૉલિસ (Minneapolis) : યુ.એસ.ના મિનેસોટા રાજ્યનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 58´ ઉ. અ. અને 93° 15´ પ. રે.. તે મિનેસોટા રાજ્યના અગ્નિભાગમાં, તેના જોડિયા શહેર સેન્ટ પૉલની બાજુમાં પશ્ચિમ તરફ આવેલું છે. ‘મિનિયાપૉલિસ’ શબ્દ અહીંના ઇન્ડિયન શબ્દ ‘મિન્ની’ (minne – પાણી) અને ગ્રીક શબ્દ ‘પૉલિસ’ (polis –…

વધુ વાંચો >

મિનેસોટા

મિનેસોટા : યુ. એસ.માં ઉત્તર તરફ આવેલાં મધ્ય-પશ્ચિમ રાજ્યો પૈકીનું મોટામાં મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 46° 00´ ઉ. અ. અને 94° 15´ પ. રે.ની આજુબાજુનો 2,18,601 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વ તરફ સુપીરિયર સરોવર અને વિસ્કૉન્સિન, દક્ષિણે આયોવા તથા પશ્ચિમે ઉત્તર અને દક્ષિણ…

વધુ વાંચો >

મિન્ડાનાઓ

મિન્ડાનાઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિલિપાઇન્સ ટાપુસમૂહ પૈકીનો લ્યુઝોન પછીનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ફિલિપાઇન્સ ટાપુસમૂહના છેક અગ્નિ છેડા પર તે આવેલો છે. ભૌગોલિક સ્થાન : આ ટાપુ 8°  00´ ઉ. અ. અને 125° 00´ પૂ. રે.ની આજુબાજુનો (આશરે 5° થી 10° ઉ. અ. અને 120°થી 127° પૂ. રે.…

વધુ વાંચો >

મિન્સ્ક

મિન્સ્ક : બેલારુસ(બાયલોરશિયા)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 54° 30´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.. આ શહેર મૉસ્કોથી નૈર્ઋત્યમાં આશરે 755 કિમી. અંતરે વૉર્સો (પોલૅન્ડ) જતા રેલમાર્ગ પર સ્વિસ લોશ નદીકાંઠે આવેલું છે. જિલ્લાનો વિસ્તાર : 40,800 ચોકિમી.. મિન્સ્કમાં આવેલાં કારખાનાંમાં બૉલબેરિંગ, યાંત્રિક ઓજારો, પિટ(કનિષ્ઠ કોલસા)ના ખનન માટેનાં યાંત્રિક…

વધુ વાંચો >

મિમેનસિંઘ

મિમેનસિંઘ : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાનો વિસ્તાર 9,710 ચોકિમી. જેટલો છે. જિલ્લાનો ઘણોખરો ભાગ ખુલ્લો, સમતળ સપાટ છે. તેની પૂર્વ તરફ મેઘના નદીની અને પશ્ચિમ તરફ બ્રહ્મપુત્ર નદીની જળપરિવાહ-રચના જોવા મળે છે. પૂર્વવિભાગ નીચાણવાળો હોવાથી વર્ષાઋતુ દરમિયાન પાણીથી ભરાઈ જાય છે.…

વધુ વાંચો >

મિરઝાપુર (જિલ્લો)

મિરઝાપુર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના છેક અગ્નિ છેડે વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 52´થી 25° 15´ ઉ. અ. અને 82° 07´થી 83° 33´ પૂ. રે. વચ્ચેનો 4,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વ તરફ વારાણસી જિલ્લો,…

વધુ વાંચો >

મિલવૉકી

મિલવૉકી (Milwaukee) : યુ.એસ.ના વિસ્કૉન્સિન રાજ્યમાં મિશિગન સરોવરના પશ્ચિમ કાંઠે આવેલું શહેર તથા ઔદ્યોગિક બંદર. ભૌગોલિક સ્થાન : તે 43° 02´ ઉ. અ. અને 87° 54´ પ. રે. પરનો આશરે 249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિસ્કૉન્સિન રાજ્યનું મોટામાં મોટું શહેર હોવા ઉપરાંત દેશનાં પ્રમુખ ઔદ્યોગિક મથકો પૈકીનું…

વધુ વાંચો >

મિલાન

મિલાન : રોમ પછીના બીજા ક્રમે આવતું ઇટાલીનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 28´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે. પરનો 182 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. ઉત્તર ઇટાલીમાં આલ્પ્સની આરપારના ઘાટ નજીકના તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તે બીજી સદીમાં વેપારી મથક હતું અને આજે પણ…

વધુ વાંચો >

મિશિગન (રાજ્ય)

મિશિગન (રાજ્ય) : યુ.એસ.ના ઉત્તર-મધ્ય પ્રાદેશિક વિસ્તારમાં વિશાળ સરોવરોની વચ્ચેના ભાગમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 00´ ઉ. અ. અને 85° 00´ પ. રે.ની આજુબાજુનો 2,50,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લેક સુપીરિયર અને કૅનેડા, પૂર્વ તરફ લેક હ્યુરોન અને કૅનેડા, દક્ષિણે ઓહાયો…

વધુ વાંચો >