ભાષાશાસ્ત્ર અને લિપિ

પુષ્કરસારી

પુષ્કરસારી : પશ્ચિમ ગાંધારની પ્રાચીન લિપિ. પશ્ચિમ ગાંધારની રાજધાની પુષ્કરાવતી હતી. ભારતીય અનુશ્રુતિઓમાં પ્રાચીન લિપિઓનાં અનેક નામો ગણાવેલાં છે. જૈન આગમ ગ્રંથ ‘પન્નવણાસૂત્ર – પ્રજ્ઞાપનાસૂત્ર’ (સૂત્ર 107, ઈ. સ. પૂ. બીજી સદી) અને ‘સમવાયાંગ સૂત્ર’(સમવાય 18, ઈ. પૂ. ત્રીજી સદી)માં 18 લિપિઓની સૂચિ આપેલી છે, જેમાં ‘પુષ્કરસારીય’ લિપિનો સમાવેશ કરેલો…

વધુ વાંચો >

ફખ્રી અલ-ઇસ્ફહાની (ચૌદમી સદી)

ફખ્રી અલ-ઇસ્ફહાની (ચૌદમી સદી) : ઈરાનનો ભાષાશાસ્ત્રી. શમ્સુદ્દીન મુહમ્મદ ફખ્રી અલ-ઇસ્ફહાનીએ ‘મેયારુલ જમાલી’ નામનું ભાષાશાસ્ત્રવિષયક પુસ્તક લખ્યું હતું. સી. સેલમૅન નામના ભાષાશાસ્ત્રીએ 1887માં ફખ્રીના પુસ્તકના ભાગ 4નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ હકીકત ઉપરથી ફખ્રી અલ-ઇસ્ફહાનીનું ભાષાશાસ્ત્રી તરીકેનું મહત્વ સ્પષ્ટ થાય છે. મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

વધુ વાંચો >

ફિનો-યુગ્રિક ભાષાઓ

ફિનો-યુગ્રિક ભાષાઓ : યુરેલિક ભાષાઓનું પેટાજૂથ. વીસથી વધુ ભાષાઓ ધરાવતા આ જૂથની ભાષાઓનો ઉપયોગ લગભગ અઢી કરોડ લોકો કરે છે. પશ્ચિમમાં નૉર્વેથી પૂર્વમાં સાઇબીરિયા અને છેક કાર્પેથિયન પર્વતમાળાના પ્રદેશોમાં વસતા લોકોની આ પૃથક્ પૃથક્ ભાષાઓ છે. ઉત્તર સ્કૅન્ડિનેવિયા, પૂર્વ યુરોપ અને વાયવ્ય એશિયામાં આ ભાષાઓ બોલાય છે. ફિનો-યુગ્રિકની બે મુખ્ય…

વધુ વાંચો >

ફ્રેન્ચ ભાષા

ફ્રેન્ચ ભાષા : મૂળ ઇન્ડો-યુરોપિયન અને ત્યારપછી લૅટિનના પ્રોટોરોમાન્સ ભાષાજૂથની ગૅલોરૉમાન્ય શાખામાંની ફ્રેન્ચ બોલીઓમાંથી નિષ્પન્ન થયેલ ફ્રાન્સના લોકોની ભાષા. રોમાન્સ ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મોભો પ્રાપ્ત કરવામાં તેનું સ્થાન મોખરે છે. રાષ્ટ્રસંઘની તે માન્ય ભાષા છે. 21 દેશોમાં ફ્રેન્ચનું સ્થાન રાજકીય ભાષા તરીકે સ્વીકારાયું છે; જ્યારે 6 દેશોમાં તેનું સ્થાન રાજ્યની વધારાની…

વધુ વાંચો >

બાલ્ટિક ભાષાઓ

બાલ્ટિક ભાષાઓ : બાલ્ટિક સમુદ્રના પૂર્વકિનારાના પ્રદેશોમાં બોલાતી ભાષાઓ. મૂળમાં ભારત-યુરોપીય ભાષાસમુદાયની એક શાખારૂપ આ ભાષાઓમાં વર્તમાનમાં બોલાતી લિથુઆનિયન અને લૅટ્વિયન ઉપરાંત કાળબળે લુપ્ત થયેલી જૂની પ્રશિયન, યોત્વિન્જિયન, ક્યુરોનિયન, સેલોનિયન, અર્ધગેલ્લિયન ભાષાઓનો પણ સમાવેશ થતો હતો. આ પૈકી લિથુઆનિયન, લૅટ્વિયન અને જૂની પ્રશિયન ત્રણેયનાં લિખિત પ્રમાણો ચૌદમી સદીથી પ્રાપ્ત થયાં…

વધુ વાંચો >

બાંટુ ભાષાઓ

બાંટુ ભાષાઓ : આફ્રિકાના નાઇજર-કૉંગો ભાષાકુલની બેનુકાગો શાખાનો મુખ્ય ભાષાસમૂહ. આફ્રિકાના ઉત્તરથી દક્ષિણના મોટા વિસ્તારમાં પ્રસરેલા 6 કરોડથી વધુ લોકો દ્વારા પ્રયોજાતી 790 જેટલી ભાષાઓ, બોલીઓ. આમાંની કેટલીક રોમન લિપિમાં લખાય છે. આ બધા લોકો પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે વૈવિધ્ય ધરાવે છે. ‘બાંટુ’નો અર્થ…

વધુ વાંચો >

બુરુશાસ્કી ભાષા

બુરુશાસ્કી ભાષા : ઉત્તર કાશ્મીરના હુંઝા અને નાઝિરમાં વસતા અલ્પસંખ્યક બુરુશો લોકોની ભાષા. યાસીન નદીની ખીણમાં ગિલગિટ વિસ્તારમાં આ ભાષાની નિકટની બોલીને વર્ચિકવાર કે વર્શિકવાર કહેવાય છે. ડી. એલ. આર. લૉરિમેર જેવા ભાષાશાસ્ત્રીઓએ આ બોલીનો અભ્યાસ આદર્યો છે. આ બોલીને કોઈ ઇતિહાસ નથી. તેનું કોઈ સાહિત્ય નથી. એક રીતે જોતાં…

વધુ વાંચો >

બૉપ, ફ્રાન્ઝ

બૉપ, ફ્રાન્ઝ (જ. 1791, જર્મની; અ. 1867) : જાણીતા ભાષાવિજ્ઞાની. તેમણે પૅરિસમાં 4 વર્ષ સુધી અભ્યાસ કર્યો. 1816માં તેમણે ઇન્ડૉ-યુરોપિયન વ્યાકરણ વિશે મહત્વનો ગ્રંથ લખ્યો. 1821માં બર્લિનમાં સંસ્કૃત અને તુલનાત્મક વ્યાકરણના વિષયમાં અધ્યાપક-વિશેષના પદે નિમાયા. મૂળ જર્મન ભાષામાં લખાયેલી તેમની મહાન કૃતિ તે ‘એ કમ્પૅરેટિવ ગ્રામર ઑવ્ સંસ્કૃત, ઝન્દ, ગ્રીક,…

વધુ વાંચો >

બોલી અને ગુજરાતી બોલીઓ

બોલી અને ગુજરાતી બોલીઓ બોલી એટલે એક જ ભાષા-પ્રદેશમાં બોલાતી જ્ઞાતિ, વ્યવસાય કે વિશિષ્ટ હેતુની છાપ ધરાવતી ખાસ પ્રકારની ભાષા. તદનુસાર ગુજરાતમાં વિવિધ બોલીઓ છે. ભાષા-વપરાશની વિવિધતાનો અભ્યાસ ભાષાની પ્રકૃતિ (સ્વરૂપ) અને કામગીરીને સમજવામાં તો ઉપયોગી થાય જ, પરંતુ ભાષા શીખવા-શીખવવાની પ્રક્રિયામાં તથા ભાષા-આયોજનમાં પણ તે ઉપયોગી થઈ શકે. ભાષાનું…

વધુ વાંચો >

બ્રૅડલી, હેનરી

બ્રૅડલી, હેનરી (જ. 1845; અ. 1923) : બ્રિટનના ભાષાવિદ અને કોશરચનાકાર. 1886માં તેમણે સર જેમ્સ મરે સાથે ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’નું સહસંપાદન કર્યું; 1915માં તેઓ એ જ શબ્દકોશના સીનિયર સંપાદક બન્યા. 1904માં તેમણે ‘ધ મૅકિંગ ઑવ્ ઇંગ્લિશ’ નામનું ઉપયોગી પુસ્તક તૈયાર કર્યું. 1910માં તેમણે ‘ઇંગ્લિશ પ્લેસનેમ્સ’ નામનો અતિ મહત્વનો કોશ તૈયાર…

વધુ વાંચો >