ભાષાશાસ્ત્ર અને લિપિ

અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ

અમેરિકન-ઇન્ડિયન ભાષાઓ પૂર્વભૂમિકા : પંદરમી સદીમાં કોલંબસ અને તે પછીના યુરોપિયનો ભારતની શોધમાં નવા જગતને કિનારે લાંગર્યા ત્યારે તેમણે એ પ્રદેશને ભારત માન્યો હતો, ત્યાંના રહેવાસીઓને ભારતીય માન્યા હતા અને તેમની ભાષાને ભારતીય એટલે કે ઇન્ડિયન ભાષાઓ માની હતી. પાછળથી એ આખો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો અને ત્યાંના મૂળ રહેવાસીઓની…

વધુ વાંચો >

અંગ્રેજી ભાષા

અંગ્રેજી ભાષા યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે : યુ.એસ. 17 કરોડ કૅનેડા 1.5 કરોડ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ આફ્રિકા 2૦ લાખ…

વધુ વાંચો >

આંદામાની ભાષાસમૂહ

આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી.…

વધુ વાંચો >

કોકેસિયન ભાષાપરિવાર

કોકેસિયન ભાષાપરિવાર : દક્ષિણ-પશ્ચિમ રશિયામાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર વચ્ચે આવેલ પર્વતમાળા તે કોકેસસ. આ પર્વતમાળાને આધારે અહીં વસતા લોકો કો-કા-શૉન  કહેવાય છે. ‘ધોળી જાતિ’ (white race) અથવા ‘યુરોપિડ જાતિ’ (uropid race) તરીકે ઓળખાતા આ લોકો આધુનિક માનવોની સૌથી જૂની કડીરૂપ મનાય છે. આ લોકો મૂળ યુરોપ, પ. એશિયા…

વધુ વાંચો >

ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ

ક્યૂનિફૉર્મ લિપિ : જુઓ લિપિ

વધુ વાંચો >

દ્રવિડ ભાષાઓ

દ્રવિડ ભાષાઓ : દ્રવિડ કુળની ભાષાઓ. ભાષાનું નામ બનેલો ‘દ્રવિડ’ શબ્દ પોતે દ્રાવિડી કુળનો નથી. શબ્દના આરંભમાં આવતા જોડાક્ષર દર્શાવે છે કે આ ભાષાકુળની ભાષાઓ માટે તે સ્વીકૃત શબ્દ છે. એક માન્યતા અનુસાર આ ભાષાના ભાષકો પણ ભારત બહારથી જ આવ્યા હતા. બલૂચિસ્તાનમાં બોલાતી ‘બ્રાહુઈ’ નામની ભાષા આનું ઉદાહરણ છે.…

વધુ વાંચો >

બોલી અને ગુજરાતી બોલીઓ

બોલી અને ગુજરાતી બોલીઓ બોલી એટલે એક જ ભાષા-પ્રદેશમાં બોલાતી જ્ઞાતિ, વ્યવસાય કે વિશિષ્ટ હેતુની છાપ ધરાવતી ખાસ પ્રકારની ભાષા. તદનુસાર ગુજરાતમાં વિવિધ બોલીઓ છે. ભાષા-વપરાશની વિવિધતાનો અભ્યાસ ભાષાની પ્રકૃતિ (સ્વરૂપ) અને કામગીરીને સમજવામાં તો ઉપયોગી થાય જ, પરંતુ ભાષા શીખવા-શીખવવાની પ્રક્રિયામાં તથા ભાષા-આયોજનમાં પણ તે ઉપયોગી થઈ શકે. ભાષાનું…

વધુ વાંચો >

બ્રાહ્મી લિપિ

બ્રાહ્મી લિપિ : પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ. આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. જૈન આગમગ્રંથ ‘સમવાયંગસૂત્ર’ (ઈ.પૂ. ત્રીજી સદી) અને ‘પણ્ણવણાસૂત્ર’(ઈ.પૂ. બીજી સદી)માં અઢાર લિપિઓની સૂચિ અપાઈ છે. તેમાં તેમજ બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(ઈ.સ. ત્રીજી સદી)માં અપાયેલ 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું…

વધુ વાંચો >

બ્રેઇલ, લૂઈ

બ્રેઇલ, લૂઈ (જ. 4 જાન્યુઆરી 1809, કાઉપ્રે, ફ્રાન્સ; અ. 28 માર્ચ 1852) : અંધજનો માટે વાંચવા-લખવાની સ્પર્શ-પદ્ધતિની લિપિના ફ્રાન્સના અંધ શોધક. તેઓ તેમના પિતાના જીન બનાવવાના વર્કશૉપમાં રમતી વેળાએ મોચીકામનો સોયો આકસ્મિક રીતે પોતાની આંખોમાં પેસી જવાથી 3 વર્ષની નાની વયે જ તદ્દન અંધ બનેલા. તેમના પિતાએ તેમને 10 વર્ષની…

વધુ વાંચો >

બ્રૅડલી, હેનરી

બ્રૅડલી, હેનરી (જ. 1845; અ. 1923) : બ્રિટનના ભાષાવિદ અને કોશરચનાકાર. 1886માં તેમણે સર જેમ્સ મરે સાથે ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’નું સહસંપાદન કર્યું; 1915માં તેઓ એ જ શબ્દકોશના સીનિયર સંપાદક બન્યા. 1904માં તેમણે ‘ધ મૅકિંગ ઑવ્ ઇંગ્લિશ’ નામનું ઉપયોગી પુસ્તક તૈયાર કર્યું. 1910માં તેમણે ‘ઇંગ્લિશ પ્લેસનેમ્સ’ નામનો અતિ મહત્વનો કોશ તૈયાર…

વધુ વાંચો >