ભાષાશાસ્ત્ર અને લિપિ

બ્લૂમફિલ્ડ, લિયોનાર્દ

બ્લૂમફિલ્ડ, લિયોનાર્દ (જ. 1887, શિકાગો; અ. 1949) : વિદ્વાન ભાષાશાસ્ત્રી. તેમણે હાર્વર્ડ, વિસ્કૉન્સિન અને શિકાગો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. અનેકવિધ શૈક્ષણિક કામગીરી બજાવ્યા પછી, 1921માં તેઓ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં જર્મન ભાષા તેમજ ભાષાશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. 1927માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં જર્મેનિક વ્યુત્પત્તિશાસ્ત્રના અને 1940માં યેલ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર નિયુક્ત…

વધુ વાંચો >

ભાષા અને ભાષાવિજ્ઞાન

ભાષા અને ભાષાવિજ્ઞાન અધ્યયન પદ્ધતિઓ, ભાષાવિજ્ઞાનની શાખાઓ, ભાષાની વ્યાખ્યા, ભાષા : અવગમનનું સાધન, ભાષાની ઉત્પત્તિ, ભાષા અને વાણી, ભાષા અને બોલી, ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો, ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન, ધ્વનિવિચાર, રૂપવિચાર, વાક્યવિચાર, ભાષાનું ઐતિહાસિક અધ્યયન, ભાષાપરિવર્તન, ભાષાઓનું સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ (typological classification), ભાષાકુળો, ભાષાનું શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિએ અધ્યયન કરતું શાસ્ત્ર કે…

વધુ વાંચો >

માયલેટ, એન્તૉન

માયલેટ, એન્તૉન (જ. 1866, મુલિન્સ, ફ્રાન્સ; અ. 1936) : ફ્રેંચ ભાષાવિજ્ઞાની. ઇન્ડો-યુરોપિયન ભાષાઓના તેઓ પ્રમાણભૂત નિષ્ણાત લેખાતા હતા. 1891થી 1906 સુધી એકોલ દે હૉત્ઝ એટ્યૂસ ખાતે તથા 1906થી કૉલેજ દ ફ્રાન્સ ખાતે તેમણે પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. તેમના શાસ્ત્રશુદ્ધ અને આધારભૂત ગ્રંથોમાં ઓલ્ડ સ્લૅવૉનિક, ગ્રીક, આર્મેનિયન, જૂની પર્શિયન ભાષાઓ…

વધુ વાંચો >

માર્ચ, ફ્રાન્સિસ ઍન્ડ્રુ

માર્ચ, ફ્રાન્સિસ ઍન્ડ્રુ (જ. 25 ઑક્ટોબર 1825, મિલબરી, મૅસેચુસેટ્સ, અમેરિકા; અ. 9 સપ્ટેમ્બર 1911, ઈસ્ટન, પેન્સિલવેનિયા) : અમેરિકાના ભાષા-વિજ્ઞાની અને કોશકાર. આધુનિક તુલનાત્મક ઍંગ્લોસૅક્સન (ઓલ્ડ ઇંગ્લિશ) ભાષાશાસ્ત્રના તે પ્રમુખ સ્થાપક હતા. 1857માં તે ઈસ્ટનની લૅફેયેટ કૉલેજ ખાતે અંગ્રેજી ભાષા તથા તુલનાત્મક ભાષાશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમણે આ પ્રકારની આ સર્વપ્રથમ સ્વાધ્યાયપીઠ(chair)નું…

વધુ વાંચો >

મૂન, વિલિયમ

મૂન, વિલિયમ (જ. 1818, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 1897) : બ્રિટનના મૂન ટાઇપના સંશોધક. 4 વર્ષના હતા ત્યારથી તેમને અંશત: અંધાવસ્થા હતી, પરંતુ 1840માં તેઓ પૂરા અંધ બની ગયા. તે પછી તેઓ અંધ બાળકોને શિક્ષણ આપવા લાગ્યા. ઉપસાવેલા ટાઇપની તત્કાલ પ્રચલિત પદ્ધતિઓથી તેમને  સંતોષ ન હતો. તેથી તેમણે રોમન કૅપિટલો પર…

વધુ વાંચો >

મોનખ્મેર

મોનખ્મેર : ભારતીય ઉપખંડમાં બોલાતું એક ભાષાકુળ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં બોલાતી કેટલીક ભાષાઓનાં મૂળ ભૂતકાળની કોઈ એક ભાષામાં મળે છે. એ ભાષાઓના ઉદભવમૂલક સંબંધને આધારે જગતની ભાષાઓનાં અગિયાર પરિવાર કે કુળો તારવી શકાયાં છે. આવા ચારેક પરિવારોની ભાષાઓમાં – ભારતમાં બોલાય છે એ ચારેક પરિવારોમાં  – ભારતીય ઉપખંડમાં વિસ્તરેલું…

વધુ વાંચો >

લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર

લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર (જ. 18 મે 1926, પુણે, મહારાષ્ટ્ર) : સંસ્કૃત  તથા ભાષા-શાસ્ત્રના પંડિત. તેમણે 1948માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પુણે યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એડ. અને 1967માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વળી ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સર્ટિફિકેટ ઇન બેઝિક ઍન્ડ ઍડવાન્સ્ડ કૉર્સિઝ ઇન લિંગ્વિસ્ટિક્સ તેમજ પુણે યુનિવર્સિટીમાંથી જર્મનમાં સર્ટિફિકેટ મેળવ્યાં…

વધુ વાંચો >

લિપિ

લિપિ કોઈ પણ ભાષાના વર્ણો લખવાની રીત. માનવ-સંસ્કૃતિના ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકળા મહત્વનું અંગ ગણાય છે. માનવે લેખનકળાની શોધ કરી ત્યારથી એને વ્યવહારનું એક મહત્વનું સાધન પ્રાપ્ત થયું. લિપિના આવિષ્કારથી માનવ પ્રત્યક્ષ ઉપરાંત પરોક્ષ વ્યવહારમાં તેમજ સ્થળ અને સમયમાંય લાંબા અંતર પર્યંત પોતાના કથનીયને અન્ય માનવો પાસે વ્યક્ત કરતો…

વધુ વાંચો >

વાક્ય

વાક્ય : વાગ્વ્યવહારનો એકમ. સામાન્ય રીતે તે જુદાં જુદાં પદોના સમૂહનો બનેલો હોય છે. માનવમાત્રના મનોગત વિચારો અને ભાવોનું પ્રદાન કરવામાં વાક્ય અત્યંત મહત્વનું સાધન છે. વાક્યની વ્યાખ્યા અને સ્વરૂપ અંગે સંસ્કૃત વાઙ્મયમાં વ્યાકરણ અને સાહિત્ય ઉપરાંત ન્યાય, મીમાંસા આદિ શાસ્ત્રોમાં વ્યાપક ચિંતન થયેલું છે. તેમાંય વળી વ્યાકરણક્ષેત્રે મહાવૈયાકરણ અને…

વધુ વાંચો >

વ્યંજના

વ્યંજના : શબ્દની ત્રીજી શક્તિ. શબ્દની ત્રણ શક્તિઓ માનવામાં આવી છે. શબ્દનો મુખ્ય અર્થ એટલે કે શબ્દકોશમાં આપેલો અર્થ બતાવનારી મુખ્ય શક્તિ અભિધા તે પહેલી; શબ્દનો મુખ્ય અર્થ બંધબેસતો ન હોય ત્યારે તેની સાથે સંબંધ ધરાવતો બીજો બંધબેસતો અર્થ બતાવનારી બીજી શબ્દશક્તિ તે લક્ષણા. જ્યારે અભિધા અને લક્ષણા શબ્દશક્તિઓ ન…

વધુ વાંચો >