બ્રૅડલી, હેનરી (જ. 1845; અ. 1923) : બ્રિટનના ભાષાવિદ અને કોશરચનાકાર. 1886માં તેમણે સર જેમ્સ મરે સાથે ‘ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી’નું સહસંપાદન કર્યું; 1915માં તેઓ એ જ શબ્દકોશના સીનિયર સંપાદક બન્યા. 1904માં તેમણે ‘ધ મૅકિંગ ઑવ્ ઇંગ્લિશ’ નામનું ઉપયોગી પુસ્તક તૈયાર કર્યું. 1910માં તેમણે ‘ઇંગ્લિશ પ્લેસનેમ્સ’ નામનો અતિ મહત્વનો કોશ તૈયાર કર્યો.

મહેશ ચોકસી