ભારતીય સંસ્કૃતિ
શેખ, મુહમ્મદસાહેબ
શેખ, મુહમ્મદસાહેબ (જ. ઈ. સ. 1549; અ. 1631, અમદાવાદ) : મુસલમાનોના ચિશ્તી સંપ્રદાયના અમદાવાદ ખાતેના મહત્ત્વના પીર. એમના દાદા જમાલુદ્દીન જમ્મનશાહસાહેબ પાટણથી અમદાવાદ આવ્યા. એમના પિતા શેખ હુસેન મુહમ્મદસાહેબ તેમના વારસ થયા. પિતા પાસેથી શેખ મુહમ્મદસાહેબને સમૃદ્ધ જ્ઞાનરૂપી વારસો મળ્યો હતો. એમણે સ્વસાધનાથી આધ્યાત્મિક ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના…
વધુ વાંચો >શેખ, વજીહુદ્દીન અહમદ અલવી
શેખ, વજીહુદ્દીન અહમદ અલવી (જ. ઈ. સ. 1504, ચાંપાનેર, ગુજરાત; અ. 1589, અમદાવાદ) : ગુજરાતના મુઘલ કાલ(1573-1758)ના સૂફી સંત અને અરબી-ફારસીના વિદ્વાન. ગુજરાતમાં મુઘલ હકૂમત દરમિયાન કેટલાક મુસ્લિમ સૂફી સંતો અને અરબી-ફારસીના વિદ્વાનો થઈ ગયા. તેઓમાં અમદાવાદના શેખ વજીહુદ્દીન અહમદ અલવી આગલી હરોળમાં હતા. તેઓ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં રહેતા હતા.…
વધુ વાંચો >શ્રદ્ધા કામાયની
શ્રદ્ધા કામાયની : વેદની જાણીતી નારી મંત્રદ્રષ્ટા. વેદમન્ત્રોનું જેમને દર્શન થયું છે તેવા મંત્રદ્રષ્ટા ઋષિઓની જેમ કેટલીક ઋષિકાઓ પણ છે, જેમણે મંત્રનું દર્શન કર્યું છે. વૈદિક ઋષિઓની જેમ જ કેટલીક ઋષિકાઓ પણ તપ:પૂત ને સમર્થ છે. તેમાંની કેટલીક ઋષિકાઓ તો સ્વતંત્રતયા મંત્રદર્શન કરનારી છે તો કેટલીક ઋષિકાઓને સહ-ઋષિત્વ કે વિકલ્પે…
વધુ વાંચો >શ્રાવસ્તી
શ્રાવસ્તી : ઉત્તર ભારતનું એક પ્રાચીન નગર. મહાભારતમાં જણાવ્યા મુજબ ઇક્ષ્વાકુ વંશના યુવનાશ્વના પૌત્ર અને શ્રાવના પુત્ર રાજા શ્રાવસ્તકે આ નગર વસાવ્યું હતું. બૌદ્ધ સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે તે કોશલનું પાટનગર અને વેપારના માર્ગોનું કેન્દ્ર હતું. ત્યાંથી માર્ગો રાજગૃહ, અશ્મક અને વારાણસી જતા હતા. ફાહિયાન અને હ્યુ-એન-શ્વાંગે તેની મુલાકાત લીધી હતી.…
વધુ વાંચો >ષટ્કર્મ
ષટ્કર્મ : બ્રાહ્મણાદિ વર્ગો માટે આચરણ પરત્વે જીવનયાપન અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેનાં વિહિત કર્મો. સાધનાપદ્ધતિઓ અને દાર્શનિક ચિંતનપ્રણાલીના ભેદને ષટકર્મોના નિર્ધારણમાં ફરક વરતે છે. વૈદિક કર્મકાંડના સમયે બ્રાહ્મણ માટેનાં ષટકર્મોમાં ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું આ ષટકર્મોનું વિધાન હતું. પાછળના સમયમાં અર્થવ્યવસ્થા જટિલ થતાં…
વધુ વાંચો >સમાવર્તન
સમાવર્તન : આ પ્રાચીન ભારતમાં પ્રચલિત સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર. એનો શબ્દાર્થ છે વિદ્યાભ્યાસ પૂરો કરીને ગુરુને ઘેરથી પાછા વળવું. આ સંસ્કાર પછી ‘બ્રહ્મચારી’ સ્નાતક કહેવાતો. વિદ્યાને સાગરની ઉપમા અપાતી અને એમાં સ્નાન કરીને જે પાછો આવતો તે સ્નાતક કહેવાતો. ગુરુકુલમાં બ્રહ્મચારી બે પ્રકારના હતા. પહેલા પ્રકારના વિદ્યાર્થીઓ જે…
વધુ વાંચો >સંસ્કાર અને માનવવર્તન
સંસ્કાર અને માનવવર્તન : સમગ્ર સમાજમાંની માનવક્રિયાઓની ભાત (pattern) તથા તેની નમૂનારૂપ રચનાઓ તે સંસ્કાર (culture) તથા જે તે પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ તે માનવવર્તન (human behaviour). સંસ્કાર : તે આખા સમાજની જીવનશૈલી સૂચવે છે. તેમાં શિષ્ટાચાર, પહેરવેશ, ભાષા, ચોક્કસ ઉચ્ચારણો તથા ખોરાક તરફની અભિરુચિનો સમાવેશ થાય…
વધુ વાંચો >સાંજી (સાંઝી)
સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…
વધુ વાંચો >સૌત્રા મણિ
સૌત્રા મણિ : જુઓ યજ્ઞ.
વધુ વાંચો >સ્તંભ
સ્તંભ : છતને ટેકવવા માટેની સ્થાપત્યકીય રચના. સ્તંભના મુખ્ય ત્રણ ભાગ હોય છે : કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી (capital). કુંભી સ્તંભનો પાયો છે, જ્યારે શિરાવટી સ્તંભનો શીર્ષભાગ એટલે કે ઉપરનો ભાગ છે. કુંભી અને શિરાવટી વચ્ચેનો ભાગ સ્તંભદંડ છે. ભારતીય પરંપરામાં સ્તંભનું રૂપવિધાન મંદિરના મંડોવર(ગર્ભગૃહની બહારની દીવાલ)ના રૂપવિધાન…
વધુ વાંચો >