બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ન્યૂ કેસલ (ઑસ્ટ્રેલિયા)

ન્યૂ કેસલ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનું ત્રીજા ક્રમે આવતું અને ન્યૂ સાઉથ વેલ્સનું બીજા ક્રમે આવતું બંદર તથા ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 32° 56´ દ. અ. અને 151° 46´ પૂ. રે.. તે અગ્નિ ઑસ્ટ્રેલિયામાં હન્ટર નદીના મુખ પર વસેલું છે અને સિડની બંદરથી ઉત્તરે 173 કિમી. અંતરે આવેલું છે. આ…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., ઇન્ડિયાના)

ન્યૂ કેસલ (યુ.એસ., ઇન્ડિયાના) : યુ.એસ.ના ઇન્ડિયાના રાજ્યના હેન્રી પરગણાનું વહીવટી મથક તથા ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન : 39° 55´ ઉ. અ. અને 85° 22´ પ. રે. રાજ્યના પાટનગર ઇન્ડિયાનાપૉલિસથી ઈશાન તરફ 74 કિમી. અંતરે બ્લૂ નદીના કિનારે તે વસેલું છે. રાજ્યના ફળદ્રૂપ વિસ્તારમાં આવેલા આ નગરની આજુબાજુમાં ઘઉં, અન્ય…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., ડેલવેર)

ન્યૂ કેસલ (યુ.એસ., ડેલવેર) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલા ડેલવેર રાજ્યમાં ઉત્તરે ન્યૂ કેસલ પરગણામાં ડેલવેર નદી પર વસેલું નગર. તે વિલમિંગટનથી દક્ષિણે 11 કિમી. અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 39° 39´ ઉ. અ. અને 75° 34´ પ. રે.. આ નગરમાં પ્લાસ્ટિકની બનાવટો, લોખંડ-પોલાદની ચીજવસ્તુઓ, રેયૉન, પગરખાં, દવાઓ, યંત્રો…

વધુ વાંચો >

ન્યૂ કેસલ (યુ.એસ., પેન્સિલવેનિયા)

ન્યૂ કેસલ (યુ.એસ., પેન્સિલવેનિયા) : યુ.એસ.ના પેન્સિલવેનિયા રાજ્યના લૉરેન્સ પરગણાનું વહીવટી મથક, ઔદ્યોગિક નગર અને કૃષિપેદાશોનું વ્યાપારનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 41° 0´ ઉ. અ. અને 80° 20´ પ. રે.. તે શેનાન્ગો અને નેશૉનૉક નદીઓના સંગમસ્થાને વસેલું છે. ઓહાયો રાજ્યના યંગ્ઝટાઉનથી અગ્નિકોણમાં 32 કિમી. તથા પિટ્સબર્ગથી વાયવ્યમાં 71 કિમી. અંતરે તે…

વધુ વાંચો >

ન્યૂ જર્સી

ન્યૂ જર્સી : યુનાઇટેડ સ્ટેટ્સનું સંલગ્ન રાજ્ય અને ઔદ્યોગિક રીતે વિકસિત આર્થિક ઘટક. તે ઉત્તર મધ્ય ઍટલાન્ટિક મહાસાગરના કિનારે, યુ. એસ ના ઈશાન ભાગમાં આવેલાં બે મહત્ત્વનાં શહેરો ન્યૂયૉર્ક અને ફિલાડેલ્ફિયાની વચ્ચે, હડસન અને ડેલવેર નદીઓની વચ્ચે આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન 38° 55´ થી 44° 21´ ઉ. અ. અને…

વધુ વાંચો >

ન્યૂ મેક્સિકો

ન્યૂ મેક્સિકો : યુનાઇટેડ સ્ટેટ્સના નૈર્ઋત્ય ભાગમાં આવેલું પર્વતીય રાજ્ય. આ રાજ્ય તેના વિશિષ્ટ પ્રાકૃતિક સૌન્દર્ય અને સમૃદ્ધ ઇતિહાસને કારણે ‘મોહપાશની ભૂમિ’ – ‘Land of Enchantment’ તરીકે પણ ઓળખાય છે. દેશની પશ્ચિમ તરફ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી રૉકીઝ પર્વતમાળાના દક્ષિણ છેડે 31° 22´ થી 37° 0´ ઉ. અ. અને 103° થી 109°…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (રાજ્ય)

ન્યૂયૉર્ક (રાજ્ય) : આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારા પર આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. તે દેશના પૂર્વ કિનારા પર 40° 40´ થી 45° 0´ ઉ. અ. અને 73° 30´થી 79° 0´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,41,300 ચોકિમી. જેટલું છે, તે પૈકી ભૂમિવિસ્તાર 1,22,310 ચોકિમી. છે. વિસ્તારની દૃષ્ટિએ…

વધુ વાંચો >

ન્યૂયૉર્ક (શહેર)

ન્યૂયૉર્ક (શહેર) : યુનાઇટેડ સ્ટેટ્સનું મોટામાં મોટું શહેર. દુનિયાનાં દસ મોટાં મહાનગરો પૈકી છઠ્ઠા ક્રમે આવતું મહાનગર તથા ધીકતું બંદર. તે ન્યૂયૉર્ક રાજ્યની દક્ષિણે વિસ્તરેલા ભૂમિભાગમાં અગ્નિ છેડે હડસન નદીના મુખ પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 40° 43´ ઉ. અ. અને 74° 01´ પ. રે.. આ સ્થળે જ હડસન…

વધુ વાંચો >

ન્યેરેરે, જુલિયસ કે.

ન્યેરેરે, જુલિયસ કે. (જ. 13 એપ્રિલ 1922, બુટિયામા, ટાન્ઝાનિયા અ. 14 ઑક્ટોબર 1999, લંડન, યુ. કે.) : ટાન્ઝાનિયાની સ્વાધીનતા- ચળવળના પિતા, તે દેશના નિવૃત્ત પ્રમુખ, આફ્રિકાના નિર્ભીક સ્વતંત્ર વિચારક તથા આફ્રિકન સમાજવાદના પ્રણેતા. તેમનો જન્મ વિક્ટોરિયા સરોવરના પૂર્વ કિનારા તરફના બુટિયોના નગરની બાજુના ગામડામાં થયો હતો. પિતા ઝાંકી આદિમ લોકજાતિના…

વધુ વાંચો >

પક્ષીતીર્થ

પક્ષીતીર્થ : દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે તમિળનાડુ રાજ્યના નવેસરથી સ્થપાયેલા (1996) ચેંગાઈ અન્ના જિલ્લામાં આવેલું છે. ચિંગલપુટ-મહાબલિપુરમ્ માર્ગ પર ચિંગલપુટની અગ્નિ દિશામાં ત્યાંથી આશરે 11 કિમી. અંતરે તે છે. ત્યાંની 152 મી. ઊંચી દેવગિરિ ટેકરી પરનું શિવમંદિર એ જ પક્ષીતીર્થ તરીકે જાણીતું છે. આ શિવમંદિરના પાછલા ભાગના ખડક પર…

વધુ વાંચો >