બળદેવભાઈ કનીજિયા
ગુલઝાર (સંપૂરણસિંઘ)
ગુલઝાર (સંપૂરણસિંઘ) (જ. 18 ઑગસ્ટ 1936, દિના, જિ. જેલમ [હાલ પાકિસ્તાન]) : ઉર્દૂ અને હિંદી કવિ અને ફિલ્મ પટકથા, ઊર્મિકાવ્યોના લેખક, નિર્માતા તથા દિગ્દર્શક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ધુઆઁ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું. તેઓ હિંદી, અંગ્રેજી, પંજાબી અને બંગાળી ભાષાના જાણકાર…
વધુ વાંચો >ગુહા, નરેશ
ગુહા, નરેશ (જ. માર્ચ 1923, બાંગ્લાદેશ; અ. 4 જાન્યુઆરી 2009) : પશ્ચિમ બંગાળના પ્રખ્યાત કવિ, અનુવાદક, વિદ્વાન અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કવિતાસંગ્રહ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. કોલકાતા યુનિવર્સિટી અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી, ઇલિનૉઇ, અમેરિકામાં પ્રતિભાશાળી શૈક્ષણિક કારકિર્દી બાદ ફુલબ્રાઇટ સ્કૉલરશિપ તથા રૉકફેલર ફાઉન્ડેશન ફેલોશિપ…
વધુ વાંચો >ગોપી, એન.
ગોપી, એન. (જ. 25 જૂન 1948, ભોંગરી, જિ. નાલગોંડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કાલાન્નિ નિદ્ર પોનીવ્વનુ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1979માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ બોર્ડ ઑવ્ સ્ટડીઝના અધ્યક્ષ અને તેલુગુ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય…
વધુ વાંચો >ગોસ્વામી, અતુલાનંદ
ગોસ્વામી, અતુલાનંદ (જ. 1 મે 1935, કોકિલા આધારસત્ર, રંગદોઈ, જિ. જોરહટ, આસામ; અ. 27 જુલાઈ 2022, ગુવાહાટી) : અસમિયા વાર્તાકાર. તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ અને માતાનું નામ કામદાદેવી હતું. તેમણે 1957માં બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પછી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં લગ્ન અનિમા સાથે થયાં હતાં. તેઓ અંગ્રેજી, હિંદી,…
વધુ વાંચો >ગોસ્વામી, ઇન્દિરા
ગોસ્વામી, ઇન્દિરા (જ. 14 નવેમ્બર 1942, ગુઆહાટી, જિ. કામરૂપ, આસામ; અ. 29 નવેમ્બર 2011, ગુવાહાટી) : જાણીતાં આસામી મહિલા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખિકા અને જ્ઞાનપીઠ ઍવૉર્ડનાં વિજેતા. બાળપણમાં તેઓ મામોની તરીકે ઓળખાતાં હતાં. પિતાનું નામ ઉમાકાંત. તેઓ અર્થશાસ્ત્રી હતા અને શિક્ષણખાતામાં જોડાયેલા હતા. ઇન્દિરા ગોસ્વામીને તેમની નવલકથા ‘મામારે ધારા તારોવાલ’ માટે…
વધુ વાંચો >ગોસ્વામી, કિશોરીલાલ
ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ; અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…
વધુ વાંચો >ગોસ્વામી, જય
ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…
વધુ વાંચો >ગૌહર, ગુલામ મોહિઉદ્દીન
ગૌહર, ગુલામ મોહિઉદ્દીન (જ. 1940, સોપોર, કાશ્મીર; અ. 1994) : કાશ્મીરી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિખ:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક થયા બાદ ઉર્દૂમાં ઑનર્સ કર્યું. પબ્લિક સ્કૂલમાં અધ્યાપક થયા પછી વકીલના સહાયક બન્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર લેખન શરૂ કર્યું. તેઓ કલ્ચરલ ફોરમ,…
વધુ વાંચો >ઘંટીટાંકણો (Hoopoe)
ઘંટીટાંકણો (Hoopoe) : સમસ્ત ભારતમાં વ્યાપક યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Upupa epops. તેનો સમાવેશ Coraciiformes વર્ગ અને upupidae કુળમાં થાય છે. તેનું કદ 30 સેમી. જેટલું હોય છે. ગુજરાતીમાં તેને હુડહુડ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ ‘હુપો’ છે. તે બોલે ત્યારે ‘હુડ હુડ’ એવો અવાજ આવે…
વધુ વાંચો >ઘોષ, અમિતાભ
ઘોષ, અમિતાભ (જ. 11 જુલાઈ 1956, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી સાહિત્યના જાણીતા બંગાળી નવલકથાકાર. તેમની અતિપ્રચલિત નવલકથા ‘ધ શૅડો લાઇન્સ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું બાળપણ ઢાકા અને કોલંબો(હવે શ્રીલંકા)માં વીત્યું હતું. દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.ની તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને સામાજિક નૃવિજ્ઞાન…
વધુ વાંચો >