બળદેવભાઈ કનીજિયા
શાસ્ત્રી, ધરમપાલ
શાસ્ત્રી, ધરમપાલ (જ. 26 જાન્યુઆરી 1925, બારામુલા, જમ્મુ અને કાશ્મીર) : હિંદી લેખક. તેમણે ગુરુકુળ, રાવળપિંડીમાંથી ‘સાહિત્ય-ભાસ્કર’, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ‘શાસ્ત્રી’ અને હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ દૂરદર્શનના બાળવિભાગ સાથે સંકળાયેલા હતા. તેમની ભાષા પંજાબી હોવા છતાં તેમણે હિંદીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હમ એક હૈં’ (1962), ‘અનુયુગ…
વધુ વાંચો >શાસ્ત્રી, શિવશંકર
શાસ્ત્રી, શિવશંકર (19મી સદી) : તેલુગુ કવિ. તેમનું મૂળ નામ હતું તલ્લવઝુલા શિવશંકર શાસ્ત્રી. પાછલી વયે તેઓ સંન્યાસી બનેલા અને શિવશંકર સ્વામી તરીકે ઓળખાતા હતા. 20મી સદીના પૂર્વાર્ધમાં તેમણે ‘હૃદયેશ્વરી’ નામક કાવ્યસંગ્રહ આપ્યો. તે કૃતિ અદ્યતન કાળની સૌથી સુંદર કાવ્યકૃતિઓ પૈકીની એક ગણાઈ. તેમાં નાયિકા લક્ષ્મી માટે કવિનો પ્રેમ અને…
વધુ વાંચો >શાસ્ત્રી, શ્યામસિંગ
શાસ્ત્રી, શ્યામસિંગ (જ. 1 જુલાઈ 1936, ભાદરપુર જટ્ટ, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને માનવશાસ્ત્રી. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર સાથે એમ.એ., પીએચ.ડી. કર્યું. ત્યારબાદ ડી.લિટ.ની ડિગ્રી મેળવી. 1968-75 દરમિયાન તેઓ સૈનિક સમાચાર અને અન્ય સંખ્યાબંધ સામયિકોના સંપાદક રહ્યા; 1985-93 દરમિયાન ભારત સરકારના પ્રકાશન-વિભાગના સંયુક્ત નિયામક/મહાનિયામક રહ્યા; હિંદી એન્સાઇક્લોપીડિયા ઑવ્ સોશિયલ…
વધુ વાંચો >શાહ, અબ્દુસ સલામ
શાહ, અબ્દુસ સલામ (જ. 1 જાન્યુઆરી 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ કવિ અને વિદ્વાન. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂ, આરબ કલ્ચર ઍન્ડ સિવિલાઇઝેશન ઍન્ડ અરેબિક લિટરેચરમાં એમ.એ. તથા ઉર્દૂમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ લખનૌ યુનિવર્સિટીમાં અરબી વિભાગમાં રીડરપદેથી અધ્યાપનકાર્ય સંભાળે છે. તેમણે તેમની કારકિર્દી અમેરિકામાં મિનેસોટા યુનિવર્સિટીના સાઉથ એશિયન સ્ટડિઝ…
વધુ વાંચો >શાહ, જગુભાઈ
શાહ, જગુભાઈ (જ. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; અ. 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ…
વધુ વાંચો >શાહ, ધરમશી મૂળજીભાઈ
શાહ, ધરમશી મૂળજીભાઈ (જ. 5 એપ્રિલ 1920, ભાવનગર) : ગુજરાતના નૃત્યકાર અને વાદ્યવિશારદ. રાષ્ટ્રીય સંસ્થા દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાંથી વિનીત (1939); 1940-41માં શાંતિનિકેતન (પં. બંગાળ)માં સંગીત અને નૃત્યનો અભ્યાસ; 1943-44 દરમિયાન ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, અલમોડામાં નૃત્યનો અભ્યાસ. પછી તેમણે પંડિત સુંદરલાલ ગાંગાણી પાસેથી કથક નૃત્ય, જી. રામગોપાલ (ચેન્નાઈ) પાસેથી ભરતનાટ્યમ્, કુંજુનાયક વાલંકડા…
વધુ વાંચો >શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન
શાહ, (પ્રો. ડૉ.) પારુલબહેન (જ. ?) : ભરતનાટ્યમનાં નિષ્ણાત નૃત્યાંગના. વડોદરા ખાતે પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., ટૅક્સેશનમાં એલએલ.બી. તથા એલએલ.બી.(સ્પેશિયલ)ની પદવીઓ મેળવ્યા બાદ, 1965થી તેમણે વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સમાં ભરતનાટ્યમમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ ‘ગુજરાતનાં પ્રથમ નૃત્યકાર છે, કે જેમને તેમના ‘ગુજરાતનું રાસનૃત્ય’ …
વધુ વાંચો >શાહ, રમેશચંદ્ર
શાહ, રમેશચંદ્ર (જ. મે 1937, અલમોરા, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ ગવર્નમેન્ટ હમિદિયા કૉલેજ, ભોપાલમાંથી પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ નિરાલા સૃજનપીઠ, ભારતભવન, ભોપાલના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ 1996-97માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ, શિમલાના…
વધુ વાંચો >શાહ, વાજિદઅલી
શાહ, વાજિદઅલી (જ. 1822, લખનઉ; અ. 1887, કોલકાતા) : અવધના નવાબ, ઉર્દૂ કવિ, નાટ્યલેખક, કલાકાર, સંગીતકાર અને સ્થપતિ. હિન્દુસ્તાનના નવાબો રાજવીઓમાં સ્વચ્છંદતા માટે સૌથી વધુ બદનામ થયેલા વાજિદ અલી શાહ 1847માં વીસ વર્ષની યુવાન વયે અવધના નવાબ બન્યા હતા. શરૂઆતમાં તેમણે રાજ્યવહીવટ, ન્યાય તથા પ્રજાકીય કામોમાં રસ લીધો હતો. તેમણે…
વધુ વાંચો >શાહ, વારિસ
શાહ, વારિસ (જ. 1735, જંદિયાલા શેરખાન હાલ પાકિસ્તાનમાં; અ. ?) : પંજાબી કવિ. સૈયદ પરિવારમાં જન્મ. બાળપણમાં તેમણે માતાપિતા ગુમાવ્યાં. કાસુરની મદરેસામાં સૂફી ફકીરો પાસે શિક્ષણ લીધું. તેઓ પોતાને કાસુરના પીર મખદૂમના શિષ્ય માનતા. ‘કિસ્સા હિર-રાંઝા’ નામક પ્રેમાખ્યાન રચવાની સાથે તેઓ લોકપ્રિય બન્યા. ‘સસ્સી-પુન્નુ’ અને ‘સી-હરફિસ’ પણ તેમની ભાવનાપ્રધાન કૃતિઓ…
વધુ વાંચો >