બળદેવભાઈ કનીજિયા

વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી

વૅટિકન મ્યુઝિયમ અને ગૅલરીઓ, રોમ, ઇટાલી (ચૌદમીથી વીસમી સદી) : વૅટિકન શહેરના સંખ્યાબંધ મહેલોમાં સંગ્રહાયેલ વિશ્વનું એક મોટામાં મોટું મ્યુઝિયમ. આ મહેલોના 1,400 ખંડોમાં તે જુદા જુદા વિભાગોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ રાજમહેલો સેંટ પીટર્સ ચર્ચની પડખે આવેલા હોવાથી તેમાંના સંગ્રહો પોપની અભિરુચિ અને પોપે કલાને આપેલા આશ્રયના દ્યોતક…

વધુ વાંચો >

વેણુગોપન નાયર, એસ. વી.

વેણુગોપન નાયર, એસ. વી. (જ. 18 એપ્રિલ 1945, કરોડે, જિ. તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાલી સાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે એમ. જી. કૉલેજ, તિરુવનંતપુરમમાં રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીની કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

વેણુગોપાલ રાવ, એ. એસ.

વેણુગોપાલ રાવ, એ. એસ. (જ. 26 નવેમ્બર 1934, શિમોગા, કર્ણાટક) : કન્નડ લેખક અને અનુવાદક. તેમણે કન્નડમાં બી.કોમ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય સાથે લેખનકાર્ય પણ કર્યું. તેઓ કન્નડના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં કન્નડમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય અને નોંધપાત્ર ગ્રંથોમાં ‘નાટકવન્તે નાટક’(1988,…

વધુ વાંચો >

વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)

વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (જ. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા. તેમણે મલયાળમ…

વધુ વાંચો >

વેદપ્રકાશ (અમિતાભ)

વેદપ્રકાશ (અમિતાભ) (જ. 1 જુલાઈ 1947, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અને ડી.લિટ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ ધરમ સમાજ કૉલેજ, અલીગઢમાં હિંદી વિભાગના રીડર ઉપરાંત ભારતીય હિંદી પરિષદ, અલ્લાહાબાદ તથા ભારતીય લેખક સંગઠન, દિલ્હીના સભ્ય તેમજ સેખાવતી સાહિત્ય, કલા ઔર સંસ્કૃતિ અકાદમીના માનાર્હ…

વધુ વાંચો >

વેદાંત દેશિકાર

વેદાંત દેશિકાર (જ. 1269, થુપ્પુલ, કાંચિવરમ્, તમિલનાડુ; અ. 1369) : દક્ષિણ ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય. તેમના જન્મ સમયે તેમને વેંકટનાથન્ નામ આપવામાં આવ્યું. 20 વર્ષની વય સુધીમાં તેમણે તમામ શાસ્ત્રો અને કલામાં પારંગતતા પ્રાપ્ત કરી તથા તમિળ અને સંસ્કૃત એમ બંને ભાષામાં તત્કાળ કાવ્યરચના કરવાની ક્ષમતા મેળવી. તેમની…

વધુ વાંચો >

વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય)

વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય) (જ. 25 ડિસેમ્બર 1923, વડ્ડીપેરરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી માસિક ‘સન્ડે સિન્ડિકેટ ઍન્ડ પાર્લમેન્ટરી એરા’ના મુખ્ય સંપાદક રહ્યા. ત્યારબાદ ભારત સરકારના જાહેર સંપર્ક નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1993 સુધી ઑલ ઇન્ડિયા બ્રાહ્મણ મહાસભા, નવી દિલ્હીના પ્રમુખપદે રહ્યા.…

વધુ વાંચો >

વેલ્લઇ પારવઇ

વેલ્લઇ પારવઇ (1967) : એ. શ્રીનિવાસ રાઘવન્(જ. 1905)નો જાણીતો ઊર્મિકાવ્યોનો સંગ્રહ. આ સંગ્રહ કુલ 107 કાવ્યોનો છે. તેમાં હિંદુ દેવો, કીર્તિમંદિરો, બુદ્ધ, કંબન, ભારતી, રાજનીતિશાસ્ત્ર, સ્ત્રીઓની મુક્તિ અને કાવ્ય જેવા વિષયોને વૈવિધ્યપૂર્ણ રીતે વ્યક્ત કરાયા છે. તેમણે જીવનના જુદા જુદા સમયગાળામાં આ કાવ્યો રચ્યાં હતાં અને જુદાં જુદાં તમિળ સામયિકોમાં…

વધુ વાંચો >

વેળા વેન્દન, કા

વેળા વેન્દન, કા (જ. 5 મે 1936, કરાની, જિ. ચેંગલપટ્ટુ, તમિલનાડુ) : તમિળ કવિ અને નિબંધકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી બી.એ. અને બી.એલ.ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ સક્રિય રાજકારણી, સામાજિક કાર્યકર તેમજ લેખક રહ્યા છે. તમિલનાડુ સરકારમાં તેઓ 10 વર્ષ સુધી ધારાસભ્ય તથા મંત્રી રહ્યા તેમજ તમિળ લેખક મંડળના…

વધુ વાંચો >

વેળુસ્કર, રમેશ ભગવંત

વેળુસ્કર, રમેશ ભગવંત (જ. 1947, પાલેમ, ગોવા) : કોંકણી કવિ અને હિંદી ભાષાના લેખક. તેઓ બૉર્ડ ઑવ્ સ્ટડિઝ ઇન કોંકણી; ગોવા બૉર્ડ ઑવ્ એજ્યુકેશન; એડિટૉરિયલ બૉર્ડ ફૉર ટેક્સ્ટબુક્સ ઇન કોંકણીના સભ્ય રહ્યા હતા તથા અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં 4 કાવ્યસંગ્રહો, 1 નવલકથા તથા…

વધુ વાંચો >