બળદેવભાઈ કનીજિયા

વીણા શાન્તેશ્વર

વીણા શાન્તેશ્વર (જ. 22 ફેબ્રુઆરી 1945, ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. વળી હૈદરાબાદની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ ઍન્ડ ફૉરિન લૅંગ્વેજિઝમાંથી અંગ્રેજી સાહિત્યમાં પી.જી. ડિપ્લોમા અને એમ.લિટ.ની પદવી પ્રાપ્ત કર્યાં. તેઓ ધારવાડની કર્ણાટક આટર્સ કૉલેજનાં વાઇસ પ્રિન્સિપાલ હતાં. તેઓ 1992-95…

વધુ વાંચો >

વીરભદ્રપ્પા, કંવર

વીરભદ્રપ્પા, કંવર (જ. 1 ઑક્ટોબર 1953, કોટ્ટુર, જિ. બેલ્લારી, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર તથા વાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. કર્નૂલમાં ગૂલ્યાન ખાતે જિલ્લા પ્રજા પરિષદ હાઈસ્કૂલમાં અધ્યાપન. તેમણે કુલ 18 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની જાણીતી નવલકથાઓમાં ‘કપ્પુ’ (1981); ‘બેલી મટ્ટુ હોબા’ (1982); ‘કેન્ડડ માલે’ (1988)…

વધુ વાંચો >

વીરમ મુનિવર

વીરમ મુનિવર (જ. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; અ. 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

વીરરાજુ, શીલ

વીરરાજુ, શીલ (જ. 22 એપ્રિલ 1939, રાજમુંદ્રી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને લેખક. બી.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ અનુવાદક તરીકે રાજ્યની સરકારી સેવામાં જોડાયા. તેમાંથી સેવાનિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને ચિત્રકામ-પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘સમાધિ’ (1959); ‘માબ્બુ તેરાલુ’ (1959); ‘પગા…

વધુ વાંચો >

વીરાસામી, વી.

વીરાસામી, વી. (જ. 1 ફેબ્રુઆરી 1931, ધારપુરમ્, જિ. પરિયર, તામિલનાડુ) : તમિળ પંડિત. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ત્યારબાદ ભારતીદાસન્ યુનિવર્સિટીના ભારતીદાસન્ એડવાન્સ્ડ રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ 1988-92 દરમિયાન તમિળ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય અને 1994માં જ્ઞાનપીઠ…

વધુ વાંચો >

વીરેન્દ્રનાથ, યેન્દામુરી

વીરેન્દ્રનાથ, યેન્દામુરી (જ. 1948, કાકિનાડા, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર) : તેલુગુ નવલકથાકાર અને નાટ્યકાર. તેમણે બકના અધિકારી તરીકે કામગીરી કરવાની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 8 નવલકથાઓ, 4 નાટ્યસંગ્રહો અને 4 નાટિકાસંગ્રહો આપ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘તુલસી ડાલમ’ (1981); ‘ડબ્બુ ડબ્બુ ડબ્બુ’; ‘ચેંગલ્વા પુડન્ડા’; ‘અભિલાષા’; ‘નિસ્સાબ્દમ્ નીકુ નાકુ મધ્ય’;…

વધુ વાંચો >

વીરેશલિંગમ્, કુંદાકારી

વીરેશલિંગમ્, કુંદાકારી (જ. 1848, રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ; અ. 1919) : તેલુગુ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને વિવેચક. બાળપણમાં પિતા ગુમાવ્યા તેથી કાકાએ તેમનો ઉછેર કર્યો. 1870માં તેમણે યુનિવર્સિટી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી અને વતનની સરકારી જિલ્લા હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. પછી કોરંગી અને ધવલેશ્વરમ્ ખાતે હેડમાસ્તર તરીકે ફરજ બજાવી. નાની વયે સાહિત્ય માટેની…

વધુ વાંચો >

વીળિનાથન્, રામસ્વામી

વીળિનાથન્, રામસ્વામી (જ. 15 મે 1920, વિષ્ણુપુરમ્, જિ. એન. કે. એમ., તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. રાષ્ટ્રભાષા-પ્રવીણ; વિદ્વાન. 1938-1943 દરમિયાન તેમણે હિંદી પ્રચારકાર્ય કર્યું અને હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. 1943-45 દરમિયાન તેઓ ભારત સરકારના સુરક્ષા વિભાગમાં એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે રહ્યા. 32 વર્ષ સુધી તેમણે તમિળ અઠવાડિક ‘કલ્કિ’નું તથા તમિળ માસિક…

વધુ વાંચો >

વેગડ, અમૃતલાલ ગોવામલ

વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3 ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ; અ.6 જુલાઈ 2018, જબલપુર) : હિંદી તથા ગુજરાતી લેખક. તેઓ માધાપર કચ્છના વતની હતાં. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1948થી 1953 દરમિયાન તેઓએ નંદલાલ બોઝ પાસેથી તાલીમ મેળવેલી. તેઓ નંદલાલબોઝ પાસેથી પ્રકૃતિ અને સુંદરતાનું આદર કરવાનું શીખેલા. તેઓ…

વધુ વાંચો >

વેગે, નાગેશ્વર રાવ

વેગે, નાગેશ્વર રાવ (જ. 18 જાન્યુઆરી 1932, પેડા અવતપલ્લી, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી અને ઇટાલિયન કવિ. તેમણે 1955માં આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને પછી પરમા યુનિવર્સિટી, ઇટાલીમાંથી એમ.ડી.ની પદવીઓ મેળવી અને સ્વિસ મેડિકલ સોસાયટીના ફેલો બન્યા. ત્યારબાદ તેમણે ગેરા પિયાનોમાં ડૉક્ટરનો વ્યવસાય શરૂ કર્યો. હૉસ્પિટલ મેડૉસ્કિયોના ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર…

વધુ વાંચો >