બળદેવભાઈ કનીજિયા
રાંગેય રાઘવ
રાંગેય રાઘવ (જ. 17 જાન્યુઆરી 1923, આગ્રા; અ. 12 સપ્ટેમ્બર 1962, મુંબઈ) : હિંદી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ તિરુમલૈ નમ્બાકમ્ વીર રાઘવાચાર્ય હતું. પિતા રંગાચાર્ય તમિળ, ફારસી અને સંસ્કૃતના વિદ્વાન હતા અને કાવ્ય તથા પિંગળશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. માતા કનકવલ્લી તમિળ, કન્નડ અને…
વધુ વાંચો >રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ)
રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં…
વધુ વાંચો >રિહગ્વે, મેથ્યૂ બંકર
રિહગ્વે, મેથ્યૂ બંકર (જ. 3 માર્ચ 1895, ફૉર્ટ મનરો, વર્જિનિયા; અ. 1993) : અમેરિકન લશ્કરના ચીફ-ઑવ્-સ્ટાફ. 1917માં તે અમેરિકન મિલિટરી અકાદમીમાંથી સ્નાતક થયા અને તેમની પ્રથમ 25 વર્ષની મિલિટરી કારકિર્દી દરમિયાન અધિકારીના દરજ્જા મારફત ક્રમશ: સ્ટાફમાં નિમણૂક પામ્યા. 1943ના જુલાઈમાં સિસિલીના આક્રમણ દરમિયાન તેમને યુદ્ધમાં પ્રથમ અમેરિકન વિમાની હુમલાના આયોજન…
વધુ વાંચો >રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર)
રીડ, હર્બર્ટ એડ્વર્ડ (સર) (જ. 4 ડિસેમ્બર 1893, કિર્બામોર્સાઇડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 12 જૂન 1968, માલ્ટન, યૉર્કશાયર) : અંગ્રેજ કવિ, કલા અને સાહિત્યના વિવેચક. શિક્ષણ લીડ્ઝ યુનિવર્સિટીમાં. બૅંકમાં બે વર્ષ કામગીરી કર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધમાં ત્રણ વર્ષ પાયદળ અધિકારી તરીકે સેવા આપી. યુદ્ધ પૂરું થતાં અભ્યાસ પૂરો કર્યો. 1922થી 1931…
વધુ વાંચો >રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન
રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન (જ. 12 ડિસેમ્બર 1875, એસ્ચેર્સ્લેબેન, મેગ્ડેબર્ગ, જર્મની; અ. 24 ફેબ્રુઆરી 195૩, હૅનોવર) : જર્મન ફીલ્ડ-માર્શલ. તેઓ જર્મન લશ્કરી અધિકારી કૉરના પિતા સમાન અને હિટલરના વડપણ હેઠળના પ્રશિયન જનરલોની જૂની પરંપરાના છેલ્લા અધિકારી હતા. ઉમરાવ પરિવારમાં જન્મ. ઇમ્પીરિયલ આર્મીમાં અધિકારીનો દરજ્જો પામ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે…
વધુ વાંચો >રૂપર્ટ, પ્રિન્સ
રૂપર્ટ, પ્રિન્સ (જ. ડિસેમ્બર 1619, પ્રાગ; અ. 29 નવેમ્બર 1682, સ્પ્રિંગ ગાર્ડન્સ, વેસ્ટમિન્સ્ટર) : કમ્બરલૅન્ડનો ડ્યૂક, હૉલ્ડરનેસનો ઉમરાવ. તે રૂપર્ટ ઑવ્ રહાઇન તરીકે ઓળખાતો હતો. તે બોહેમિયાના ફ્રેડરિક પાંચમા અને ઇંગ્લૅન્ડના જેમ્સ પહેલાની પુત્રી એલિઝાબેથનો ત્રીજો પુત્ર. વ્હાઇટ માઉન્ટનના યુદ્ધમાં તેના પિતાની હાર પછી તે તેના કુટુંબ સાથે બોહેમિયા છોડી…
વધુ વાંચો >રૂપસંહિતા
રૂપસંહિતા : એક આવકાર્ય અને સંગ્રહણીય રૂપકલા-કોશ. અખિલ ભારતીય ખ્યાતિ ધરાવતા કલાકાર વાસુદેવ સ્માર્ત દ્વારા સંપાદિત ભારતીય કલા-પરંપરામાં આલંકારિક આકૃતિઓનો ઘણો મોટો સંગ્રહ ધરાવતું પ્રકાશન. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન 1971ના અરસામાં થયેલું. તે આવૃત્તિ વેચાઈ ગયા બાદ નવાં ઉમેરણો સાથે બીજી આવૃત્તિ 1983માં પ્રગટ કરવામાં આવી; અને ત્રીજી સંવર્ધિત આવૃત્તિ…
વધુ વાંચો >રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ)
રેડગ્રેવ, સર માઇકલ (સ્કુડામોર્ડ) (જ. 20 માર્ચ 1908, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 મે 1985, ડેનહામ, બકિંગહામશાયર) : બ્રિટિશ રંગમંચ અને ફિલ્મના અભિનેતા. કેમ્બ્રિજ ખાતે અભ્યાસ. પહેલાં શિક્ષક બન્યા. 1934માં તેમણે લિવરપૂલ પ્લેહાઉસ ખાતે અભિનય કારકિર્દી શરૂ કરી. તે પછી નૅશનલ થિયેટરમાં જોડાયા અને ત્યાં હૅમ્લેટ, લિયર, અંકલ વેન્યા અને મિ.…
વધુ વાંચો >રેડ્ડી, વિજયરાઘવ પી.
રેડ્ડી, વિજયરાઘવ પી. (જ. 25 જૂન 1938, કોન્ડલોપલ્લી, જિ. કુડપ્પા, આંધપ્રદેશ) : હિંદી લેખક. આગ્રા હિંદી સાથે એમ.એ.; મૈસૂર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી તથા ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યાં. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદીના વડા રહ્યા અને અધ્યાપનકાર્ય કર્યું. 1967–68 સુધી તેઓ ‘અરવિંદ’ માસિકના અતિથિ સંપાદક, 1975–78 સુધી ‘સંસ્થાન બુલેટિન’ના સંપાદક અને…
વધુ વાંચો >રેલવાણી, જયંત જિવતરામ
રેલવાણી, જયંત જિવતરામ [જ. 3 સપ્ટેમ્બર 1936, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને ગુજરાતી નવલકથાકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી, પછી તેઓ વેસ્ટર્ન રેલવે સેવામાં જોડાયા અને સિનિયર સેક્શન ઑફિસર તરીકે નિવૃત્ત થયા. હાલ તેઓ કટાર તથા અન્ય લેખનકાર્યમાં પ્રવૃત્ત છે. 1964થી તેમણે ‘સિંધુ ભારતી’ના સંપાદનનું કાર્ય…
વધુ વાંચો >