પ્ર. ઉ. શાસ્ત્રી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય : વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા. આ સંસ્થા 1936–37માં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ 60 વર્ષની વયે સ્થાપેલી. દાદા લેખરાજ 1877માં જન્મેલા. એમને 60 વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ, નૈતિક, ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના…

વધુ વાંચો >

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર)

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર) : કલ્પનાથી નવી વસ્તુ સર્જવાની શક્તિ ધરાવતી પ્રજ્ઞા. કલ્પનાથી કળા અને કાવ્ય વગેરે ક્ષેત્રે નવું સર્જન કરવાની સામાન્ય મનુષ્યમાં રહેલી ન હોય તેવી વિશિષ્ટ શક્તિ કળાકાર કે કવિ વગેરેમાં રહેલી હોય છે, તેને પ્રતિભા કહે છે. શબ્દશાસ્ત્રની ર્દષ્ટિએ તે પશ્યન્તી નામની વાણી ગણાય છે, કારણ કે તે…

વધુ વાંચો >

પ્રતિમા

પ્રતિમા : માટી, કાષ્ઠ, ધાતુ, પથ્થર વગેરેની બનાવેલી દેવની મૂર્તિ. ક્યારેક મનુષ્યની આવી મૂર્તિ પણ હોય છે, પરંતુ તેને પ્રતિમા કહેવાય નહિ. પ્રતિમા કે મૂર્તિને હંમેશાં પૂજનીય ગણવામાં આવે છે. આવી પ્રતિમા બનાવવાનું કારણ એ છે કે જ્ઞાની મનુષ્યો જ નિરાકાર ઈશ્વરની કલ્પના કરે છે. સામાન્ય મનુષ્યો આવી પ્રતિમા દ્વારા…

વધુ વાંચો >

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી) : કાશ્મીરમાં જાણીતો શૈવદર્શનનો સૌથી મહત્વનો અને અંતિમ વિભાગ. કાશ્મીરમાં પ્રચલિત શૈવદર્શનના ત્રણ વિભાગો છે : (1) આગમશાસ્ત્ર, (2) સ્પન્દશાસ્ત્ર અને (3) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. શૈવદર્શનના પ્રથમ વિભાગ આગમશાસ્ત્રમાં શૈવદર્શનની અનુશ્રુતિ રજૂ થઈ છે; બીજા વિભાગ સ્પન્દશાસ્ત્રમાં શૈવદર્શનના સિદ્ધાન્તોને વિસ્તારથી રજૂ કરવામાં આવ્યા છે; જ્યારે ત્રીજો અને અંતિમ…

વધુ વાંચો >

પ્રવર

પ્રવર : બ્રાહ્મણ જે વંશમાં જન્મ્યો હોય તે વંશના સર્વપ્રથમ ઋષિઓનાં નામો. વૈદિક યુગમાં પોતાની ઓળખાણ આપવા માટે ગોત્ર અને પ્રવર કહેવામાં આવતાં. ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગુરુનાં ગોત્ર અને પ્રવર વડે પોતાની ઓળખાણ આપતા. બાળક ગુરુ પાસે ભણવા જાય ત્યારે અને સંધ્યા, યજ્ઞ વગેરે ધાર્મિક વિધિ વખતે ગોત્ર અને…

વધુ વાંચો >

પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ)

પ્રસન્નરાઘવ (તેરમી સદીનો પૂર્વાર્ધ) : જયદેવે રચેલું રામકથા પરનું સંસ્કૃત નાટક. સાત અંકનું બનેલું આ નાટક વાલ્મીકિના રામાયણ પર આધારિત હોવા છતાં મૂળ કથાનકમાં જયદેવે ઘણાં પરિવર્તનો કરીને અદભુત નાટકીય અસરો ઉપજાવી છે. નાટ્યકાર જયદેવે પ્રસ્તાવનામાં આપેલા પોતાના પરિચય મુજબ તેઓ કૌણ્ડિન્ય ગોત્રના હતા. સુમિત્રા અને મહાદેવના તેઓ પુત્ર હતા.…

વધુ વાંચો >

પ્રસાદ

પ્રસાદ : હિંદુ ધર્મની માન્યતા મુજબ દેવતાને ધરવામાં આવેલી અથવા દેવતા, ગુરુ વગેરેએ પ્રસન્ન થઈને આપેલી વાનગી – ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેમાંની કોઈક વસ્તુ. પૂજા, પુરાણકથા, ભજન વગેરે હિંદુ ધાર્મિક વિધિને અંતે દેવતા વગેરેને ધરાવેલી નૈવેદ્યની વસ્તુ પ્રસાદ તરીકે હાજર રહેલી વ્યક્તિઓને વહેંચવાની પ્રથા ભારત દેશમાં પ્રચલિત છે. દેવતા વગેરેની…

વધુ વાંચો >

પ્રસ્તાવના

પ્રસ્તાવના : સંસ્કૃત નાટકમાં નાંદી પછી આવતો અને નાટ્યવસ્તુનું સૂચન કરતો પ્રારંભનો ભાગ. નાટ્યશાસ્ત્રમાં આપેલી તેની વ્યાખ્યા મુજબ તેમાં નટોનો ઉપરી સૂત્રધાર પોતાની પત્ની નટી કે પોતાના સહાયક વિદૂષક કે પારિપાર્શ્વિક સાથે નાટકના મુખ્ય કથાનકનું સૂચન કરતી કુશળતાભરી વાતચીત કરે છે. એ વાતચીતમાં ઋતુવર્ણન, સંગીત, નાટક અને નાટ્યકારનો પરિચય તથા…

વધુ વાંચો >

પ્રહસન

પ્રહસન : બહુધા ફાર્સ તરીકે ઓળખાતો પાશ્ચાત્ય હાસ્યનાટકનો પ્રકાર. નાટ્યની પરિભાષામાં મૂળ ફ્રેન્ચ શબ્દ farce એટલે કે ‘ઠાંસીને ભરવું’ પરથી આ શબ્દ યોજવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ તદ્દન હળવા પ્રકારનું અને સૌથી પ્રાકૃત સ્તરનું હાસ્ય એટલે કે અટ્ટહાસ્ય નિપજાવવાનો છે. તે નિમ્ન પ્રકારની એટલે કે હળવી કૉમેડી લેખાય છે. તેનાં…

વધુ વાંચો >

પ્રહેલિકા

પ્રહેલિકા : કવિના અભિપ્રેત અર્થને સમજવો મુશ્કેલ પડે તેવી ચતુરાઈભરી કાવ્યરચના. એમાં ચિત્ર નામનો અલંકાર અને અર્થચિત્ર પ્રકારનું કાવ્ય બંને અસ્તિત્વ ધરાવે છે. તે ચોસઠ કળાઓમાંની એક કળા છે, કારણ કે તેનાથી માણસની ચતુરાઈ કે બુદ્ધિ જણાઈ આવે છે. પ્રહેલિકામાં કોઈક કોયડો રજૂ થાય છે અને તેમ કરી બીજા લોકોને…

વધુ વાંચો >