પ્રાણીશાસ્ત્ર
મોતી
મોતી : ઝવેરાતમાં અગત્યનું સ્થાન ધરાવતો કીમતી પદાર્થ. રત્નો સાથે હંમેશાં મોતીની તુલના થાય છે. રત્નો ખીણમાંથી ખોળવામાં આવે છે અને તે અત્યંત કઠણ હોય છે. મોતી પ્રમાણમાં સાવ મૃદુ હોય છે. જોકે રત્નોની જેમ મોતી પણ પ્રકાશનું શોષણ અને પરાવર્તન કરે છે. મોતી-છીપ (pearl oyster) નામે ઓળખાતા દરિયાઈ મૃદુકાય…
વધુ વાંચો >મૉન્ટેગ્યુ, જ્યૉર્જ
મૉન્ટેગ્યુ, જ્યૉર્જ (જ. 1753, વિલ્ટશાયર ઇંગ્લૅન્ડ; અ. 1815) : આંગ્લ પ્રકૃતિવિશારદ. લશ્કરી કારકિર્દીમાં નિષ્ફળતા મળવાથી તથા તેમના લગ્નના પરિણામે પોતાની જાગીર ગુમાવવી પડે એ રીતે તેમને હાડમારી અને વેદના ભોગવવાં પડવાથી તેમનું ચિત્ત પક્ષીવિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યું. તે ડેવન રહેવા ચાલ્યા ગયા અને ત્યાં રહીને તેમણે તેમનું અધિકૃત અને વિખ્યાત…
વધુ વાંચો >મોર
મોર (Peacock) : અત્યંત સુંદર અને ધ્યાનાકર્ષક એવું એક વિહગ વર્ગની ગેલિફૉર્મિસ-શ્રેણીનું પ્રાણી. શાસ્ત્રીય નામ Pavo cristatus. તેની વરણી ભારતના રાષ્ટ્રીય પક્ષી (national bird) તરીકે થયેલી છે. આમ તો આ પક્ષી ગીધના કદનું હોય છે. અલબત્ત, તેની લાંબી પૂંછડીને કારણે મોર વિશાળ દેખાય છે. તેની કલાત્મક દેહભંગી અને સૌંદર્યને કારણે…
વધુ વાંચો >મૉરિસ, ડૅસમંડ (જૉન)
મૉરિસ, ડૅસમંડ (જૉન) (જ. 24 જાન્યુઆરી 1928 Wilt Shire England U.K.) : બ્રિટનના નિપુણ પ્રાણીવિશારદ અને લેખક. તેમણે બર્મિગહામ અને ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; તે પછી નિકોલસ ટિંબરગનના હાથ નીચે પ્રાણી-વર્તન વિશે સંશોધન કર્યું. પછી લંડન ઝૂ ખાતે ગ્રેનાડા ટી.વી. ફિલ્મ યુનિટના વડા તરીકે 1956 –59 દરમિયાન કાર્ય કર્યું. 1959–67…
વધુ વાંચો >મૉર્ગન, થૉમસ હન્ટ
મૉર્ગન, થૉમસ હન્ટ (જ. 25 સપ્ટેમ્બર 1866, કેન્ટુકી, યુ.એસ.; અ. 4 ડિસેમ્બર 1945) : મેન્ડેલે-પ્રતિપાદિત આનુવંશિકતા-(heredity)ના સિદ્ધાંતોનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા ઉપરાંત, આધુનિક જનીનવિજ્ઞાન(genetics)નો પાયો નાંખનાર પ્રખર વિજ્ઞાની. તેમણે ડ્રૉસૉફાઇલા મેલાનોગાસ્ટર નામે ઓળખાતી ફળમાખી(fruit fly)ના રંગસૂત્ર પર આવેલાં જનીનોનું અવલોકન અનેક પેઢીઓ સુધી કર્યું. જનીનો સજીવોનાં લક્ષણોના સંચારણમાં પાયાના એકમો છે…
વધુ વાંચો >મોસમી શાહિન
મોસમી શાહિન (Peregrine Falcon) : ભારતનું શિયાળુ યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Falco rusticolus. તેનો વર્ગ Falconiformes છે અને તેનો Falconidae કુળમાં સમાવેશ થાય છે. તેનું કદ કાગડા જેવડું, 38થી 46 સેમી. સુધીનું હોય છે. તેનું માથું અને ઉપલું શરીર ઘેરા સ્લેટિયા રંગનાં હોય છે. તેમાં કાળી રેખાઓ હોય…
વધુ વાંચો >મોહુકો
મોહુકો (Crow, Pheasant) : ભારતભરમાં જોવા મળતું નિવાસી પક્ષી. અં. ક્રો-ફેઝન્ટ; હિં. મહોખ; ગુ. મેહુકો અને હોક્કો પણ કહેવાય છે. તેનાં નવાં નામ ધુકિયો અને ધોમરો પણ છે. તેને ‘જામનગરી કાગડો’ પણ કહે છે. નર-માદાનો રંગ એકસરખો. કદ 50.80 સેમી. કદમાં કાગડા કરતાં મોટો; માથું, ડોક ને છાતીનો ઉપલો ભાગ…
વધુ વાંચો >મ્યૂલર જોહાનેસ પીટર
મ્યૂલર જોહાનેસ પીટર (જ. 7 એપ્રિલ 1801, કૉબ્લેન્ઝ; અ. 28 એપ્રિલ 1858, બર્લિન) : જર્મન દેહધર્મવિજ્ઞાની. ગર્ભવિજ્ઞાનના એક સ્થાપક તેમજ દરિયાઈ પ્રાણીશાસ્ત્રના અભ્યાસની પહેલ કરનાર ખ્યાતનામ વિજ્ઞાની. મ્યૂલરે, ઈ. સ. 1823માં બૉન વિશ્વવિદ્યાલયની આયુર્વિજ્ઞાનની ઉપાધિ પ્રાપ્ત કરી. તેનાં શરૂઆતનાં સંશોધનો સસ્તનોની દેહધર્મવિદ્યા તેમજ પેશીવિજ્ઞાનના ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. રોગ-વિજ્ઞાન(pathology)ના અભ્યાસમાં…
વધુ વાંચો >યકૃત (માનવેતર પ્રાણીઓ)
યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
વધુ વાંચો >યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship)
યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship) : યજમાન (host) સજીવના શરીરમાં પ્રવેશીને જીવતા પરોપજીવી (parasite) સજીવ અને યજમાનની એકબીજા પર થતી અસર. આ પરોપજીવી સજીવો યજમાન(આધારક)ના શરીરમાંથી પોષક તત્વો મેળવે છે. ત્યાં પોતાના હિતાર્થે સ્થિર (stable) પર્યાવરણ રચીને પોતાની વૃદ્ધિ અને ગુણન સાધે છે. પરોપજીવીઓનું પ્રસ્થાપન મોટેભાગે યજમાનને હાનિકારક નીવડે…
વધુ વાંચો >