પ્રાણીશાસ્ત્ર

મૃત પ્રાણીદેહની સાચવણી

મૃત પ્રાણીદેહની સાચવણી : મૃત પ્રાણીઓના શરીર પર સૂક્ષ્મ જીવો વડે થતો સડો (અપઘટન – decomposition) અટકાવવા યોજાતા ઉપચારો. પ્રાણીશરીરની બંધારણાત્મક તેમજ ચયાપચયીન પ્રક્રિયા વિશે માહિતી મેળવવા તેમજ માનવ અને પશુસ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘટનાઓને સમજવા જીવંત તેમજ મૃત પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. કેટલીક વાર સંજોગવશાત્ માનવશબ પર…

વધુ વાંચો >

મૃતભક્ષી પોષણકડી

મૃતભક્ષી પોષણકડી : જુઓ નિવસનતંત્ર.

વધુ વાંચો >

મેગેન્ડી ફ્રાંસ્વા

મેગેન્ડી ફ્રાંસ્વા (જ. 6 ઑક્ટોબર 1783, બૉર્ડો, ફ્રાન્સ; અ. 7 ઑક્ટોબર 1855) : ઓગણીસમી સદીના ફ્રાન્સના નામાંકિત દેહધર્મક્રિયાશાસ્ત્રી (physiologist). કરોડરજ્જુ-ચેતામાં બે પ્રકારો છે અને દરેકનાં કાર્ય અલગ છે એવું તેમણે સૌથી પ્રથમ સાબિત કરી આપ્યું. શરીરનાં વિવિધ અંગો ઉપરની ઔષધિઓની અસર અંગે સ્ટ્રિક્નિન (ઝેરકચોલાનું વિષારી દ્રવ્ય) અને મૉર્ફીન જેવા ઉત્તેજક…

વધુ વાંચો >

મેના (Myna)

મેના (Myna) : Starling નામે ઓળખાતાં વાચાલા (Sturnidae) કુળનાં પંખીઓ. Passeriformes શ્રેણીનાં આ પક્ષીઓ કદમાં નાનાં હોય છે. કેટલીક મેનાનો અવાજ મધુર અને કોમળ હોય છે. આવાં પક્ષીઓ ચમકતા કાળા રંગનાં હોય છે અને તેમના માથા પર ચાઠું હોય છે. સામાન્યપણે તેઓ ગીચ ઝાડીવાળા પ્રદેશોમાં રહેતાં હોય છે. માનવ-વસાહતમાં રહેવાનું…

વધુ વાંચો >

મેન્ડેલવાદ (Mendelism)

મેન્ડેલવાદ (Mendelism) : ઑસ્ટ્રિયન પાદરી ગ્રેગૉર જોહાન મેન્ડેલ (જ. 1822–1884) દ્વારા પ્રતિપાદિત સજીવોમાં આનુવંશિક લક્ષણોના સંચારણની વિધિની સમજૂતી આપતા મૂળભૂત સિદ્ધાંતો. તે ઑસ્ટ્રિયાના બ્રૂન શહેરમાં પાદરી તરીકે એક મઠ(monastery)માં 1847માં જોડાયા. ત્યાંથી તેમને ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને પ્રકૃતિવિજ્ઞાનની તાલીમ માટે વિયેના યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યા. 1853માં સ્થાનિક માધ્યમિક શાળામાં જીવવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનના…

વધુ વાંચો >

મૅમથ

મૅમથ : એ નામની હાથીના કુળની લુપ્ત પ્રજાતિ(Mammuthus)નાં પ્રાણી. મૅમથની ગણના સસ્તન વર્ગની પ્રોબોસિડિયા શ્રેણીના એલિફન્ટિડી કુળમાં થાય છે. આ પ્રાણીનો બરફમાં દટાઈને ઠરી ગયેલો પ્રથમ નમૂનો 1400ના અરસામાં મળ્યો. તે પહેલાં ઉત્તર સાઇબીરિયા અને મૉંગોલિયાના લોકો તેમના વિશાળ દંતૂશળથી પરિચિત હતા. તેમની કલ્પના પ્રમાણે તે ઉંદરની જાતના પ્રાચીન વિરાટ…

વધુ વાંચો >

મેરિયમ, ક્લિન્ટન હાર્ટ

મેરિયમ, ક્લિન્ટન હાર્ટ (જ. 5 ડિસેમ્બર 1855, ન્યૂયૉર્ક સિટી; અ. 19 માર્ચ 1942, બર્કલી, કૅલિફૉર્નિયા) : જાણીતા પ્રકૃતિવાદી, પ્રાણીવિજ્ઞાની અને પ્રારંભકાલીન પર્યાવરણવાદી. તાલીમ-શિક્ષણ તેમણે તબીબી વિજ્ઞાનનાં લીધાં હતાં. 1885થી 1910 દરમિયાન તેઓ અમેરિકાની બ્યૂરો ઑવ્ બાયોલૉજિકલ સર્વેના વડા તરીકે રહ્યા. અમેરિકાનાં વિશાળ કદનાં રીંછ, ભૂખરાં રીંછ તથા કનેક્ટિકટના પક્ષીજગત વિશે…

વધુ વાંચો >

મેંદિયો પિદ્દો

મેંદિયો પિદ્દો (Stone Chat) : યુરોપ, મધ્ય એશિયા, તુર્કસ્તાન તથા ભારતમાં પણ વસતું પંખી. આ છે પિદ્દા(pied bush chat)નો ભાઈ, પણ રંગમાં સાવ જુદો. લંબાઈ 12 સેમી. નર અને માદા કદમાં જુદાં પડે. નરનું માથું અને ડોક કાળાં હોય છે. ગળા ઉપર ખભા પાસે પહોળો સફેદ કાંઠલો હોય છે. તેની…

વધુ વાંચો >

મોટી ચોટીલી ડૂબકી

મોટી ચોટીલી ડૂબકી (Great Crested Grebe) : મૂળ યુરોપ અને સાઇબીરિયાનું વતની છતાં ચોમાસા પછી ભારતમાં આવતું યાયાવર પંખી. Podicipediformes શ્રેણીના Podicipedidae કુળનું પક્ષી. શાસ્ત્રીયનામ Podiceps cristatus. કદ મરઘી જેવડું – 50 સેમી. તે આંખ ઉપરથી નીકળતાં કાળાશ પડતાં પીંછાંની કલગી ધરાવે છે. શિયાળામાં ભારત આવે ત્યારે શરૂમાં ડોક ઉપર…

વધુ વાંચો >

મોટી નાચણપંખો

મોટી નાચણપંખો (Flycatcher, white browed fantail) : ગુજરાતનું ભેજ અને ઝાડીમાં નિવાસ કરનારું પક્ષી. આખો દિવસ એ પૂંછડીનો પંખો કરીને ડાબેજમણે – ઝૂલતું નાચતું જોવા મળે છે. એનું નવું નામ છે ‘મોટી નાચણ’. Passeriformes શ્રેણીના Musicapidae કુળનું માખીમાર પંખી. શાસ્ત્રીય નામ Rhipidura albogularis. એનું કદ 17 સેમી.(7 ઇંચ)નું હોય છે.…

વધુ વાંચો >