પંજાબી સાહિત્ય
ભાઈ વીરસિંગ
ભાઈ વીરસિંગ (જ. 1872; અ. 1957) : આધુનિક પંજાબી સાહિત્યના અગ્રગણ્ય લેખક. તેઓ અમૃતસરમાં રહેતા હતા. એમના પિતા ડૉ. ચરણસિંહ પણ પંજાબી સાહિત્યકાર હતા. એમના નાના ધર્મપરાયણ વ્યક્તિ હતા. પિતાની સાહિત્યપ્રીતિ અને નાનાની ધાર્મિકતા બંનેનો વારસો એમણે દીપાવ્યો. તેઓ પત્રકાર તરીકે પણ જાણીતા હતા. 1899માં એમણે ‘ખાલસા સમાચાર’ સાપ્તાહિક શરૂ…
વધુ વાંચો >ભુલ્લર, ગુરબચન સિંહ
ભુલ્લર, ગુરબચન સિંહ (જ. 18 માર્ચ 1937, પિથો, જિ. ભટિંડા, પંજાબ) : પંજાબી લેખક. તેમને તેમની કૃતિ ‘અગ્નિ કલસ’ બદલ 2005નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમણે નવી દિલ્હીના યુ.એસ.એસ.આર.ના માહિતી ખાતાના સિનિયર સંપાદક તરીકે કારકિર્દી શરૂ…
વધુ વાંચો >મહીપસિંગ
મહીપસિંગ (જ. 1930, અમૃતસર) : હિન્દી તથા પંજાબી લેખક. ટૂંકી વાર્તાઓ, નવલકથા, વિવેચન, નાટક એમ અનેક ક્ષેત્રોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરનાર તથા પંજાબીમાં પણ અનેક સાહિત્યકૃતિઓની રચના કરનાર મહીપસિંગનો જન્મ શીખ કુટુંબમાં થયો હતો. 1952માં હિન્દી વિષય લઈને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવીને મેળવી. એ પછી…
વધુ વાંચો >મેરે સૈંયા જિયો
મેરે સૈંયા જિયો (1953) : પંજાબી કાવ્યસંગ્રહ. ભાઈ વીરસિંગ-રચિત આ કાવ્યસંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા સ્વાતંત્ર્યોત્તર શ્રેષ્ઠ પંજાબી કૃતિ તરીકે પુરસ્કૃત છે. એમાં ભાઈ વીરસિંગની લઘુદીર્ઘ 72 કાવ્યરચનાઓ છે. વિષય, ભાવવ્યંજના તથા રચનાશિલ્પની ર્દષ્ટિએ આ કવિતા પાછલા 6 દશકાની બધી કાવ્યરચનાઓથી અનેકધા ભિન્ન છે. એમાંનાં કાવ્યો કવિના અંતર્જગતના દર્પણરૂપ છે.…
વધુ વાંચો >મેહબૂબ, હરિંદરસિંગ
મેહબૂબ, હરિંદરસિંગ (જ. 1937; ચાક, જિ. લાયલપુર, હવે પાકિસ્તાનમાં) : પંજાબી સાહિત્યકાર. તેમને ‘ઝનાં દી રાત’ નામક કાવ્યસંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે અંગ્રેજી તથા પંજાબી ભાષાના વિષયમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી; ત્યારપછી હોશિયારપુર તાલુકાના ગઢડીવાલા શહેરની ખાલસા કૉલેજમાં અધ્યાપક નિમાયા. 1960ના દશકાનાં પ્રારંભિક વર્ષોમાં તેમણે…
વધુ વાંચો >મોહનસિંહ ‘માહિર’
મોહનસિંહ ‘માહિર’ (જ. 20 ઑક્ટોબર 1905, મરદાન, પંજાબ, પાકિસ્તાન; અ. 3 મે 1978, લુધિયાણા) : ઓગણીસમી સદીના ભાવનાપ્રધાન પંજાબી કવિ, વાર્તાકાર અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘વડ્ડા વેલા’ માટે 1959ના વર્ષનો ભારતની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમના પિતા સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટર હતા. મોહનસિંહે તેમની મૅટ્રિકની પરીક્ષા 1923માં…
વધુ વાંચો >રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ)
રવીન્દર રવિ (રવીન્દરસિંહ ગિલ) (જ. 8 માર્ચ 1937, સિયાલકોટ, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી કવિ. તેઓ પંજાબીમાં 1960માં બી.એ. (ઑનર્સ) અને પછી પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અધ્યાપન અને લેખનકાર્ય શરૂ કર્યા બાદ તેમણે કૅનેડાના ડિસ્ટ્રિક્ટ રિસૉર્સ સેન્ટરના શિક્ષક-ગ્રંથપાલ તથા સંકલનકાર તરીકે કામગીરી કરી હતી. 1978થી તેમણે કૅનેડાના ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ પંજાબી…
વધુ વાંચો >વઝીર સિંઘ
વઝીર સિંઘ (જ. 8 ઑક્ટોબર 1927, અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે 1950માં ફિલસૂફીમાં એમ.એ. અને 1970માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1981-86 દરમિયાન પંજાબ યુનિવર્સિટી, પતિયાળામાં રિલિજસ સ્ટડિઝ વિભાગના પ્રોફેસર અને વડા તરીકે અધ્યાપન-કાર્ય કરીને સેવાનિવૃત્ત થયા. 1982-92 દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ‘ધ જર્નલ ઑવ્ રિલિજસ સ્ટડિઝ’ના સંપાદક…
વધુ વાંચો >વડ્ડાવેલા (1958)
વડ્ડાવેલા (1958) : પંજાબી સાહિત્યકાર મોહનસિંગનો કાવ્યસંગ્રહ. આ કૃતિને 1959ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં 14 કાવ્યો, 12 ગઝલ તથા એક કથાકાવ્ય(ballad)નો સમાવેશ છે. ઓછી સંખ્યા હોવા છતાં આ કાવ્યસંગ્રહનો પંજાબી કાવ્યજગતમાં ખાસ્સો પ્રભાવ રહ્યો છે. મોહનસિંગની મોટી મૂડી તે ભાષાની તેમની ઊંડી જાણકારી અને…
વધુ વાંચો >વણઝરાબેદી, એસ. એસ.
વણઝરાબેદી, એસ. એસ. (જ. 1924, સિયાલકોટ [હાલ પાકિસ્તાનમાં]) : આ પંજાબી લેખકની કૃતિ ‘ગલિયે ચિકડ દૂરિ ઘર’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.ની ડિગ્રી તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી. મેળવી છે. કારકિર્દીના પ્રારંભમાં બૅંકમાં નોકરીમાં જોડાયા પછી તેઓ દિલ્હીની દયાલસિંગ કૉલેજમાં સિનિયર અધ્યાપક બન્યા.…
વધુ વાંચો >