નિયતિ મિસ્ત્રી

ત્રિપોલી (લિબિયા)

ત્રિપોલી (લિબિયા) : લિબિયાનું પાટનગર અને દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 24’ ઉ. અ. અને 13° 11’ પૂ. રે.. તે દેશના ઉત્તર-પશ્ચિમ કિનારે ટ્યૂનિશિયાની સરહદથી 200 કિમી. દૂર ભૂમધ્ય સાગર પર આવેલ છે. વસ્તી 22,20,000 (2011) છે. લિબિયાનું મહત્વનું બંદર હોવા ઉપરાંત ખેતપેદાશોના વ્યાપાર માટે તે મુખ્ય…

વધુ વાંચો >

ત્રિપોલી (લેબેનૉન)

ત્રિપોલી (લેબેનૉન) : લેબેનૉનનું બેરુત પછીનું બીજા નંબરનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 26’ ઉ.અ. અને 35° 51’ પૂ.રે. તે દેશના વાયવ્ય ખૂણે પૂર્વ ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલું ધીખતું બંદર વેપારી અને ઔદ્યોગિક કેન્દ્ર છે. વસ્તી 1,60,000 (2011). ઇરાકથી આવતી તેલની પાઇપલાઇન માટે તે અંતિમ સ્થાન છે. શહેરની મુખ્ય…

વધુ વાંચો >

નાગાસાકી

નાગાસાકી : જાપાનના નૈર્ઋત્ય ખૂણે આવેલો જિલ્લો તથા ક્યુશુ ટાપુનું વડું મથક, મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર તેમજ બારું (બંદર). ભૌગોલિક સ્થાન : 32° 48´ ઉ. અ. અને 129° 55´ પૂ. રે.. જિલ્લાનો કુલ વિસ્તાર 9,931 ચોકિમી. અને શહેરનો વિસ્તાર 4095 ચોકિમી જેટલો છે, જેમાં ત્સુશીમા, ઈકી, હિરાડો અને ગોટો રેટો(ગોટો દ્વીપસમૂહ)નો…

વધુ વાંચો >

નાગેરકોઈલ

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે.…

વધુ વાંચો >

નેપલ્સ (નાપોલી)

નેપલ્સ (નાપોલી) : ઇટાલીમાં આવેલું ઘણું જાણીતું અને મહત્વનું ઔદ્યોગિક શહેર તથા ટાઇહ્રેનિયન સમુદ્રના નેપલ્સના અખાત પરનું ધમધમતું બંદર. ભૌગોલિક સ્થાન : 40° 53´ ઉ. અ. અને 14° 25´ પૂ. રે.. તે ઇટાલીના પાટનગર રોમથી આશરે 192 કિમી. અગ્નિકોણમાં દક્ષિણ ઇટાલીના પશ્ચિમ કાંઠા પર ટેકરીઓની તળેટીમાં વસેલું છે. શહેરી વિસ્તારની…

વધુ વાંચો >

નોવોસી બિર્સ્ક (પ્રદેશ)

નોવોસી બિર્સ્ક (પ્રદેશ) : એશિયાઈ રશિયાનો દક્ષિણ-મધ્ય વિભાગીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 55° 02´ ઉ. અ. અને 82° 55´ પૂ. રે.. પશ્ચિમ સાઇબીરિયાનો પ્રાદેશિક વહીવટી એકમ. તેનો વિસ્તાર 1,78,000 ચોકિમી. છે. તેની ઉત્તરે ટોમ્સ્ક વિસ્તાર, પૂર્વમાં કેમેરોવો વિસ્તાર, દક્ષિણે કઝાખસ્તાનનો અલ્તાઈ તથા પાવલોદાર વિસ્તાર અને પશ્ચિમે ઓમ્સ્કનો વિસ્તાર આવેલો છે.…

વધુ વાંચો >

બર્ન

બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડ તથા તેના સ્વિસ કૅન્ટૉન(રાજ્ય)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 46° 57´ ઉ. અ. અને 7° 26´ પૂ. રે. મધ્ય પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં તે આરે નદી પર વસેલું છે તથા યુરોપનાં રમણીય ગણાતાં શહેરો પૈકીનું એક ગણાય છે. શહેરનો મધ્ય ભાગ સેંકડો વર્ષોથી જળવાતી આવેલી ઇમારતોથી બનેલો છે, તે પૈકીની…

વધુ વાંચો >

બારાબંકી

બારાબંકી : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ થી 27° 19´ ઉ. અ. અને 80° 58´ થી 81° 55´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગોમતી નદીના દક્ષિણ તરફના થોડા નાના ભાગને બાદ કરતાં આ આખોય જિલ્લો…

વધુ વાંચો >

બાલાસોર

બાલાસોર : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. જિલ્લો અને જિલ્લામથક બંને ‘બાલેશ્વર’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 87° 05´ પૂ. રે. આજુબાજુનો 3,706 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં બંગાળનો…

વધુ વાંચો >

બાલાંગીર

બાલાંગીર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 20° 43´ ઉ. અ. અને 83° 29´ પૂ. રે.ની આજુબાજુનો 6,551.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બારગઢ જિલ્લો, પૂર્વમાં સોનેપુર અને બૌધ જિલ્લા, અગ્નિકોણ તરફ ફુલબાની જિલ્લો, દક્ષિણે કાલહંદી તથા…

વધુ વાંચો >