નાટ્યકલા

આંટિયા, ફીરોઝ

આંટિયા, ફીરોઝ (જ. 13 માર્ચ 1914; અ. 1965) : પારસી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. કૉલેજકાળ દરમિયાન નાનામોટા કાર્યક્રમોમાં વિશિષ્ટ અભિનયસૂઝ અને રમૂજવૃત્તિ દાખવનાર ફીરોઝ આંટિયા અદી મર્ઝબાન સાથે શરૂઆતમાં અનેક નાટકોમાં કુશળ નટ તથા દિગ્દર્શક અને પછી નાટ્યલેખક તરીકે ચમક્યા હતા. 1954માં ઇન્ડિયન નૅશનલ થિયેટરે ‘રંગીલો રાજા’ નાટક ફીરોઝ…

વધુ વાંચો >

આંદ્ર આન્તવાં

આંદ્ર આન્તવાં (જ. 31 જાન્યુઆરી 1858 લિમોજેસ, ફ્રાંસ; અ. 23 ઑક્ટોબર 1943 ફ્રાંસ) : ફ્રેન્ચ નટ, દિગ્દર્શક અને નિર્માતા. 19મી સદીના ઉત્તરાર્ધમાં રંગમંચીય પરિવર્તન કરનારાઓમાં એ અગ્રેસર ગણાય છે. અવેતન રંગભૂમિની પ્રવૃત્તિને ગૌરવભર્યું સ્થાન અપાવનાર અને અનેક નવા લેખકોને તખ્તાનાં પગથિયાંનો પ્રકાશ દેખાડનાર આ દિગ્દર્શક પૅરિસ ગૅસ કંપનીમાં ક્લાર્ક તરીકે…

વધુ વાંચો >

ઇક્વસ

ઇક્વસ (1974) : બ્રિટિશ નાટ્યકાર પીટર શેફરનું પ્રસિદ્ધ નાટક. એક ભ્રમિત ચિત્તવાળા જુવાને ઘોડાના તબેલામાં કરેલા ગુનાથી ન્યાયાધીશોની બેન્ચને આઘાત થયેલો એટલી એક મિત્રે કહેલી વાત પરથી લેખકે આ નાટકના વસ્તુની ગૂંથણી કરી છે. એક અઢારેક વર્ષના છોકરાએ તબેલામાં બાંધેલા તમામ ઘોડાની આંખો ફોડી નાખી હતી. તેનો કૉર્ટમાં મુકદ્દમો ચાલતાં…

વધુ વાંચો >

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન

ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…

વધુ વાંચો >

ઇચિકાવા દાંજૂરો

ઇચિકાવા દાંજૂરો (1660-1946) : જાપાની-વ્યવસાય સાથે બાર પેઢીઓથી જોડાયેલા કાબુકિ રંગભૂમિના કલાકારો. દાંજૂરો નામથી ઓળખાતા આ કુટુંબના પેઢી-દર-પેઢીના વારસદારોને કાબુકિ રંગભૂમિના સમ્રાટ પણ કહેવાય છે. કુટુંબનો વડો દાંજૂરો કે સોક વંશની પરંપરા અનુસાર ‘આરાગોતો’ નટની શૈલીને જાળવે છે અને વારસામાં પછીની પેઢીને તે કળા શીખવે છે. બાળવયના નટને દાંજૂરો તરીકે…

વધુ વાંચો >

ઇડિપસ ઍટ કૉલોનસ

ઇડિપસ ઍટ કૉલોનસ : ગ્રીક નાટક. નાટ્યકાર સોફૉક્લિસ (ઈ. સ. પૂ. 495-406)ની નાટ્યત્રયી (1) ‘ઇડિપસ રૅક્સ’ (2) ‘ઇડિપસ ઍટ કૉલોનસ’ અને (3) ‘ઍન્ટિગૉની’ – માંનું આ બીજું નાટક, પ્રથમ નાટક ‘ઇડિપસ રૅક્સ’ના અનુસંધાનમાં છે. અજાણતાં પોતાના પિતાને મારી, પોતાની માતા સાથે લગ્ન કરી, તેનાથી ચાર સંતાનો (બે પુત્રો – એટિયોક્લિસ…

વધુ વાંચો >

ઇદા સ્વાતંત્ર્યમ્

ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…

વધુ વાંચો >

ઇન કૅમેરા (નો એક્ઝિટ)

ઇન કૅમેરા (નો એક્ઝિટ) (1940) : સુપ્રસિદ્ધ ફ્રેન્ચ અસ્તિત્વવાદી સાહિત્યકાર જ્યૉં પૉલ સાર્ત્રનું ઍબ્સર્ડ પ્રકારનું નાટક. માનવી પોતાના જીવનનું નિયંત્રણ અને સંચાલન કરી શકતો નથી, કોઈ અર્દશ્ય શક્તિ કઠપૂતળીની જેમ તેને દોરી ખેંચીને નચાવ્યા કરે છે. માણસની એ લાચારીનું આ નાટકમાં નિરૂપણ કર્યું છે. એમાં લેખકે નરકાગારનું સ્થળ નાટ્યપ્રયોગ માટે…

વધુ વાંચો >

ઇન્ટરલ્યૂડ

ઇન્ટરલ્યૂડ : ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં નાટકની વચ્ચે અથવા વિરામ સમયે મનોરંજન માટે ભજવાતું ટૂંકું ર્દશ્ય. ઇંગ્લૅન્ડમાં પ્રેમ અને યૌવનનાં લઘુનાટ્યો (playlets) પ્રવાસી નટમંડળીઓ દ્વારા ઉત્સવો કે ભોજન-સમારંભોમાં ભજવાતાં. કથાનક નાનું અને પાત્રો મર્યાદિત રહેતાં. જૂનામાં જૂનું ઇન્ટરલ્યૂડ તે ‘ઇન્ટરલ્યૂડિયમ દ. ક્લેરિકો એત્ પ્યૂએલા’ (1290-1335) મળે છે. તેમાં નટ અને એક…

વધુ વાંચો >

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT)

ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) : ગુજરાતની અગ્રણી નાટ્યસંસ્થા. સ્થાપના : 1943. 1942ના આંદોલનમાં કારાવાસ ભોગવનાર સમાજવાદી વિચારસરણીના નવલોહિયા જવાનોએ, રંગમંચ લોકશિક્ષણનું મહત્વનું માધ્યમ છે એ વાત સ્વીકારીને ઇન્ડિયન નૅશનલ થિયેટરની સ્થાપના કરી. એ વખતના એમના સહભાગીઓ હતા કટારલેખક અને નામાંકિત અર્થશાસ્ત્રી રોહિતભાઈ દવે, વિવેચક બાબુભાઈ ભૂખણવાલા, ચંદ્રકાન્ત દલાલ, બચુભાઈ સંપટ…

વધુ વાંચો >