નાટ્યકલા

આપ્પિયા, ઍડૉલ્ફ

આપ્પિયા, ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1862, જિનીવા : અ. 29 ફેબ્રુઆરી 1928, ન્યલોન (સ્વિટ્ઝર્લૅન્ડ) : સર્જનાત્મક રંગસજાવટનો પ્રવર્તક નાટ્યકલાવિદ. લાઇપ્ઝિગ, ડ્રેસ્ડન અને વિયેનામાં સંગીતનો અભ્યાસ કર્યો. વાગ્નેરનાં સંગીત-નાટકોથી તે ખૂબ પ્રભાવિત થયેલો. છેક 1775થી તખ્તા પરની પગદીવા(foot-lights)ની પ્રકાશયોજનાનો વિરોધ યુરોપમાં વિવિધ સ્થળે થતો રહેલો. રંગભૂમિનો પ્રકાશ તો છાયા અને પ્રકાશના…

વધુ વાંચો >

આબેલ, કયેલ્દ

આબેલ, કયેલ્દ (જ. 1901 જટલૅન્ડ, રીબે, ડેન્માર્ક; અ. 1961, કોપનહેગન) : ડેનિશ નાટ્યકાર. 1927માં રાજ્યશાસ્ત્ર વિષય લઈને સ્નાતક થયેલા. તેમણે રંગભૂમિની કલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરેલું. લંડન અને પૅરિસમાં (1927-30) અભિનય કરીને રંગભૂમિનું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. તેમણે લખેલાં નાટકોમાં ‘મેલોડિએન ડેર બ્લેવાયેક’ (‘ધ મેલડી ધૅટ ગૉટ લૉસ્ટ’) (1935)…

વધુ વાંચો >

આયૉનેસ્કો, યૂજિન

આયૉનેસ્કો, યૂજિન (જ. 26 નવેમ્બર 1912, સ્લાતિના, રુમાનિયા; અ. 28 માર્ચ 1994, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ નાટ્યકાર અને ઍબ્સર્ડ થિયેટરના પ્રણેતા. ફ્રેન્ચ માતા અને રુમાનિયન પિતાના પુત્ર. બાળપણ ફ્રાંસમાં વીત્યું. 1925 થી 1938સુધીનાં વર્ષો રુમાનિયામાં ગાળ્યાં. ત્યાં ફ્રેન્ચ ભાષાના શિક્ષકની લાયકાત મેળવી અને 1936 માં લગ્ન કર્યું. 1939 માં શિષ્યવૃત્તિ…

વધુ વાંચો >

આર્તો, આન્તોનિન

આર્તો, આન્તોનિન (Artaud, Antonin) (જ. 4 સપ્ટેમ્બર 1896 , માર્સેઈલ, ફ્રાન્સ; અ. 4 માર્ચ 1948, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ નાટ્યકાર, કવિ, અભિનેતા. એમણે પરાવાસ્તવવાદી (surrealistic) આંદોલનની સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી. એમણે શિષ્ટ પ્રણાલિકાગત, મધ્યમવર્ગપરક રંગભૂમિ (થિયેટર) ની જગ્યાએ ‘આતંકની રંગભૂમિ’ (થિયેટર ઑવ્ ક્રુઅલ્ટી) સ્થાપવાનો પ્રયાસ કર્યો. આ વૈકલ્પિક રંગભૂમિનો હેતુ…

વધુ વાંચો >

આર્મ્સ ઍન્ડ ધ મૅન

આર્મ્સ ઍન્ડ ધ મૅન : જ્યૉર્જ બર્નાર્ડ શૉની નાટ્યકૃતિ. ‘પ્લેઝ પ્લેઝન્ટ ઍન્ડ અન્પ્લેઝન્ટ’ની શ્રેણીમાં તે 1898માં પ્રગટ થઈ હતી. ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’નો પરિવેશ 1885 ની સાલના બલ્ગેરિયાનો છે. યુદ્ધ અને લગ્ન એ આ નાટકનું કથાવસ્તુ છે. યુદ્ધ અનિષ્ટ અને મૂર્ખતાભર્યું છે, તો લગ્ન ઇચ્છવા જેવું અને સારું છે; પરંતુ…

વધુ વાંચો >

આર્યનૈતિક નાટક સમાજ

આર્યનૈતિક નાટક સમાજ: (1915થી 1950) : જૂની ગુજરાતી રંગભૂમિની અગ્રગણ્ય નાટક મંડળી. એની સ્થાપના 1915માં નકુભાઈ કાળુભાઈ શાહે કરેલી. વડોદરામાં એ નાટકમંડળી સ્થપાઈ હોવા છતાં મોટે ભાગે એનાં નાટકો મુંબઈમાં જ ભજવાતાં હતાં. એ માટે મુંબઈમાં બાલીવાલા ગ્રાન્ડ થિયેટર રાખેલું. આમ છતાં એ નાટકમંડળી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વારંવાર નાટ્યપ્રવાસ કરતી…

વધુ વાંચો >

આલ્કેમિસ્ટ કેમિસ્ટ,ધ

આલ્કેમિસ્ટ કેમિસ્ટ, ધ (1612 ) : અંગ્રેજી નાટક. અંગ્રેજ લેખક બેન જૉન્સનનું આ નાટક 1610માં ‘કિંગ્ઝ મૅન’ દ્વારા ભજવાયું હતું. કેટલાક આ નાટકને તેમનું શ્રેષ્ઠ નાટક માને છે. ‘આલ્કેમિસ્ટ’ એટલે સોનું બનાવનાર કીમિયાગર. પ્લેગને કારણે લવવિટ તેનું લંડનનું ઘર નોકર ફેસને સોંપીને ચાલ્યો જાય છે. તે પછી અટલ નામનો એક…

વધુ વાંચો >

આલ્બર્તી રાફેલ

આલ્બર્તી રાફેલ (જ. 16મી ડિસેમ્બર 1902, પુએર્તો દ સાંતા મારિયા, સ્પેન; અ. 28 ઑક્ટોબર 1999, સ્પેન) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. 1936-39ના સ્પૅનિશ આંતરવિગ્રહમાં તેમણે ભાગ લીધેલો અને દેશવટો ભોગવેલો. તેમણે માદ્રિદમાં અભ્યાસ કર્યો હતો અને 1922માં કાવ્ય-લેખન-પ્રકાશનની શરૂઆત કર્યા પહેલાં ચિત્રકાર તરીકે થોડી સફળતા મેળવી હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ…

વધુ વાંચો >

આષાઢ કા એક દિન

આષાઢ કા એક દિન (1958) : હિન્દી નાટકકાર મોહન રાકેશનું ત્રિઅંકી નાટક. તેને દિલ્હીની સંગીત નાટક અકાદમીનું પારિતોષિક (1959) મળેલું. પ્રથમ વાર મંચન-1962. નાટકને હિન્દીમાં તથાકથિત ‘સાહિત્યિક’ નાટકની પકડમાંથી મુક્ત કરવામાં આ નાટક અને તેના લેખકનું પ્રદાન નોંધપાત્ર છે. કવિ કાલિદાસના જીવનમાં કાલ્પનિક પ્રણયકથાને ગૂંથતું, આ નાટકનું કથાનક આમ તો…

વધુ વાંચો >

આળેકર, સતીશ વસન્ત

આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, પુણે, મહારાષ્ટ્ર) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક. પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા. ભારતમાં તેમણે…

વધુ વાંચો >