ધીરુભાઈ વેલવન

આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ

આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ (International Chamber of Commerce) (સ્થાપના 1919) : ખાનગી સાહસ તથા નિર્બંધ વ્યાપારી વ્યવસ્થાઓનું સમર્થન કરનારું વિશ્વવ્યાપી સર્વોચ્ચ વ્યાપારી મહામંડળ. ‘સરકારી નિયંત્રણો તથા નિયમનો’ને લીધે ઊભી થતી જટિલ અને અપરિવર્તનશીલ વ્યવસ્થાના પ્રત્યુત્તરરૂપ સ્વયંસંચાલિત વ્યાપારવ્યવસ્થામાં વિશ્વાસ એ આ આંતરરાષ્ટ્રીય સમવાયી વ્યાપારી મહામંડળની તમામ પ્રવૃત્તિઓની બુનિયાદ છે. સંસ્થાનું કેન્દ્રીય કાર્યાલય…

વધુ વાંચો >

ઈસ્ટ ઇન્ડિયા કંપની

ઈસ્ટ ઇન્ડિયા કંપની : ભારત સહિતના પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે સ્થપાયેલી ડચ, બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ. ડચ : નેધરલૅન્ડ્ઝની ધ યુનાઇટેડ ઈસ્ટ ઇન્ડિયા કંપની 20મી માર્ચ 1602ના રોજ ડચ સ્ટેટ્સ જનરલે આપેલી સનદ દ્વારા સ્થાપવામાં આવી. આ કંપનીને લડાઈ અને સંધિઓ કરવાની, પ્રદેશો મેળવવાની અને કિલ્લા બાંધવાની સત્તા…

વધુ વાંચો >

એક્ઝિમ બૅન્ક

એક્ઝિમ બૅન્ક (Exim Bank  Export Import Bank of India) : ભારતની આયાત-નિર્યાત બૅન્ક. તે રાષ્ટ્રના આયાત-નિર્યાત વ્યાપારની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડતી, નિર્યાત-સંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંકલન કરનારી અને નિર્યાતપ્રોત્સાહક શાખ-સગવડો પૂરી પાડનારી ભારતની અગ્રિમ નાણાકીય સંસ્થા છે. ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારની નાણાકીય સંકલનની કાર્યવહી માટે લોકસભાએ પસાર કરેલા વિશિષ્ટ કાયદાની રૂએ એક્ઝિમ બૅન્ક…

વધુ વાંચો >

ઍન્યુઇટી

ઍન્યુઇટી : નિવૃત્તિ દરમિયાન નિશ્ચિત આવક પૂરી પાડવા સારુ, બે પક્ષકારો વચ્ચેની સમજૂતી અનુસાર કરવામાં આવતું વાર્ષિક ચુકવણું; જોકે મુકરર સમયાંતરે કરવામાં આવતાં અન્ય ચુકવણાંને પણ ઍન્યુઇટી કહેવામાં આવે છે. વાસ્તવમાં ઍન્યુઇટી એ બે પક્ષકારો વચ્ચેના કરાર સમાન છે; તેનો મુખ્ય ઉદ્દેશ નિવૃત્તિ દરમિયાન આવક પૂરી પાડવાનો છે. ઍન્યુઇટીના બે…

વધુ વાંચો >

ઔદ્યોગિક પ્રવૃત્તિઓ

ઔદ્યોગિક પ્રવૃત્તિઓ : માનવીની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ જે પ્રવૃત્તિઓને પરિણામે પ્રાપ્ત થાય અગર તો તેમની ઉપયોગિતા તથા તેમના મૂલ્યમાં વધારો થાય તે પ્રવૃત્તિઓ. માનવીની જરૂરિયાતોની તમામ ચીજવસ્તુઓનું મૂળ કુદરતમાં રહેલું છે; કુદરતે તેની સાધનસંપત્તિના ભંડાર માનવીની સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. તેમાંથી માનવી તેને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરી લે…

વધુ વાંચો >

કથિત મૂલ્ય

કથિત મૂલ્ય (quotation) : કોઈ ચોક્કસ વસ્તુ યા વસ્તુઓને અમુક મુકરર ભાવે અને અમુક મુકરર શરતોએ વેચવા માટેની લિખિત પ્રસ્તુતિ. તેમાં સામાન્ય રીતે વસ્તુનું વર્ણન, ભાવતાલ, કિંમત, ઑર્ડર સ્વીકારવાની મુદત, વેપારી વટાવ, ડિલિવરીની મુદત, નાણાંની ચુકવણીની શરતો, રોકડ વટાવ ઇત્યાદિ વિગતો સમાવવામાં આવે છે. વસ્તુના સ્વરૂપ, દેખાવ, આકાર કે તેની…

વધુ વાંચો >

કંપની

કંપની : ઔદ્યોગિક-ધંધાકીય પ્રવૃત્તિઓ અપનાવવા માટે આધુનિક યુગની શરૂઆતથી ઉત્ક્રાંતિ પામેલું સમષ્ટિનિગમ (corporate entity) સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર. રાજ્યસત્તાએ આપેલ સનદ દ્વારા કંપની સ્થાપવામાં આવતી; તેનાં કાર્યો, કાર્યક્ષેત્રો, અધિકારો, જવાબદારીઓ વગેરે સનદમાંના લખાણ પ્રમાણે રહેતાં. આવી કંપની ચાર્ટર્ડ કંપની કહેવાતી. સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પૂર્વાર્ધમાં વ્યાપાર તથા વ્યાપારી વસાહતો વિકસાવવા…

વધુ વાંચો >

કિંમત

કિંમત (price) : ખરીદ-વેચાણમાં વસ્તુ ખરીદનારે વેચનારને વસ્તુના એકમ દીઠ ચૂકવવાની રકમ. ઉત્પાદક યા વેચનારના કારખાના યા ગોદામમાંથી વસ્તુ રવાના કરવામાં આવે અને તે ખરીદનારના ગોદામ સુધી પહોંચે તે દરમિયાન માર્ગમાં વિવિધ પ્રકારનું વધારાનું ખર્ચ કાઢે છે; જેમ કે વેચનારના સ્થળેથી નજીકના રેલવે-સ્ટેશન સુધીનું વહન-ખર્ચ, વેચનારના રેલવે-સ્ટેશનથી ખરીદનારના રેલવે-સ્ટેશન સુધીનું…

વધુ વાંચો >

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં)

કુલ નુકસાન (દરિયાઈ વીમામાં) : દરિયાઈ વીમાના દાવાની પતાવટના સંદર્ભમાં નુકસાનનું એક સ્વરૂપ. કુલ નુકસાન એટલે અસ્કામતનો સંપૂર્ણ વિનાશ. તેના બે પ્રકાર : (1) વાસ્તવિક (actual) કુલ નુકસાન અને (2) અનુમાનિત (constructive) કુલ નુકસાન. મિલકતનો સંપૂર્ણ નાશ થયો હોય અગર તો તેને મૂળ વસ્તુરૂપે ઓળખાવી ન શકાય એવી રીતે નુકસાન…

વધુ વાંચો >

કેન્દ્રીય બૅન્કિંગ

કેન્દ્રીય બૅન્કિંગ (Central Banking) : રાષ્ટ્રનાં નાણાં તથા શાખના પુરવઠાનું નિયમન કરીને બૅન્કિંગ અને નાણાકીય સંસ્થાઓની વ્યાવસાયિક કામગીરીઓ ઉપર, ધારાધોરણો, બજારવ્યવહારો અથવા સમજાવટ દ્વારા, પ્રભાવશાળી અસરો ઊભી કરતી સંસ્થા. પ્રત્યેક દેશમાં આવી એક સંસ્થા હોય છે. ઇંગ્લૅન્ડમાં 1694માં સ્થપાયેલી બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડ અને ભારતમાં 1935માં સ્થપાયેલી રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા…

વધુ વાંચો >