ધીરુભાઈ વેલવન

ક્રેડિટ-કાર્ડ

ક્રેડિટ-કાર્ડ : વ્યાપારી બૅન્કો દ્વારા પ્રતિષ્ઠિત અને સંપન્ન ગ્રાહકોને આપવામાં આવતું એક વિશિષ્ટ પ્રકારનું ઓળખપત્ર; જેમાં ગ્રાહકની વ્યક્તિગત ઓળખાણની વિગતો, સહીનો નમૂનો વગેરે દર્શાવવામાં આવેલ હોય છે અને કાર્ડને આધારે મુકરર કરેલ વેપારી પેઢીઓ પાસેથી જરૂરી ચીજવસ્તુઓ અને સેવા શાખ ઉપર પ્રાપ્ત થઈ શકે છે. અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ડિપાર્ટમેન્ટ સ્ટોર્સમાંથી છૂટક…

વધુ વાંચો >

ક્લિયરિંગ અને ક્લિયરિંગ હાઉસ

ક્લિયરિંગ અને ક્લિયરિંગ હાઉસ : એક જ વિસ્તારમાં આવેલી અને એક જ વ્યવસાયમાં રોકાયેલી પેઢીઓ વચ્ચે પરસ્પર લેવડદેવડની સરળ અને ઝડપી પતાવટ. તેના કેન્દ્રરૂપ સ્થળને ક્લિયરિંગ હાઉસ કહે છે. બૅંકિંગના વ્યવસાયની ક્લિયરિંગ વ્યવસ્થા અતિ પ્રચલિત અને લોકપ્રિય છે. જુદી જુદી સ્થાનિક બૅંકો ઉપર લખાયેલા ચેક, ડ્રાફ્ટ વગેરેના રોજેરોજના ક્લિયરિંગ દ્વારા…

વધુ વાંચો >

ક્વૉરૅન્ટીન

ક્વૉરૅન્ટીન : ચેપી રોગવાળા પ્રદેશોમાંથી આવનારા માણસોને ચાળીસ દિવસની મુકરર મુદત સુધી અલગ રાખવાની વ્યવસ્થા. ‘ક્વૉરૅન્ટીન’નો અર્થ છે ‘ચાળીસ દિવસની મુદત’; પરંતુ વ્યવહારમાં એની મુદત સંબંધિત ચેપી રોગનાં લક્ષણો ઉપર અવલંબે છે. ચેપી રોગના દર્દીઓને અલગ રાખવા માટેની જગ્યાને પણ ક્વૉરૅન્ટીન કહે છે. ચૌદમી સદીમાં યુરોપમાં રોગચાળો ફાટી નીકળેલો. 1333માં…

વધુ વાંચો >

ચાર્ટર પાર્ટી કરાર

ચાર્ટર પાર્ટી કરાર : માલવહન માટે દરિયાઈ જહાજ ભાડે આપવા-લેવા સંબંધી જહાજમાલિક અને ભાડવાત વચ્ચે થતો લેખિત કરાર. ભાડવાતને ચાર્ટરકર્તા કહે છે અને કરારને ચાર્ટરપાર્ટી કરાર કહે છે. જહાજસફર-સંચાલન તથા માલવહન સામાન્યત: જહાજમાલિકના નિયમન હેઠળ રહે છે; પરંતુ જહાજની વહનક્ષમતાની મર્યાદામાં માલસામાનની હેરફેર ચાર્ટરકર્તાના નિયમન હેઠળ થાય છે. ચાર્ટરપાર્ટી કરારમાં…

વધુ વાંચો >

જમશેદજી જીજીભાઈ, સર

જમશેદજી જીજીભાઈ, સર (જ. 15 જુલાઈ 1783, નવસારી; અ. 1859) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સાર્વત્રિક ઉદારતા અને પરોપકારી સખાવતો માટે ખ્યાતિ પામેલ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય પારસી સદગૃહસ્થ. તેમના પિતાનો હાથવણાટના કાપડનો વ્યવસાય હતો. આર્થિક સંકડામણને કારણે જમશેદજી ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા; પરંતુ પ્રામાણિકતા, ધર્મપરાયણતા અને સદાચારી માતાપિતાના સંસ્કાર…

વધુ વાંચો >

સંપત્તિ

સંપત્તિ : બજારકિંમત હોય તેવી દરેક પ્રકારની મૂર્ત અને અમૂર્ત ધનદોલત. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સંપત્તિનાં ચાર મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં છે : (1) જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનાં ગુણ યા ક્ષમતા (ઉપયોગિતા) હોય, (ii) જે જોઈતા પ્રમાણમાં તથા જ્યાં તેનો ખપ હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો (શ્રમપ્રાપ્યતા) હોય,…

વધુ વાંચો >