ધર્મ-પુરાણ
શત્રુઘ્ન
શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો.…
વધુ વાંચો >શત્રુંજય પરનાં મંદિરો
શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…
વધુ વાંચો >શમીક
શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…
વધુ વાંચો >શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન
શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (જ. ?; અ. ઈ. સ. 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને…
વધુ વાંચો >શર્મિષ્ઠા
શર્મિષ્ઠા : દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી, ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સખી. એક દિવસ કોઈ કારણવશ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. રાજા યયાતિએ દેવયાનીને બહાર કાઢી અને બંનેનાં લગ્ન થયાં. શુક્રાચાર્યના આગ્રહથી અસુર જાતિના હિત માટે શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને સાથે જવાનું સ્વીકાર્યું. ત્યાં યયાતિ શર્મિષ્ઠાના પ્રેમમાં પડ્યા અને તેની સાથેના સંબંધથી…
વધુ વાંચો >શસ્ત્ર
શસ્ત્ર : યજ્ઞમાં હોતાએ બોલવાનો ઋગ્વેદનો સ્તુતિમંત્ર, જે છ પ્રકારનો છે. વૈદિક યુગમાં યજ્ઞ-પ્રક્રિયા સાથે સંકળાયેલા ચાર ઋત્વિજો હતા : હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા; આ ચારેયના અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ હતા. આમાંથી આ સમયે ઉદ્ગાતા જેનું ઉચ્ચારણ કરે છે તે સ્તોત્ર છે. તેની જેમ હોતા, જેનું ઉચ્ચારણ…
વધુ વાંચો >શહીદ
શહીદ : મૂળમાં ઇસ્લામ ધર્મનો એક ખ્યાલ. શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ ‘શહીદ’નો મૂળ અર્થ ‘સાક્ષી આપનાર’ થાય છે. આમાંથી બનેલ શબ્દ ‘શાહેદ’ અથવા ‘સાહેદ’ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં ‘શહીદ’ તથા તેનું બહુવચન ‘શોહદા’, ઘણી આયતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં…
વધુ વાંચો >શંકરાચાર્ય (આદ્ય)
શંકરાચાર્ય (આદ્ય) (અંદાજે સાતમી-આઠમી સદી) : ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને એ ઋણ શંકરાચાર્યે માતાના અંતકાળ સુધી સ્વીકાર્યું. શંકરે…
વધુ વાંચો >શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી
શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન…
વધુ વાંચો >શંખેશ્વર
શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે…
વધુ વાંચો >