ધર્મ-પુરાણ
પુરુકુત્સ
પુરુકુત્સ : પુરાણમાં જાણીતો રાજા. તે બિંદુમતી તથા માન્ધાતાનો પુત્ર અને મુચુકુંદ અને અંબરીષનો મોટો ભાઈ હતો. તેનું રાજ્ય નર્મદાના કિનારે અથવા તેની આસપાસના પ્રદેશમાં આવેલું હતું. તે શૂરવીર હતો અને તેણે નાગોને સહાય કરી હતી, તેથી નાગોની બહેન નર્મદા સાથે તેનું લગ્ન થયું હતું. તેનાથી તેને વસુદ અને ત્રસદસ્યુ…
વધુ વાંચો >પુરુષાર્થ
પુરુષાર્થ : જગતમાં મનુષ્યની પ્રત્યેક પ્રવૃત્તિ કરવા પાછળ રહેલાં પ્રયોજનો કે ઉદ્દેશો. હિન્દુ ધર્મ મુજબ આવાં પ્રયોજનો કુલ 4 છે : (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. આ ચારેયના સમુદાયને ‘ચતુર્વર્ગ’ કહે છે. આ પુરુષાર્થો અંગેની વિચારસરણી ભારતીય છે. એમાં અંતિમ પુરુષાર્થ મોક્ષ આ જગતમાં શરીરને ફળતો…
વધુ વાંચો >પુરોડાશ
પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ…
વધુ વાંચો >પુરોહિત
પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં. ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે…
વધુ વાંચો >પુષ્કર
પુષ્કર : રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું નગર તથા હિંદુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌ. સ્થાન : 26o 30′ ઉ. અ. અને 74o 33′ પૂ. રે. તે અજમેરથી વાયવ્ય દિશામાં આશરે 18 કિમી.ને અંતરે અરવલ્લીની હારમાળામાં સમુદ્રસપાટીથી લગભગ 727 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગરની ત્રણ બાજુએ ટેકરીઓ આવેલી છે. આજુબાજુના પ્રદેશમાં…
વધુ વાંચો >પુષ્ટિમાર્ગ
પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ…
વધુ વાંચો >પુષ્પદંત ગંધર્વ
પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું. શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી…
વધુ વાંચો >પૂજા
પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…
વધુ વાંચો >પૂરુ વંશ
પૂરુ વંશ : પુરાણકાળનો પ્રસિદ્ધ ભારતીય રાજવંશ. પ્રાચીન કાળના પ્રતિષ્ઠાન(વત્સદેશ)ના રાજા. મનુ વૈવસ્વતની પુત્રી ઇલાએ બુધ સાથે લગ્ન કર્યું, તેમાંથી ઐલ વંશ ઉદભવ્યો. એ વંશમાં નહુષ-પુત્ર યયાતિ નામે પ્રતાપી રાજા થયા. અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દ્વારા યયાતિને દ્રુહ્યુ, અનુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. પ્રતિષ્ઠાન(વત્સદેશ)નું પૈતૃક રાજ્ય એના કનિષ્ઠ…
વધુ વાંચો >પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો
પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો : પ્રાચીન રોમન સામ્રાજ્યના પૂર્વ વિસ્તારના ખ્રિસ્તીઓના ધર્મપંથો. ચારેક સૈકા સુધી એક અને અખંડ ધર્મ તરીકે રહેલ ખ્રિસ્તી ધર્મમાં એના એક યા બીજા પાસાને વધુ પડતું મહત્વ અપાતાં વિવાદો શરૂ થયા. નેસ્તોરવાદ, એકાત્મવાદ યા અભિન્નવાદ તેમજ રોમ અને કૉન્સ્ટંટિનોપલ વચ્ચેના વિવાદોથી ઊભું થયેલું વૈમનસ્ય – એ સૌને…
વધુ વાંચો >