ધર્મ-પુરાણ
પર્જન્ય
પર્જન્ય : ઋગ્વેદના એક ગૌણ કક્ષાના અંતરિક્ષ-સ્થાનીય દેવતા. પૃથિવીના પતિ અને દ્યૌ: ના આ પુત્રની ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં, પૃથ્વી પર જળસિંચન કરનાર દેવ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. વર્ષાકાલીન મેઘના રૂપમાં, એક સજીવ દેવ તરીકે નિરૂપતી પર્જન્યની તુલના જોરથી બરાડા પાડતા વૃષભ સાથે કરવામાં આવી છે. તે જ્યારે…
વધુ વાંચો >પર્ણશબરી
પર્ણશબરી : ધ્યાની બુદ્ધ અમોધસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલ એક દેવી. હરિતવર્ણની આ દેવી મસ્તકે અમોધ સિદ્ધિને ધારણ કરે છે. પોતે જ્યારે પીતવર્ણની હોય ત્યારે મસ્તકે અક્ષોભ્યને ધારણ કરે છે. આ દેવી તંત્રમાર્ગમાં ખૂબ પ્રચલિત હતી. એને તંત્રમાર્ગમાં પિશાચી અને સર્વમારિપ્રશમની એટલે કે બધા રોગોને દૂર કરનારી તરીકે મનાતી. તે ત્રિમુખ, ત્રિનેત્ર…
વધુ વાંચો >પર્યુષણ
પર્યુષણ : જૈનોનું ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ. શ્રાવણના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસની સળંગ ધર્મારાધનાના આ મહાન પર્વનો મહિમા જૈન ધર્મમાં ઘણો છે. દિગંબર જૈનો આઠને બદલે દસ દિવસનું પર્યુષણપર્વ આરાધે છે તેથી તેને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થતા જીવોની હિંસા-હાનિને નિવારવાના હેતુથી જૈન સાધુઓ…
વધુ વાંચો >પલટૂદાસી પંથ
પલટૂદાસી પંથ : ઉત્તર પ્રદેશનો નિર્ગુણ બ્રહ્મને માનનારા લોકોનો પંથ. ઈ. સ.ની અઢારમી સદીમાં અયોધ્યામાં મહાત્મા પલટૂદાસે આ પંથની સ્થાપના કરી હતી. પલટૂદાસ અવધના નવાબ શુજાઉદ્દૌલાના સમકાલીન હતા. પલટૂદાસની વિચારધારા પર સૂફી મતનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે હિંદુ અને મુસલમાન વચ્ચે કોઈ ભેદરેખા દોરી નહોતી. તેમના સ્વતંત્ર વિચારોને…
વધુ વાંચો >પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પંચન લામા
પંચન લામા : તિબેટમાં આવેલા તાશિલહન્પો બૌદ્ધ મઠના આધ્યાત્મિક વડા. આધ્યાત્મિક વડા તરીકે તેમનું સ્થાન દલાઈ લામા પછીનું ગણાય છે. વિદ્વાન અને ધર્મનું વિશેષ જ્ઞાન ધરાવનારને તાશિલહન્પો મઠના વડા તરીકે પસંદ કરવામાં આવતા હતા. તેથી તેઓ `પંચન’ અર્થાત્ પંડિત કે વિદ્વાન લામા કહેવાતા હતા. સત્તરમી સદીમાં પાંચમા દલાઈ લામાએ જાહેર…
વધુ વાંચો >પંચસખા-સંપ્રદાય
પંચસખા–સંપ્રદાય : ઓરિસામાં સ્થપાયેલો ભક્તિમાર્ગી પંથ. સોળમી સદીની શરૂઆતમાં ચૈતન્ય મહાપ્રભુએ જગન્નાથપુરીમાં થોડાં વર્ષો નિવાસ કર્યો હોવાથી ત્યાં ચૈતન્ય મત ફેલાવા લાગ્યો. ચૈતન્યના પ્રભાવથી ત્યાંના રાજા રુદ્રપ્રતાપદેવે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો. એના દરબારના પાંચ કવિઓ બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુતાનંદ ચૈતન્યના પ્રભાવથી વૈષ્ણવ થયા હતા. તેઓ પંચસખાને નામે પ્રસિદ્ધ…
વધુ વાંચો >પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી)
પંચસંગહ (પંચસંગ્રહ) (ઈ. સ. નવમી સદી) : જૈન ધર્મનો જાણીતો કર્મગ્રંથ. પાર્શ્વર્ષિના શિષ્ય ચંદ્રર્ષિ મહત્તર તેના લેખક છે. આ ગ્રંથનો રચનાકાળ નવમી સદીની આસપાસ માનવામાં આવે છે. આ ગ્રંથ એક હજાર અને પાંચ ગાથાઓનો બનેલો છે. કેટલાક વિદ્વાનો તેને 963 ગાથાઓનો બનેલો માને છે. આ ગ્રંથ પાંચ વિભાગોમાં વહેંચાયેલો છે.…
વધુ વાંચો >પંચાયતન (2)
પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને…
વધુ વાંચો >પંચાંગ
પંચાંગ : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગોની આખા વરસની માહિતી આપતું પોથીબધ્ધ લખાણ. વૈદિક શ્રૌતસૂત્રોમાં કહેલા યજ્ઞયાગો, ગૃહ્યસૂત્રોમાં કહેલા લગ્ન વગેરે ગૃહ્ય-સંસ્કારો તથા સ્મૃતિઓમાં કહેલાં ધાર્મિક અને સામાજિક પર્વો શુભ સમયે કરવાથી તેનું શુભ ફળ મળે છે, તેથી કયો સમય શુભ છે અને…
વધુ વાંચો >