ધર્મ-પુરાણ
પતેતી
પતેતી : પારસી કોમનો અગત્યનો ઉત્સવ. પારસી પંચાંગમાં બાર મહિના અને ત્રીસ દિવસનાં નામો પરમકૃપાળુ પરમેશ્વર – દાદાર અહુરમઝદનાં તથા ઈશ્વરી નૂર ધરાવતા દૂતયઝદોનાં નામ છે. આ ગણતરીએ ત્રણસો સાઠ દિવસ સચવાય, ત્યારે ત્રણસો પાંસઠ દિવસોમાં પાંચ ખૂટે છે. એ કારણે છેલ્લે મહિને પાંચ પવિત્ર ગાથાનાં ધાર્મિક પર્વ ઉમેરાય છે,…
વધુ વાંચો >પદ્મપ્રભ
પદ્મપ્રભ : જૈન ધર્મના 24 તીર્થંકરોમાંના છઠ્ઠા તીર્થંકર. પૂર્વજન્મમાં તેઓ અપરાજિત નામના મુનિ હતા. કઠોર તપ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામી ગ્રૈવેયક નામના દેવવિમાનમાં ઉત્પન્ન થયા. દેવનું આયુષ્ય ભોગવીને એ પછી કૌશામ્બી નગરીના રાજા શ્રીધર અને રાણી સુસીમાને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. રાણી સુસીમાને 14 મહાસ્વપ્નો એ પહેલાં આવેલાં. માતા સુસીમાનો…
વધુ વાંચો >પદ્માવતી (2)
પદ્માવતી (2) (ઈ. સ. પૂ. 1000 આશરે) : જૈન પરંપરાનુસાર ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુનાં શાસનદેવી. તેમની ઐતિહાસિકતા વિશે કોઈ અન્વેષણ થયાનું જાણમાં નથી, પણ પાર્શ્વનાથનાં સમકાલીન હોવાના નાતે તેમનો કાર્યસમય આશરે ત્રણેક હજાર વર્ષ પૂર્વેનો સૂચવવામાં આવ્યો છે. વિવિધ સ્વરૂપો (ભુવનેશ્વરી, મહાકાલી, ગાયત્રી, વિદ્યા, સાવિત્રી વગેરે) અને વિવિધ નામો(સંકટવિમોચન, વિપદહરી,…
વધુ વાંચો >પરમાનંદદાસ
પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં…
વધુ વાંચો >પરમાશ્વ
પરમાશ્વ : બૌદ્ધ દેવતા હયગ્રીવનું બીજું સ્વરૂપ : ધ્યાની બુદ્ધ અક્ષોભ્યમાંથી ઉદભવેલ દેવી-દેવતાઓમાં હયગ્રીવની જેમ પરમાશ્વ એટલે કે મહાન અશ્વ તરીકે ઓળખાતા આ દેવ ઉદભવેલા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તે ચતુર્મુખ અને અષ્ટભુજ છે. તેને ચાર પગ છે. ત્રણ નેત્રવાળું પ્રથમ મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. તેનાં આયુધાં વજ્ર…
વધુ વાંચો >પરશુરામ
પરશુરામ : વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ(કુહાડી, ફરશી)ને કારણે ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર-શસ્ત્રાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિંદુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા, ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં, રામના…
વધુ વાંચો >પરીક્ષિત
પરીક્ષિત : પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જનમેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. રાજ-ખજાનાની કીમતી વસ્તુઓના નિરીક્ષણ કરતાં તેનું ધ્યાન જરાસંધના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની…
વધુ વાંચો >પર્જન્ય
પર્જન્ય : ઋગ્વેદના એક ગૌણ કક્ષાના અંતરિક્ષ-સ્થાનીય દેવતા. પૃથિવીના પતિ અને દ્યૌ: ના આ પુત્રની ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં, પૃથ્વી પર જળસિંચન કરનાર દેવ તરીકે સ્તુતિ કરવામાં આવી છે. વર્ષાકાલીન મેઘના રૂપમાં, એક સજીવ દેવ તરીકે નિરૂપતી પર્જન્યની તુલના જોરથી બરાડા પાડતા વૃષભ સાથે કરવામાં આવી છે. તે જ્યારે…
વધુ વાંચો >પર્ણશબરી
પર્ણશબરી : ધ્યાની બુદ્ધ અમોધસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલ એક દેવી. હરિતવર્ણની આ દેવી મસ્તકે અમોધ સિદ્ધિને ધારણ કરે છે. પોતે જ્યારે પીતવર્ણની હોય ત્યારે મસ્તકે અક્ષોભ્યને ધારણ કરે છે. આ દેવી તંત્રમાર્ગમાં ખૂબ પ્રચલિત હતી. એને તંત્રમાર્ગમાં પિશાચી અને સર્વમારિપ્રશમની એટલે કે બધા રોગોને દૂર કરનારી તરીકે મનાતી. તે ત્રિમુખ, ત્રિનેત્ર…
વધુ વાંચો >પર્યુષણ
પર્યુષણ : જૈનોનું ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ. શ્રાવણના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસની સળંગ ધર્મારાધનાના આ મહાન પર્વનો મહિમા જૈન ધર્મમાં ઘણો છે. દિગંબર જૈનો આઠને બદલે દસ દિવસનું પર્યુષણપર્વ આરાધે છે તેથી તેને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થતા જીવોની હિંસા-હાનિને નિવારવાના હેતુથી જૈન સાધુઓ…
વધુ વાંચો >