ધર્મ-પુરાણ

નારદ

નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ…

વધુ વાંચો >

નારાયણ (ઋષિ)

નારાયણ (ઋષિ) :  વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ…

વધુ વાંચો >

નારાયણ પંથ

નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ…

વધુ વાંચો >

નાસ્તિક

નાસ્તિક : ભારતીય પરંપરા પ્રમાણે વેદમાં અને વેદધર્મમાં આસ્થા કે શ્રદ્ધા ન ધરાવનાર મનુષ્ય. ભારતમાં પ્રાચીન કાળથી વેદમાં અશ્રદ્ધા રાખનારા નાસ્તિકોની પરંપરા ચાલી આવે છે. વેદના મંત્રો અર્થ વગરના છે એવો મત વ્યક્ત કરનારા કૌત્સ ઋષિનો મત છેક વેદાંગ નિરુક્તમાં રજૂ કરી આચાર્ય યાસ્કે તેનું ખંડન કર્યું છે. પ્રાચીન ભારતના…

વધુ વાંચો >

નાહટા, અગરચંદ

નાહટા, અગરચંદ (જ. 19 માર્ચ 1911, બિકાનેર; અ. 20 જાન્યુઆરી 1983, બિકાનેર) : જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન. ‘स्वाध्यायात् न प्रमदितव्यम् ।’ તેમના જીવનનું સૂત્ર હતું. તેમનો જન્મ શ્રીમંત નાહટા પરિવારમાં થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને વ્યાપારી કુટુંબ હોવાને કારણે કિશોરાવસ્થાથી જ વેપારમાં જોડાઈ…

વધુ વાંચો >

નાહટા, ભંવરલાલ

નાહટા, ભંવરલાલ (જ. 19 સપ્ટેમ્બર 1911, બીકાનેર; અ. 11 ફેબ્રુઆરી 2002, કૉલકાતા) : જૈન વાઙ્મય, ઇતિહાસ, ધર્મ અને દર્શનના વિદ્વાન. બીકાનેરના જાણીતા શ્રેષ્ઠી પરિવારમાં જન્મ. પિતા ભૈરુદાનજી અને માતા તીજાદેવી. કાકા અગરચંદજી નાહટા પ્રસિદ્ધ વિદ્વાન. ચૌદ વર્ષની વયે જતનકંવર સાથે લગ્ન. પારસકુમાર અને પદમસિંહ નામે બે પુત્રો અને શ્રીકાંતા અને…

વધુ વાંચો >

નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર)

નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર) : જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં શબ્દ કે અર્થનું વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા. વિદ્વાન જૈન મુનિઓએ શબ્દોની નિરુક્તિ કે અર્થવિશ્લેષણ કરવાની નિક્ષેપ (પ્રાકૃત – નિક્ખેવ) નામે એક અપૂર્વ પ્રક્રિયા નિર્યુક્તિઓમાં શરૂ કરી જેને ભાષ્યો અને ચૂર્ણિઓમાં ખૂબ વેગ મળ્યો. નિર્યુક્તિ વગેરે સાહિત્યમાં આવી પ્રક્રિયા માટે વપરાતો ‘નિક્ષેપ’ શબ્દ જૈન ધર્મકથાઓમાં…

વધુ વાંચો >

નિગમ–આગમ

નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર…

વધુ વાંચો >

નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ)

નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ) : શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સમ્પ્રદાય. નિજાનંદાયાર્ચ દેવચન્દ્રજી મહારાજે તે સ્થાપેલો હતો. દેવચન્દ્રજીનો જન્મ ઈ. સ. 1581માં મારવાડ પ્રદેશ (વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત)ના ઉમરકોટ ગામમાં થયો હતો. પિતા અને માતાનું નામ ક્રમશ: મનુ મહેતા તથા કુંવરબાઈ હતું. ધાર્મિક વૃત્તિના મનુ મહેતા…

વધુ વાંચો >

નિઝારી પંથ

નિઝારી પંથ : ઇસ્લામના શિયાપંથનો ખોજા નામથી ઓળખાતો અને ભારતમાં વિશેષ કરીને પ્રચલિત થયેલો પંથ. ઇસ્લામ અને હિંદુ ધર્મ વચ્ચે સમન્વય સાધવામાં શિયાપંથના ઇસ્માઇલિયા ફિરકાનો ફાળો મહત્વનો છે. આ ઇસ્માઇલિયા પંથ 10મી સદીની શરૂઆતમાં ઇજિપ્તમાં ફાતિમી-ખિલાફતની સ્થાપના કરી હતી. ખલીફા મુસ્તન સિર બિલ્લાહ (ઈ. સ. 1035–1094) પછી ખિલાફતના વારસાની તકરારમાં…

વધુ વાંચો >