દેવવ્રત પાઠક

કમ્બોડિયા

કમ્બોડિયા : અગ્નિ એશિયાનો એક દેશ. તે 10o ઉ. અક્ષાંશથી 15o ઉ. અક્ષાંશ અને 102o પૂ. રેખાંશથી 108o પૂ. રેખાંશ વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે થાઇલૅન્ડ, ઉત્તર અને પૂર્વમાં લાઓસ તથા વિયેટનામ, તેમજ નૈર્ઋત્યે થાઇલૅન્ડની ખાડી આવેલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 1,81,035 ચોકિમી. છે. વસ્તી : 1,67,18,965…

વધુ વાંચો >

કર્ઝનરેખા

કર્ઝનરેખા : પહેલા વિશ્વયુદ્ધનો અંત (1918) અને બીજા વિશ્વયુદ્ધનો આરંભ(1939)ના સમયગાળા દરમિયાન પોલૅન્ડની પૂર્વ સરહદ આંકતી રેખા, જે દ્વારા પોલૅન્ડના લોકો અને પૂર્વ તરફના લોકો જેવા કે લિથુઆનિયા, બાયલોરશિયા અને યુક્રેનના લોકો વચ્ચે ભેદ પાડવામાં આવ્યો હતો. આ રેખા પહેલા વિશ્વયુદ્ધ પછી મળેલી પૅરિસ પરિષદમાં લૉર્ડ કર્ઝન દ્વારા નિયત કરવામાં…

વધુ વાંચો >

કંટકશોધન

કંટકશોધન : સમાજને હાનિકારક તત્વને શોધીને દૂર કરવાની પ્રવૃત્તિ. સમાજને પીડનારા દુરાચારી લોકો એટલે કંટક કે કાંટા. તેમને શોધી, વીણીને દૂર કરવા એટલે કંટકશોધન. કૌટિલ્યે તેમના સુવિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં આ વિષય ઉપર એક આખું પ્રકરણ આપેલું છે. તેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે : સમાજના ગુપ્ત કંટકરૂપ એવા શત્રુઓને શોધી…

વધુ વાંચો >

કાર્ટર, જિમી

કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. 1966માં સફળ ન થતાં તેમણે…

વધુ વાંચો >

કાસાબ્લાન્કા પરિષદ

કાસાબ્લાન્કા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે મિત્ર રાષ્ટ્રોના વડાઓ વચ્ચે યોજાયેલી પરિષદ. તે 14 જાન્યુઆરી 1943થી 24 જાન્યુઆરી 1943 સુધી કાસાબ્લાન્કા ખાતે અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ તથા બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વચ્ચે યોજાયેલી હતી. સોવિયેત સંઘ તથા ચીન તેમાં હાજર ન હતાં. પરિષદનો મુખ્ય હેતુ ફ્રાન્સના નેતૃત્વ તથા ભાવિ…

વધુ વાંચો >

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ

કાસ્ટ્રો, (રુઝ) ફિડેલ (જ. 13 ઑગસ્ટ 1927, ખિરાન, ક્યૂબા) : 1959થી ક્યૂબામાં એકધારું, એકહથ્થુ શાસન ચલાવનાર સામ્યવાદી ક્રાંતિકારી નેતા તથા લશ્કરના વડા. ફિડેલ કાસ્ટ્રો એકીસાથે વડાપ્રધાન તથા રાષ્ટ્રપ્રમુખ છે અને તેમની રાહબરી નીચે ક્યૂબા પશ્ચિમ ગોળાર્ધમાં એકમાત્ર સામ્યવાદી સત્તા તરીકે ટકી રહ્યું છે. રશિયા અને પૂર્વ યુરોપમાંથી સામ્યવાદની વિદાય પછી…

વધુ વાંચો >

કીવ

કીવ : યુક્રેન પ્રજાસત્તાક રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50o 26’ ઉ. અ. અને 30o 31’ પૂ. રે.. શહેર તરીકે તે પ્રાચીન નગર છે. વસ્તી : 28.8 લાખ (2017, યુનો દ્વારા દર્શાવેલ). નીપર નદીના પશ્ચિમ કિનારે વસેલું આ શહેર મૉસ્કોથી ઓડેસ્સા તથા પૉલેન્ડથી વોલ્ગોગ્રેડ(સ્ટાલિનગ્રાડ)ના રેલમાર્ગ ઉપર આવેલું છે. નીપર નદી…

વધુ વાંચો >

કેનેડી જ્હૉન એફ.

કેનેડી, જ્હૉન એફ. (જ. 29 મે 1917, બ્રુકલિન, મૅસેચૂસેટ્સ; અ. 22 નવેમ્બર 1963, ડલાસ, ટેક્સાસ) : અમેરિકાના પાંત્રીસમા પ્રમુખ (1960-1963). વીસમી સદીમાં જન્મેલા કેનેડી સૌથી યુવાન વયના અને પ્રથમ કૅથલિક પ્રમુખ હતા. તેઓ પ્રમુખ બનતાં અમેરિકાની નવી પેઢીના હાથમાં સત્તાનાં સૂત્રો આવ્યાં. કેનેડીના પિતા જોસેફ કેનેડીએ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ સાથે કામ…

વધુ વાંચો >

કેન્યાટા જોમો

કેન્યાટા, જોમો (જ. 1897, નૈરોબી, કેન્યા; અ. 22 ઑગસ્ટ 1978, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા, સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખ તથા સર્વઆફ્રિકાવાદના પ્રખર પુરસ્કર્તા. તેમનો જન્મ આફ્રિકાની કિકુયુ જાતિમાં થયો હતો. તે આ જ જાતિના કેન્દ્રીય મંડળ(Kikuyu Central Association)ના મહામંત્રી નિમાયા હતા (1928). પશ્ચિમના સામ્રાજ્યવાદના તે…

વધુ વાંચો >

કૉન્ડા કેનેથ

કૉન્ડા, કેનેથ (જ. 28 એપ્રિલ 1924, લુબવા, ઉત્તર ઝામ્બિયા) : ઝામ્બિયાના સ્વાતંત્ર્ય આંદોલનના નેતા અને તેના પ્રથમ પ્રમુખ. ઝામ્બિયાની સૌથી મોટી જાતિ બૅમ્બામાં જન્મ. માતા અને પિતા બંને શિક્ષકો. કેનેથ તેમનું આઠમું સંતાન હતા. શાળાકીય શિક્ષણ પ્રથમ લુબવામાં અને પછી લુસાકામાં લઈને થોડો સમય તે શિક્ષક રહ્યા અને ત્યારબાદ તાંબાની…

વધુ વાંચો >