દેવવ્રત પાઠક
ઇઝાયાહના
ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા. આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને…
વધુ વાંચો >ઇટોલિયન લીગ
ઇટોલિયન લીગ : કૉરિન્થના અખાતની ઉત્તરે આવેલા પ્રાચીન ગ્રીસના ઇટોલિયા પ્રદેશનું સમવાયતંત્ર. દરિયાકિનારા તથા પર્વતોથી આ પ્રદેશ રક્ષાયેલો હતો. ખેતી લોકોનું જીવનનિર્વાહનું સાધન હતું. ઇટોલિયન લીગનું અર્ધસમવાય ઈ. સ. પહેલાં ચોથી સદીમાં અસ્તિત્વમાં આવ્યું. ઈ. સ. પૂ. 300ના વર્ષે લીગે ડેલ્ફીનો કબજો લીધો અને એકિયન લીગ તથા મેસિડોનિયા સાથે દુશ્મનાવટ…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ
ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ : યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સારવાર માટે પ્રારંભાયેલી અને પાછળથી સમસ્ત માનવજાતિની વેદનાના નિવારણને વરેલી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા. સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી જ્યા હેન્રી દુનાંના એક પુસ્તકના પરિણામે આ સેવાસંસ્થાનો ઉદભવ થયો. જૂન, 1859ના સોલફરિનોના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે જ્યા હેન્રી દુનાંએ તાકીદની સહાય-સેવાનું આયોજન કર્યું…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ
ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ : 1904નું નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર સંસ્થા. 1873માં બેલ્જિયમમાં ઘેન્ટ મુકામે તે શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મૂળ હેતુ આંતરરાષ્ટ્રીય કાનૂનનું પરિશીલન કરવાનો, તેનાં વેરવિખેર તત્વોને એકત્રિત કરીને સંહિતા રચવાનો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઊભા થતા પ્રશ્નોના અભ્યાસ તથા તેમના ઉકેલનું દિશાસૂચન કરવાનો હતો. જુદા જુદા…
વધુ વાંચો >ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ
ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ : રાષ્ટ્રીય સલામતીનાં વિવિધ પાસાં, સંરક્ષણની નીતિ અંગેના પ્રશ્નો તથા વ્યૂહરચનાના બદલાતા સંદર્ભનો અભ્યાસ, તેની ચર્ચાવિચારણા તથા તેનાં તારણો વગેરેને વખતોવખત પ્રસિદ્ધિ આપતી ભારતની બિનસરકારી સંસ્થા. આ સંસ્થા 11 નવેમ્બર, 1965ના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી. ઝડપી પરિવર્તનના આજના સમયમાં સંરક્ષણ અને…
વધુ વાંચો >ઇરાક
ઇરાક મધ્યપૂર્વનો લોકશાહી આરબ દેશ. તે 29o 20´ થી 37o 33´ ઉ. અ. અને 38o 53´ થી 48o 16´ પૂ. રે. વચ્ચેનો 4,38,446 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘મોસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ…
વધુ વાંચો >ઈરાન
ઈરાન ક્ષેત્રફળ અને વસ્તીની ર્દષ્ટિએ પશ્ચિમ એશિયાનો સૌથી મોટો દેશ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો મોટો જથ્થો ધરાવતો આ દેશ વ્યૂહાત્મક ર્દષ્ટિએ પણ અગત્યનું સ્થાન ધરાવે છે. તે 25o ઉ. અ. અને 39o 30´ ઉ. અ. અને 44o પૂ.રે. તથા 63o પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 16,48,000 ચો.કિમી. અને વસ્તી…
વધુ વાંચો >ઈસ્ટન, ડૅવિડ
ઈસ્ટન, ડૅવિડ (જ. 24 જૂન 1917, ટોરૉન્ટો, કૅનેડા અ. 19 જુલાઈ 2014 કેલિફોર્નિયા, યુ. એસ.) : અમેરિકાના સુપ્રસિદ્ધ રાજ્યશાસ્ત્રી. 1947માં તેમણે હાર્વર્ડમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યારબાદ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેમના પુસ્તક ‘ધ પોલિટિકલ સિસ્ટમ’ (1953) દ્વારા તેમણે રાજ્યશાસ્ત્રના વિષયને સઘન સ્વરૂપ આપ્યું. રાજકીય પ્રથાના અભિગમથી તેઓ જાણીતા બન્યા અને…
વધુ વાંચો >ઉદારમતવાદ
ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું…
વધુ વાંચો >